ટેસ્ટ મેચ બાદ ધોનીએ T20માંથી પણ લીધો સંન્યાસ? વિરાટે આપ્યો સંકેત

ટેસ્ટ મેચ બાદ ધોનીએ T20માંથી પણ લીધો સંન્યાસ? વિરાટે આપ્યો સંકેત

ભારત અને વેસ્ટઈન્ડિઝ સીરિઝ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ફરી જણાવ્યુ હતુ કે, મહેન્દ્ર સિંહ ધોની વનડે ટીમનો મહત્ત્વનો ભાગ બની રહેશે અને આ અનુભવી વિકેટકીપર બેટ્સમેને યુવા ઋષભ પંત માટે જગ્યા બનાવવા માટે આગામી T20માં ન રમવાનો નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીએ ભારતની ઘરેલૂ પીચર પર વધુ એક શ્રેણી જીત્યા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, જો હું ખોટો ન હોઉં તો મને લાગે છે કે સિલક્ટર્સ પહેલા જ આ વાત અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

પહેલી વાત તો એ કે, તેમની જોડે વાત થઈ ગઈ છે. આથી, મને એવું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું, જે અંગે મારે અહીં બેસીને સમજાવવું જોઈએ.

મને લાગે છે કે, જે કંઈ થયુ, સિલેક્ટર્સ એ બધું જ જણાવી ચૂક્યા છે.

તેણે કહ્યુ હતુ કે, હું એ વાતચીતનો ભાગ નહોતો. આથી, સિલેક્ટર્સે જે જણાવ્યું, એવુ જ થયુ હતુ. મને લાગે છે કે, લોકો આ મુદ્દે વધુ પડતું જ વિચારી રહ્યા છે. જ્યારે, એવુ કંઈ જ નથી, એની હું ખાતરી આપી શકુ છું.

તેઓ હજુ પણ આ ટીમનો મહત્ત્વનો ભાગ છે અને મને લાગે છે કે, T20 ફોર્મેટમાં ઋષભ જેવા ખેલાડીઓને વધુ તક મળવી જોઈએ. મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી આગામી T20 મેચોની ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા અને એવી પણ સંભાવના છે કે, તે ભારત માટે ગેમના આ ફોર્મેટમાં ક્યારેય નહીં રમે.

વિરાટે વધુમાં જણાવ્યુ હતુ કે, તે નિયમિતરીતે વનડેમાં આપણા માટે રમે છે, આથી જો જોવા જઈએ તો તેઓ યુવાઓને મદદ કરવાના જ પ્રયત્નો કરી રહ્યા છે અને એવુ કંઈ જ નથી, જેવું તમે લોકો વિચારી રહ્યા છો અને કેપ્ટન તરીકે હું નિશ્ચિતરૂપે આ બાબતે તમને આશ્વાસન આપી શકું છું.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે કચડ્યું, સીરિઝ પર 3-1થી કર્યો કબજો

ભારતે ગુરુવારે ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવીને પાંચ મેચોની વનડે સીરિઝ પર 3-1થી કબ્જો જમાવી લીધો હતો. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને 31.5 ઓવરોમાં માત્ર 104 રનો પર પેવેલિયન ભેગી કરી દીધી હતી.

આ સરળ લક્ષ્યાંકને ભારતે 14.5 ઓવરોમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધો હતો. સીરિઝની બીજી મેચ ટાઇ રહી હતી, જ્યારે ત્રીજી મેચમાં વિન્ડિઝને જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયાના સલામી બેટ્સમેન રોહિત શર્માએ 55 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 63 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ અણનમ 33 રનોની ઈનિંગ રમી હતી. શિખર ધવન (6)ના રૂપમાં ભારતે પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. તેના પહેલા ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો સ્કોર કરવા દીધો નહોતો.

ટીમ માટે સૌથી વધારે 25 રન કેપ્ટન જેસવ હોલ્ડરે બનાવ્યા હતા. માર્લન સેમુએલ્સે 24 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રોવમેન પાવેલે 16 રન બનાવ્યા હતા.

આ ત્રણેય ખેલાડીઓ સિવાય મહેમાન ટીમનો કોઇ પણ બેટ્સમેન બે અક્ષરના આંકડાને પાર કરી શક્યો નહોતો. જ્યારે દેવેન્દ્ર બિશૂ 8 રન પર અણનમ રહ્યો હતો.

ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદને બે-બે વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.

13 વર્ષ પહેલા ધોનીએ આજના દિવસે બનાવ્યો હતો આ રૅકોર્ડ, જે કોઈ તોડી શક્યું નથી

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 13 વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે 31 ઓક્ટોબર 2005ના દિવસે શ્રીલંકા સામે જયપુરના સવાઈમાન સ્ટેડિયમમાં રમાયેલી વનડે મેચમાં 145 બોલમાં 183 રન ફટકાર્યા હતા. વિકેટકિપર બેટ્સમેન તરીકે વનડે ઇતિહાસમાં આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે, જે આજ દિન સુધી અન્યકોઈ વિકેટકિપર બેટ્સમેન બનાવી શક્યો નથી. તે સમયે ધોનીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન એડમ ગીલક્રિસ્ટના 172 રનનો રૅકોર્ડ તોડ્યો હતો.

વિકેટકિપર બેટ્સમેનના હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર

1. મહેન્દ્રસિંહ ધોની – 183* રન, 2005 (શ્રીલંકા વિરુદ્ધ)
2. ક્વિન્ટન ડી કોક – 178 રન, 2016 (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ)
3. એડમ ગિલક્રિસ્ટ – 172 રન, 20૦4 (ઝીમ્બાબ્વે વિરુદ્ધ)

શ્રીલંકાએ આપ્યો હતો 299 રનનો ટાર્ગેટ

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા સંગાકારાના 138 રનની શાનદાર ઇનિંગની મદદથી 298 રનનો સ્કોર કર્યો હતો.

એ દિવસોમાં 299 રનનો ટાર્ગેટ પડકાર રૂપ ગણાતો હતો પરંતુ ધોનીએ પોતાની શાનદાર ઇનિંગની મદદથી આ મોટા ટાર્ગેટને ખૂબ સરળતાથી પાર પડી લીધો હતો.

આ મેચમાં સચિન તેંદુલકરની વિકેટ 7 રને પડી જતા કેપ્ટન રાહુલ દ્રવિડે ધોનીને ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે ઉતાર્યો હતો. આ ઇનિંગમાં ધોનીએ 15 બાઉન્ડ્રી અને 10 સિક્સર ફટકાર્યા હતા.

ધોનીની આ વિસ્ફોટક ઇનિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ આ મેચ માત્ર 46.1 ઓવરમાં જ 303 રન બનાવીને 6 વિકેટે જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.