બજારમાં આવી રહ્યો છે Xiaomiનો સૌથી સસ્તો ફોન જાણી લો નામ અને કીમત વિષે.

બજારમાં આવી રહ્યો છે Xiaomiનો સૌથી સસ્તો ફોન જાણી લો નામ અને કીમત વિષે.

ભારત માં  Xiaomi કંપની ના ફોન ખુબ જ પ્રચલિત છે. ઓછા બજેટ માં વધુ ફીચર્સ મળે છે આ ફોન માં  આ કંપની  સ્માર્ટફોન Redmi Go ને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે.  આ ફોન માં Go ઓપરેટીંગ  સીસ્ટમ હશે. ફક્ત ભારત માં જ નહિ પણ દુનિયામાં ઘણા દેશો માં લોન્ચ થવા જઈ   રહ્યો છે. આ    ફોન  Xiaomi નો સૌથી સસ્તો ફોન છે.

આ સ્માર્ટફોનનો પહેલો સેલ ક્યારે હશે તેના વિશે હાલમાં કોઈ તારીખ નથી. સ્માર્ટફોનના લોન્ચિગ પછી જ તેના પ્રથમ સેલની તારીખ વિશે ખબર પડશે. Xiaomi  તેના દરેક ફોન ઓનલાઈન સેલ માં જ વહેચતી હોય  છે. પહેલેથી જ એમની  આ  સીસ્ટમ રહી  છે. આ ફોન ને લેવા માટે લોકો ની પડાપડી બોલતી હોય છે.  એમના ફોન માં ઘણા ફીચર્સ હોય  છે. Redmi Go  માં પણ ખુબ જ સારા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ ફોન ગૂગલના Android Go પ્લેટફોર્મ પર કામ કરે છે. સાથે ફોન માં  ગૂગલની લાઇટ ગો એપ્લિકેશન આપવામાં આવી છે. આ ફોન માં  ઘણા કલરમાં લોન્ચ થશે. સંભવિત   કલર લાલ, કાળો,  અને બ્લુ હશે. સાથે 5 ઇંચનું એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સાથે ફોન માં ક્વોડકોર 425 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.આ પ્રોસેસરને મુખ્યત્વે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન માટે તૈયાર કરાવામાં આવ્યું છે.

આ ફોન ૩૦૦૦ કે 4000 માં મળશે. ચોક્કસ કીમત ખબર નથી. આ ફોન ખુબ જ સસ્તો મળશે. સાવ ઓછા બજેટ માં લોકો લઇ શકશે આ ફોન.  ફોનમાં 1 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. તેમાં મેમરી કાર્ડ માટે પણ સ્પેસ આપવામાં આવી છે  અને આ ફોન માં 128GB સુધી એક્સ્તેન્ડ કરી શકાય છે. આ કંપની તેના ઓછા બજેટ માં જોરદાર ફીચર્સ આપવા માટે ફેમસ છે. જો તમે પણ 5000 ની અંદર ના બજેટ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ હમણાં જ લોન્ચ થશે આ ફોન અને તમને ઓછા બજેટ માં સારા ફીચર્સ પણ મળશે.  થોડા સમય માં જ તમે પણ આ ફોન ઓનલાઈન ખરીદી શકશો.