પાકિસ્તાની મહિલા ક્રિકેટર સના મીરને ગમે છે ભારતનો આ ખેલાડી

પાકિસ્તાની મહિલા ક્રિકેટર સના મીરને ગમે છે ભારતનો આ ખેલાડી

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીરને ભારતના વિકેટ કીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પોતાનો ગમતો ભારતીય ક્રિકેટર ગણાવ્યો.

સુત્રો અનુસાર સના મીરને પૂછવામાં આવેલું કે તે આખો દિવસ કયા ક્રિકેટર સાથે રહેલા માંગશે તો તેની પર સનાએ એમએમસ ધોનીનું નામ લીધું. તે સિવાય સના મીરે પાકિસ્નના પીએમ અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનનું પણ નામ લીધું હતું.

સના મીર હાલમાં નબંર એક બોલક બની છે. તે પાકિસ્તાન ક્રિકેટની પહેલી ક્રિકેટર છે જેને આઇસીસી રેકિંગમાં નંબર એકની રેકિંગ હાંસલ કરી છે. સનાએ 663 રેટિંગ અંકની સાથે ઓસ્ટ્રેલિયાની મેગન શટને પાછળ છોડી, પાકિસ્કાનની મહિલા ટી-20 અને વનડે કેપ્ટન સનાએ 112 વનડે મેચમાં 136 વિકેટ લીધી છે. જ્યારે ટી-20માં તેનું નામ 76 શિકાર છે. સાથે જ તે 1558 વનડે અને 757 ટી-20 રન પણ બનાવી ચૂકી છે.

સના મીર હાલમાં ત્યારે ચર્ચામાં આવી હતી. જ્યારે તેને હેર રિમૂવલ ક્રીમ અને ફેરનેસ ક્રીમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. સના મીરે આ પ્રકારની જાહેરાત વિરુદ્ધ ફેસબુક પર એક મોટી પોસ્ટ લખી હતી.

તેમા તેને લખ્યું હતું કે તે ક્યારેય પણ હેર રિમૂવલ ક્રીમનો પ્રચાર નહીં કરે. રમતમાં આગળ વધનારી યુવા યુવતીઓને તેને મેસેજ આપતા જણાવ્યું કે રમતમાં સ્ટ્રોન્ગ આર્મ્સ હોવા જોઇએ નહી કે મુલાયમ આર્મ્સ..

Leave a Reply

Your email address will not be published.