પલાળેલા મેથી ના દાણા છે ખુબ જ ગુણકારી, તેના સેવનથી શરીરને મળે છે અનેક ચમત્કારિક ફાયદાઓ

પલાળેલા મેથી ના દાણા છે ખુબ જ ગુણકારી, તેના સેવનથી શરીરને મળે છે અનેક ચમત્કારિક ફાયદાઓ

તમામ વ્યક્તિઓ ભોજન મા આ મેથી ના દાણા નો ઉપયોગ કરતા જ હોય છે. આ મોટેભાગે બધા ના ઘર મા મળી આવતા હોય છે. આ દાણા શરીર ની તંદુરસ્તી માટે એક યોગ્ય દવા નુ પણ કામ કરે છે. આપડા આર્યુર્વેદ મા પ્રાચીન કાળ થી જ મેથી નો ઉપયોગ થાય છે. તેમાય જો આ મેથી ના દાણા ને રાતે પલાળી ને સવારે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો શરીર ને ઘણા લાભ થાય છે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તાર થી.

આ દાણા ઘણા પ્રકાર ના ગુણધર્મો તેમજ પોષકતત્વો ધરાવે છે. તેમા કેરોટીન, કોપર, જસત, સોડિયમ, ફોલિક એસિડ તેમજ મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે. આ દાણા શરીર મા વધતા વજન ને નિયંત્રણ મા રાખે છે તેમજ લોહી ને સાફ કરે છે. આ સિવાય પણ ઘણી બીમારીઓ તે એક અકસીર ઈલાજ રૂપે ઉપયોગ મા લેવા મા આવે છે. તો ચાલો જાણીએ આ વિશે.

સંધિવાં મા પણ ઉપયોગી :

આ તો બધા જાણે જ છે કે આ મેથી ના દાણા ઘણી બીમારીઓ ના ઈલાજ મા વપરાય છે. તેમાય હાડકા થી લગતી પીડા મા અને તેમાં પણ સંધી વાં અને સાયટિકા જેવી બીમારી મા ઘણા ફાયદારૂપ થાય છે. આવા જટિલ રોગો માટે સૂંઠ ના પાવડર તેમજ મેથી ના દાણા નો પાવડર ભેળવી ને તેને નિયમિત માત્ર ને માત્ર એક ગ્રામ જેટલો નવશેકા પાણી સાથે દિવસ મા બે વાર પીવા મા આવે તો થોડાક સમય મા જ આ સમસ્યા માંથી જલ્દી મુક્તિ મળે છે.

પુરુષો ના શુક્રાણુઓ મા વધારો કરે છે:

આ પલારેલ મેંથી ના દાણા ને રોજ ખાવા થી યુવકો મા ઉદ્ભવતી વંધ્યત્વ થી લગતી સમસ્યાઓ દુર થાય છે. આ દાણા નો રોજેરોજ પ્રયોગ શરીર માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે.

શરીર ના વધેલા વજન મા ઘટાડો કરે છે :

હાલ ની વ્યસ્ત જીવનશૈલી ને લીધે વધતા શરીર ના વજન ને ઘટાડવા માટે આ મેંથી ના દાણા ઘણા ઉપયોગી સાબિત થાય છે. રાત ના સમયે પાણી મા પલારેલ આ મેંથી ના દાણા ને પરોઢે નયણાં કોઠે આ પાણી પીવા મા આવે તો વજન વધવા ની તકલીફ મા થી મુક્તિ મળે છે અને ઘણા રોગો થી પણ શરીર ને મુક્ત રાખે છે.

રક્ત દબાણ માટે:

જે માણસો રક્ત દબાણ થી પીડાતા હોય છે તેમના માટે આ દાણા ઘણા લાભદાયી સાબિત થાય છે. રાત ના સમયે આ દાણા ને પાણી મા પલાળી બીજા દિવસે સવાર તેમજ સાંજે બે સમય જો ૫ ગ્રામ જેટલા આ પલાળેલ મેથી નુ પાણી પીવે તો તેમના શરીર મા રક્ત સંચાર સારી રીતે પરિભ્રમણ કરે છે અને રક્ત દબાણ ની મુશ્કેલી દુર થાય છે.

પેટ મા થતી ગેસ ની સમસ્યા ને રાખે છે દૂર:

આ મેંથી ના દાણા શરીર મા રહેલા ઝેરી તત્વો ને શરીર ની બહાર કાઢે છે તેમજ મનુષ્ય ની કિડની ને પણ સ્વસ્થ રાખે છે. આ સિવાય તે પેટ મા થતી ગેસ તેમજ એસિડિટી જેવી વાયુ થી લગતી સમસ્યાઓ ને પણ દૂર રાખે છે.

ડાયાબીટીસ માટે :

આ મેંથી ના દાણા મા રહેલા સોલિડ રેસા સુગર ને નિયંત્રિત કરી ડાયાબિટીસ ને નિયંત્રણ મા રાખે છે.

હરસ ની સમસ્યા મા:

હરસ એક ગંભીર રોગ માનવામા આવે છે. જેના લીધે પીડિત વ્યક્તિ ને અસહ્ય વેદના ભોગવવી પડે છે. આ રોગ ના નિદાન મા પણ આ મેંથી ના દાણા ઘણા કામ કરે છે. રાત ના સમયે પાણી મા પલાળેલ દાણા ને સવારે પીવા મા આવે તો ઘણો ફાયદો થાય છે. આ સિવાય આ રોગ મા મેથી ના બી ને વાટી હરસ પર લગાવવા મા આવે તો પણ આ રોગ ની અસહ્ય પીડા માંથી મુક્તિ મળે છે.

ચામડી તેમજ વાળ માટે છે ઉપયોગી :

મોઢાં પર થતા ખીલ તેમજ ખરતા વાળ ની તકલીફ હોય તો આ મેંથી ના દાણા ને પાણી મા પલાળી તેનુ ઘટ્ટ પેસ્ટ બનાવી વાળ ઉપર લગાવવા મા આવે તો તેનાથી વાળ ખરતા અટકે છે અને તેની મજબૂતાઈ મા વધારો થાય છે. આ સિવાય સફેદ વાળ પણ પાછા કાળા થવા લાગે છે. આ સિવાય નયણાં કોઠે આ દાણા નુ સેવન ખીલ જેવી સમસ્યા ને દુર કરી દે છે.