જ્યારે કોહલીએ રોહિત શર્માને પહેલી વાર બેટિંગ કરતા જોયો હતો ત્યારે આવુ હતું તેનું રિએક્શન

જ્યારે કોહલીએ રોહિત શર્માને પહેલી વાર બેટિંગ કરતા જોયો હતો ત્યારે આવુ હતું તેનું રિએક્શન

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ચોથી વન ડે મેચમાં 162 રનની ઇનિંગ રમી હતી. રોહિતની આ ઇનિંગ વિશે વેસ્ટ ઇન્ડીઝના એક પ્લેયરે કહ્યું કે જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરે છે અને આઉટ નથી થતો ત્યારે અમારી ટીમ પર કોઇ અસર નથી પડતી પરંતુ જ્યારે રોહિત શર્મા બેટિંગ કરે છે અને આઉટ નથી થતો ત્યારે અમારી ટીમ વિખેરાઇ જાય છે. ગૌરવ કપૂરના ચેટ શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં કોહલીએ રોહિત શર્માને પ્રથમ વખત જોયો તેનો એક કિસ્સો જણાવ્યો હતો.

વિરાટે જ્યારે રોહિતને પ્રથમ વખત બેટિંગ કરતા જોયો

વિરાટ કોહલીએ રોહિત શર્માને પ્રથમ વખત બેટિંગ કરતા જોયો તેનો એક કિસ્સો જણાવતા કહ્યું હતું, ‘તે સમયે દરેક રોહિત શર્મા વિશે વાત કરી રહ્યો હતો.દરેક કોઇ પૂછતું હતું કે રોહિત શર્મા એક નવો બેટ્સમેન છે અને તે શું રમે છે, મે ત્યાર સુધી રોહિતને જોયો નહતો.

હું કહેતો હતો- અમે પણ નવા પ્લેયર છીએ, અમારા વિશે પણ કોઇ વાત કરી લો.’વિરાટ કોહલી આગળ કહે છે, ‘World T20ના સમયે મે રોહિત શર્માને પ્રથમ વખત બેટિંગ કરતા જોયો હતો અને જોઇને ચોકી ગયો હતો કે શું રમે છે.

મે પછી વિચારી લીધુ કે હવે કઇ બોલવુ નથી. રોહિતને બેટિંગ કરતા જોઇને હું સમજી ગયો કે લોકો તેની આટલી કેમ પ્રશંસા કરી રહ્યાં હતા. જોરદાર રમે છે, મે રોહિત શર્મા કરતા સારી શોટ ટાઇમિંગ કોઇની નથી જોઇ.’

રોહિત શર્માએ સાતમી વખત કર્યો 150+નો સ્કોર

જેવી રીતે વિરાટ કોહલીએ તે શોમાં કહ્યું હતું, તેવી રીતે જ રોહિત શર્માએ પ્રદર્શન કર્યુ છે.મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોહિત શર્માએ 162 રનની ઇનિંગ રમી હતી અને ભારતે પોતાની વન ડે ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી હતી.

ભારતે વેસ્ટ ઇન્ડીઝને ચોથી વન ડેમાં 224 રને હરાવી સિરીઝ 2-1થી જીતી લીધી છે. રોહિત શર્માએ સાતમી વખત 150થી વધુનો સ્કોર પોતાની વન ડે કરિયરમાં બનાવ્યો છે જે વિશ્વમાં સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published.