લગ્નની સાવ સસ્તી શોપિંગ કરવી છે? તો જલ્દી પહોંચો દિલ્હીના આ ખાસ શોપિંગ માર્કેટમાં

લગ્નની સાવ સસ્તી શોપિંગ કરવી છે? તો જલ્દી પહોંચો દિલ્હીના આ ખાસ શોપિંગ માર્કેટમાં

લગ્નનની સિઝન શરૂ થઇ ગઇ છે અને તેની સાથે જ બજારમાં ચમક દેખાઇ રહી છે. લગ્નના સમયે યુવક અને યુવતી બંને પોતાને સૌથી સારા લૂકમાં જોવા માંગે છે. અને તે માટે ડિઝાઇનર વેર લઇ ખિસ્સા પર પણ ભાર આપવા સુધી ખચકાતા નથી હવેની જનરેશન પોતાના લગ્નના દરેક ફંકશનને યાદગાર બનાવવા કોઇ પણ હદ સુધી ખર્ચો કરવા તૈયાર થાય છે ત્યારે ઘણા એવા માર્કેટ છે જે ખાસ કરી લગ્નની શોપિંગ માટે વખાણવામાં આવે છે.

મોલ અને વેપારીઓની તો વાત જ શુ કરવી એ લોકો એ તો લગ્નના અગાઉ ખાસ્સો સ્ટોક પણ ભરી લીધો છે ગ્રાહકની પાસે વિકલ્પોની કોઇ ઉપણ નહી રહે.

પરંતુ એવામાં એક સમસ્યા હંમેશા સામે આવે છે કે આટલા વિકલ્પોમાંથી આપ શું પસંદ કરો છો? કઇ વસ્તુ વાધારે સારી છે, કયાંથી આપણા બજેટની સારી વસ્તું મળી રહેશે.

એવા જ તમામ પ્રશ્નો અને ગુંચવણને દૂર કરવા માટે અમે અહી તમને દિલ્હીની બેસ્ટ માર્કેટ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જ્યાંથી તમે તમારા બજેટમાં શોપિંગ કરી શકો છો લગ્ન સાથે જોડાયેલી દરેક શોપિંગ જેમાં ઝુમખાથી લઇ ઝાંઝર સુધી અસે સાડીથી લઇ નાઇટી સુધીની શોપિંગ કરી શકાશે

કરોલ બાગ

જો આપ લેટેસ્ટ ટ્રેન્ડના વેડિંગ આઉટફિટની શોધમાં છો તો કરોલ બાગમાં તમને લગ્ન સાથે જોડાયેલી દરેક વસ્તુ મળી જશે. અહીં દરેક પ્રકારના બજેટમાં લગ્નની શોપિંગ કરી શકાય છે. સ્પેશ્યલી કરોલ બાગ માર્કેટ ચંપલ માટે વખાણવામાં આવે છે

ચાંદની ચોક 

તમે ઇચ્છો તો લગ્ન સાથે જોડાયેલા બીજા ફંક્શન માટે આઉટફિટ અન્ય જગ્યા પરથી લઇ શકો છો પરંતુ તમારા લગ્ન માટે તમારે બીજે કયાંથી જવાની જરૂર નથી, કારણ કે આનાથી સારૂ કલેક્શન તમને કોઇ અન્ય જગ્યા પરથી મળશે નહી.

તમે તમારી પસંદની કોઇ પણ ડિઝાઇન ત્યાંના ડિઝાનરને આપી તે તમારી મનપસંદ આઉટફિટ બનાવી આપશે, પરંતુ ઓર્ડર લાંબા સમય પહેલા કરવો અનિવાર્ય, કારણ કે વેડિંગ સિઝનમાં અહી ઘણી ભીડ રહે છે જેનાથી તમારો પોષાક થોડા સમય બાદ તૈયાર થઇ શકે છે.

લાજપત નગર

આમ તો લાજપત નગરમાં ડિઝાઇનર સ્ટોર છે પરંતુ આ માર્કેટ શૂઝ માટે બેસ્ટ છે. જો તમે લગ્નનની ચોલી માટે મેચિન્ગ મોજડી શોધી રહ્યાં છે તો લાજપત નગર બેસ્ટ છે. જો તમે આ માર્કેટની બીજી તરફ જાઓ તો ત્યાં તમને કસ્ટમ જ્વેલરીનું ઘણું કલેક્શન મળી રહેશે આ ગલીને જાદુઇ ગલી પણ કહેવાય છે.

શાહપુર જાટ

શાહપુર જાટ ડિઝાઇનરવેરનું કેન્દ્ર ગણાય છે. અહી દુલ્હનના લગ્નના જોડાની સાથે અન્ય પણ ડિઝાઇનર આઉટફિટ્સ મળી શકે છે. આમ તો ડિઝાઇનર આઉટફિટ ઘણાં મોઘા હોય છે પરંતુ અહી તમને આ પોષાક તમારા બજેટ અને પોકેટના હિસાબથી ઓછી કિંમતમાં મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published.