છાશ મા એક વસ્તુ ઉમેરી પીવાથી પેટ ની અગ્નિ અને એસિડીટી કરો દૂર, બીજા અનેક ફાયદાઓ વાંચો

છાશ મા એક વસ્તુ ઉમેરી પીવાથી પેટ ની અગ્નિ અને એસિડીટી કરો દૂર, બીજા અનેક ફાયદાઓ વાંચો

ઉનાળા ની ઋતુ નો પ્રારંભ થવા આવ્યો છે અને અમુક વ્યક્તિ ને આ ગરમી ને લીધે તકલીફો ઉદ્દભવતી હોય છે. આવી ગરમી મા જો દહી મા થી બનેલી છાશ નુ સેવન કરવા મા આવે તો તે સૌથી શ્રેષ્ઠ મનાય છે. એક વાત એ છે કે જો તમે જમ્યા બાદ છાશ નુ સેવન કરો તો તમારા સાંધા ના દર્દ મા ફેર પડે છે. આ છાશ માનવ દેહ ને શિતળતા પ્રદાન કરવાનુ કાર્ય કરે છે તેની સાથે તે અનેક રીતે પણ લાભદાયી છે.

હાલ ના ઝડપી યુગ મા અયોગ્ય ખાણી-પીણી તથા સમયસર ખોરાક નુ સેવન ન કરવા ને લીધે પાચન ને લગતી સમસ્યાઓ અવાર-નવાર થતી રહે છે. આ સમસ્યા થી બચવા માટે તમારે એક ખાસ પ્રકાર ની પધ્ધતિ નુ આચરણ કરવા ની આવશ્યકતા છે. આવી તકલીફો મા છાશ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ આ છાશ મા કેવા-કેવા ગુણો રહેલા છે ?

વિટામીન :

છાશ મા અનેક વિટામીનો રહેલા હોય છે. જેમ કે વિટામીન સી, વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન કે અને વિટામીન બી. જે માનવદેહ ને જરૂરી હોય તેવા પોષકતત્વો પહોચાડે છે.

હાડકા ને મજબુત બનાવવા :

છાશ મા વિટામીનો સાથે કેલ્શિયમ નામ નુ તત્વ પણ રહેલુ છે. આ કેલ્શિયમ નામ નુ તત્વ હાડકા ની મજબુતાઈ માટે ખુબ જ આવશ્યક માનવા મા આવે છે.

એસીડીટી દૂર કરે :

આ છાશ મા શાકર, તીખા ની ભૂક્કી તથા નમક ઉમેરી ને નિયમિત સેવન કરવા થી એસીડીટી ને તે જડમૂળ મા થી નાબુદ કરી દે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવા મા ઉપયોગી :

નિયમીત એક ગ્લાસ છાશ ના સેવન થી કોલેસ્ટ્રોલ ના પ્રમાણ મા ઘટાડો જોવા મળે છે તથા તે હ્રદયરોગ ના હુમલા ના ભય ને પણ ઘટાડે છે.

કબજીયાત ને કરે દૂર :

જે વ્યક્તિ ને કબજીયાત રહેતી હોય તેના માટે છાશ એ અમૃત સમાન માનવા મા આવે છે. જે વ્યક્તિ ને કબજીયાત ની તકલીફ હોય તેઓ એ છાશ મા થોડો અજમો ઉમેરી ને થોડા સમય પીવા થી દૂર થાય છે. તેમજ પેટ ને સાફ કરવા માટે ઉનાળા મા ફુદિનાયુક્ત લસ્સી બનાવી ને તેનુ સેવન કરવુ.

પાચનશક્તિ ને વધારે :

જે વ્યક્તિ ને ખોરાક નુ યોગ્ય રીતે પાચન થતુ ન હોય અને વારંવાર અપચા ની ફરીયાદ કરતા હોય તેઓ એ છાશ મા ખાંડેલ જીરા નો ભૂક્કો, તીખા નો ભૂક્કો તથા નમક ને સરખી માત્રા મા નાખી સેવન કરવા થી પાચનક્રિયા મા સુધારો આવે છે.

લૂ થી રક્ષણ આપે :

જે વ્યક્તિ ને ઉનાળા મા લૂ લાગી ગઈ હોય અથવા તો અન્ય કોઈ શારીરિક તકલીફો થતી હોય તો તેઓ એ છાશ નૂ દરરોજ સેવન કરવુ જોઈએ. કેમ કે છાશ ઠંડી તાસીર ધરાવે છે.

આંખો ને રક્ષણ આપે :

ઉનાળા ની ઋતુ મા વ્યક્તિ ની આંખો મા અસહ્ય જલન થતી હોય તો તેઓ એ દહી ની મલાઈ ને પાંપણ પર લગાવવી તથા નિયમીત છાશ નુ પણ સેવન કરવુ. આમ કરવા થી આંખો ને ઠંડક મળે છે.