શુક્રવારના દિવસે ભૂલથી પણ ના કરવા આ કામ નહિ તો માતા લક્ષ્મી તમારા પર થશે ક્રોધિત

શુક્રવારના દિવસે ભૂલથી પણ ના કરવા આ કામ નહિ તો માતા લક્ષ્મી તમારા પર થશે ક્રોધિત

મિત્રો , હિન્દુ ધર્મ મા ધન ના દેવી લક્ષ્મી માતા ને ગણવામા આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જે ઘર મા માતા લક્ષ્મી વસતા હોય છે તે ઘર મા ક્યારેય નાણા ની ઉણપ રહેતી નથી. આથી દરેક લોકો માતા લક્ષ્મી ને રાજી કરવા માટે પ્રયત્નો કરતા હોય છે.

હિન્દુ ધર્મ મા હજુ એક એવી માન્યતા છે કે દરેક દેવી-દેવતાઓ ના પૂજન માટે એક ખાસ વાર હોય છે. આમા શુક્રવાર ના દિવસ ને લક્ષ્મીજી ના પૂજન માટે નો ખાસ દિવસ ગણવા મા આવે છે. શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા નુ વ્રત કરી તેમનુ પૂજન કરવા મા આવે તો અતિ શુભ ગણાય છે.

શુક્રવાર ના દિવસે એવુ એક પણ કાર્ય ના કરવુ જેથી લક્ષ્મીજી ક્રોધિત થઈ જાય અને ઘર થી ચાલ્યા જાય. આપણે એ તો જાણ્યુ કે શુક્રવાર ના દિવસે લક્ષ્મીજી નુ પૂજન કરવા થી કે લક્ષ્મીજી નુ વ્રત રાખવા થી તે આપણા પર પ્રસન્ન થાય છે પરંતુ , શુ તમે જાણો છો કે અમુક એવા કાર્યો પણ છે જે શુક્રવારે કરવા મા આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જશે. ઘર ની આર્થિક સ્થિતિ નબળી પડશે. હાલ આ લેખ મા તમને જણાવીશુ કે શુક્રવારે કયા કાર્યો ના કરવા ?

આ કાર્યો મા નુ એક કાર્ય છે સંધ્યા સમયે સૂઈ જવુ. આ સમય પ્રભુ ના પૂજન માટે નો સમય ગણાય છે. આ સમયે ઘર મા પોઝિટીવ એનર્જી હોવી અત્યંત જરૂરી છે. બધા દેવી-દેવતાઓ સંધ્યા સમયે કાર્યરત રહે છે. જો સંધ્યા સમયે ઘર મા રહેતા કોઈ પણ વ્યક્તિ સૂઈ જાય તો ઘર મા આળસભર્યુ વાતાવરણ છવાઈ જાય છે. જેથી , ઘર મા લક્ષ્મીજી નુ આગમન થતુ નથી તથા ઘર મા લક્ષ્મીજી વસતા નથી.

બીજુ છે ઘર મા ગંદકી ફેલાવવી. મિત્રો , આપણા ઘર ને બને તેટલુ ચોખ્ખુ રાખવુ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. જે ઘર મા સ્વચ્છતા હશે ત્યા લક્ષ્મીજી અવશ્ય વાસ કરે છે. લક્ષ્મીજી ને ચોખ્ખાઈ વધારે પસંદ હોય છે. જો તમારુ ઘર સ્વચ્છ હોય તો સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે. જે માતા લક્ષ્મીને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ત્રીજુ છે કોઈ સ્ત્રી નુ અપમાન. કોઈપણ ઘર ના સ્ત્રી ને લક્ષ્મી નુ સ્વરૂપ ગણાય છે. તેથી , તેમનુ સન્માન હંમેશા જાળવી રાખવુ જોઈએ. ક્યારેય કોઈપણ પરિસ્થિતિ મા તેનુ સ્વમાન ના ઘવાવુ જોઈએ. જે ઘર મા સ્ત્રીઓ નુ સન્માન જળવાતુ નથી ત્યા માતા લક્ષ્મી ક્યારેય પણ નથી વસતા.

ચોથુ છે કોઈપણ પ્રાણીઓ કે ઝેરી જીવજંતુ ની હત્યા. જો શુક્રવાર ના દિવસે ભૂલ થી પણ કોઈ પ્રાણી કે જીવજંતુ ને હાનિ પહોચી જાય જેમ કે , ઉંદર , ગરોળી , કૂતરા તેમજ અન્ય જીવો ને કોઈપણ જાત નુ નુકશાન ના પહોચાડવું. આ ઉપરાંત માંસાહાર નુ પણ સેવન ના કરવુ. જો આ ચાર બાબતો ની ખાસ કાળજી લેવા મા આવે તો તમારા ઘર મા અવશ્ય લક્ષ્મીજી નો વાસ થાય છે.