સ્મશાન ધાટમાં મહિલાઓને જવાની મનાઈ શા માટે હોય છે, જાણો તેનું સાચું કારણ

સ્મશાન ધાટમાં મહિલાઓને જવાની મનાઈ શા માટે હોય છે, જાણો તેનું સાચું કારણ

હિંદુ ધર્મ માં કુલ ૧૬ સંસ્કાર હોય છે જેમાં વ્યક્તિ ની મૃત્યુ થયા પછી અંતિમ એટલે કે ૧૬માં સંસ્કાર ની ક્રિયાઓ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ ના મરણ પછી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને દેહ સંસ્કાર કરવામાં આવે છે. મૃત વ્યક્તિ ની શબ યાત્રા અને અંતિમ સંસ્કાર માં પરિવાર ના બધા જ પુરુષ હાજર હોય છે પરંતુ ઘર ની મહિલાઓ ને આ અંતિમ ક્રિયા માં તેમને હાજર રહેવા દેવામાં નથી આવતા. છેવટે આવું કેમ હોય છે કે મહિલાઓ દેહ સંસ્કાર માં હાજર નથી રહી શકતી. તો ચાલો જાણીએ આની પાછળ નું સાચું કારણ.

એવું માનવામાં આવે છે કે સમશાન ઘાટ ઉપર હંમેશા નકારાત્મક ઉર્જા ફેલાયેલી હોય છે. મહિલાઓ ના સ્મશાન ઘાટ ઉપર જવા થી નકારાત્મક ઉર્જા સરળતાથી તેમના શરીર માં પ્રવેશ કરી શકે છે કેમકે સ્ત્રીઓ કોમળ હૃદય ની માનવામાં આવે છે. સાથે જ નકારાત્મક ઉર્જા થી તેમની અંદર બીમારી ફેલાવવાની સંભાવના પણ વધારે હોય છે.

મહિલાઓનું મન કમજોર અને કોમળ હોય છે, સ્મશાન માં જે દ્રશ્યો હોય છે તેમને જોઇને તે પોતાની જાત ને વિલાપ કરવાથી નથી રોકી શકતી. જેનાથી મૃત આત્મા ને પણ દુખ થાય છે. આ કારણ થી પણ મહિલાઓ સ્મશાન માં નથી જઈ શકતી.

હિંદુ માન્યતાઓ ની અનુસાર અંતિમ સંસ્કાર માં પરિવાર ના સદસ્યો ને પોતાના વાળ કપાવવા પડે છે અને શબ ને બાળતી વખતે વાતાવરણ માં કીટાણું ફેલાઈ જાય છે અને તે શરીર ના કોમળ ભાગ માં ચોંટી જાય છે. આટલા માટે સ્મશાન માં વાળ કાપ્યા બાદ સ્નાન કરવામાં આવે છે. જયારે મહિલાઓ ના મુંડન ને શુભ માનવામાં નથી આવતું. આટલા માટે પણ મહિલાઓ ને સ્મશાન માં પ્રવેશ આપવામાં આવતો નથી.

એવી પણ માન્યતા છે કે સ્મશાન ઘાટ ઉપર મૃત આત્માઓ ભટકતી રહેતી હોય છે, એવા માં મહિલાઓ ના શરીર માં તે આત્માઓ નો પ્રવેશ થવાની સંભાવના સૌથી વધારે રહે છે. આટલા માટે સ્મશાન માં મહિલાઓ ના જવા ઉપર મનાઈ રાખવામાં આવે છે.