ફક્ત એક અઠવાડિયુ કરો માત્ર આ ચાર ઉપાય કમર અને પેટની ચરબી સડસડાટ

ફક્ત એક અઠવાડિયુ કરો માત્ર આ ચાર ઉપાય કમર અને પેટની ચરબી સડસડાટ

આજે દરેક લોકો ને બહાર નું ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ છે. લોકો ની આ આગવી જીવન શૈલી અંતે તો પોતાનેજ નુકશાન પોચાડે છે. લોકો ની ખાણી પીણી અને બદલાતી જીવન શૈલી ના કારણે પેટ અને કમર ની ચરબી વધતી જાય છે. જેને દૂર કરવા લોકો જિમ માં એક્સરસાઇઝ, યોગા અને ડાયટિંગ જેવી વસ્તુઓ કરવા લાગે છે. પણ તેનાથી કોઈ ફાયદો થતો નથી. પણ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ચાર એવા ઉપાય જેના દ્વારા તમે થોડાજ સમય માં ચરબી ને બાય બાય કરી શકો છો.

લસણ દ્વારા
આપણે સૌ જાણીએ છીએ કે લસણ એક ઉત્તમ ઔષધિ છે જેનું નિયમિત સેવન કરવાથી ચરબી ને ઓછી કરી શકાઈ છે. લસણ એક ગરમ ખાદ્ય પદાર્થ છે જે શરીર માં જામેલી ચરબી ને ઓગાળવા માં મદદ કરે છે. આ માટે દરરોજ સવારે ઊઠીને ખાલી પેટ એક કાચુ લસણ ખાવું જોઈએ. એનાથી શરીર માં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે અને સાથે જ કોલેસ્ટ્રોલ લેવલ પણ મેન્ટેન રહે છે. જેનાથી શરીર માં ચરબી નથી જામતી અને તમારી ફિટનેસ બની રહે છે.

લીંબુ દ્વારા
લીંબુ પણ આ કામ માં ખૂબ અસરકારક છે. પેટ કે પછી કમર ની ચરબી દૂર કરવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ એક લીંબુ ને એક ગ્લાસ હુંફાળા પાણી નાખીને તેનું સેવન કરવું. એનાથી પેટ અને કમર ની ચરબી ઘણી સરળતા થી દૂર થઈ જશે અને તમે અંદર થી તાજગી ભર્યા મન નો અનુભવ કરશો.

ફળ અને શાકભાજી દ્વારા
જો તમે તમારા રોજિંદા જીવન માં ઓઇલી અને મસાલા યુક્ત ખોરાક ના બદલે ફળ અને શાકભાજી ખાવાનું ચાલુ કરશો તો શરીર માં જરૂર વગરની ચરબી જમા નહીં થાઈ. અને તેની સાથે જ ફળ અને શાકભાજી શરીર માં જામેલા ફેટ ને ઓછું કરવા માં તમારી મદદ કરે છે.

જીરાના પાણી દ્વારા
માણસ ના શરીર માં જામી ગયેલી વધારાની ચરબી ને ઓછી કરવા માટે જીરા નું પાણી પણ ખૂબ ફાયદાકારક છે. તે માટે તમારે એક ગ્લાસ પાણી લઈને તેમાં એક ચમચી જીરું નાખી દો, હવે તેને ઉકાળો, ઉકળી ગયા બાદ તેને ઠંડુ થવા દો. અને તેનું સેવન કરો. જેથી શરીર ની વગર કારણ ની ચરબી ઓછી થાય છે અને તમને તમારા મોટાપા થી રાહત મળી જશે.