વાળમા મહેંદી કરતા પહેલા ઉમેરો ફક્ત આ ૪ વસ્તુ, મૂળમાંથી કાળા બની જશે વાળ

વાળમા મહેંદી કરતા પહેલા ઉમેરો ફક્ત આ ૪ વસ્તુ, મૂળમાંથી કાળા બની જશે વાળ

આપણી બદલાયેલી જીવનશૈલી ના કારણે આજકાલ નાની ઉમર માં લોકોના વાળ સફેદ થઈ જાઈ છે. અને બીજી પણ અનેક સમસ્યા થાઈ છે. જેવી કે વાળ ખરવા, ખોરો થવો, ખંજવાળ આવવી, વાળ ફાટી જવા વગેરે જેવી સમસ્યા નો સામનો લોકો કરી રહ્યા છે. અહી અમે તમને એવી ચાર વસ્તુ બતાવીશુ જે મેંદી માં નાખીને વાળ માં નાખવાથી તમારા વાળ કાળા અને લાંબા થઈ જશે. તે ઉપરાંત સિલ્કી અને સ્મૂથ પણ થઈ જશે. તો ચાલો જાણીએ તે કઈ ચાર વસ્તુ છે અને તેને મેંદી માં કેવી રીતે નાખવી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે.

આ પેક સ્ત્રી કે પુરુષ કોઈપણ લગાવી શકે છે, નાના બાળકો પણ આનો ઉપયોગ કરી શકે છે. સફેદ વાળ માં આ પેક લગાડવાથી તમારા વાળ કાળા બને છે. તો ચાલો જાણીએ મહેંદી પેક બનાવવાની રીત

મહેંદી હેર પેક બનાવવા માટેની સામગ્રી:

એક ગ્લાસ પાણી,
2 ચમચી આંબળાનો પાવડર,
2 ચમચી હર્બલ મહેંદી,
2 ચમચી ભૃંગરાજ પાઉડર,
2 ચમચી ગુલમહોર ના ફૂલનો પાવડર
2 ચમચી શિકાકાઈ પાવડર,

પેક બનાવવાની રીત:

આ પેક રાત્રે જ બનાવી લેવાનું છે અને સવારે તેનો ઉપયોગ કરવાનો છે. એક લોખંડનું વાસણ લેવું. તમારી પાસે લોખંડનું કોઈ વાસણ ન હોય તો તમે અન્ય કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાઈ છે.

એક ગ્લાસ પાણી લેવું. પછી તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરવું. તેમાં બે ચમચી આંબળાનો પાવડર નાખી હલાવવું. પછી તેને થોડીવાર ધીમા તાપે ઉકાળવું પછી ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ તેને થોડું ઠંડુ થવા દેવું. સાવ ઠંડુ નથી કરવાનું. થોડું ઠંડુ થયા બાદ તેમાં હર્બલ મહેંદી નાખી તેને બરાબર મિક્સ કરી પછી તેમાં ભૃંગરાજ પાવડર નાખી હલાવી લેવું.

ત્યારબાદ તેમાં શિકાકાઈ પાવડર નાખીને બરાબર મિક્ષ કરવું. છેલ્લે તેમાં ગુલમહોરનો પાવડર નાખીને બધુ બરાબર હલાવીને ભેળવી દેવું. હવે તમારું પેક તૈયાર થઈ ગયું છે. તેને આખી રાત ઢાંકીને એકબાજુ મૂકી દેવું.

આંબળા અને શિકાકાઈ વાળને સિલ્કી, શાઈની અને લાંબા બનાવે છે. અને મહેંદી નાખવાથી વાળ કાળા અને સુવાળા બને છે, તેમજ શિકાકાઈ પાવડર થી વાળમાં ખંજવાળ આવતી નથી અને ગુલમહોરના ફૂલનો પાવડર વાળને મજબૂત બનાવે છે. માટે વાળ ખરતા નથી.

વાળમા લગાવવાની રીત:

વાળ ધોઈને પછી વાળ માં કોઈ પણ તેલથી ખુબ જ સરસ રીતે હળવા હાથે મસાજ કરીને આખી રાત વાળ માં તેલ રહેવા દેવું. સવારે વાળને શેમ્પુથી ધોઈ લેવાના છે વાળ ધોયા બાદ વાળને થોડા સુકાવા દેવાના છે. પછી વાળની ઘૂંચ કાઢી આપણે બનાવેલ મહેંદીનું હેર પેક લગાવવાનું છે. વાળના મૂળમાં પણ લગાડવાનું છે. આ પેક વાળ માં એક કલાક સુધી રાખવાનું છે. તેનાથી વધારે સમય નહિ. પછી વાળ ને ઠંડા પાણીથી ધોઈ નાખવા.

તમારા વાળ સફેદ થઈ ગયા હશે તો આ પેક લગાડવાથી તમારા વાળ કુદરતી કાળા બનશે. આ પેક અઠવાડિયામાં એક વાર લગાવવાનું છે તમારા વાળ કાળજ છે તો પણ તમે આ પેક લગાવી શકો છો તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.