નકારાત્મક શક્તિઓને દુર કરવા માટે માત્ર એક ગ્લાસ થી કરો આ ઉપાય, ૨૪ કલાક માં દેખાશે અસર

નકારાત્મક શક્તિઓને દુર કરવા માટે માત્ર એક ગ્લાસ થી કરો આ ઉપાય, ૨૪ કલાક માં દેખાશે અસર

શું તમને ક્યારેય પણ તમારા ઘર માં નકારાત્મકતા નો અનુભવ થયો છે. ક્યારેક એવું લાગે છે કે ઘર માં તમારા સિવાય પણ કોઈ બીજું પણ છે, પણ દેખાતું કોઈ નથી. અથવા તો કોઈ તમારી આજુ બાજુ હરતું ફરતું હોય તેવો તમને આભાસ થાય. અને કોઈ નજરે ના ચડે. જો આવું થતું હોય તો આ નકારાત્મક શક્તિઓ નો સંકેત છે. આનો અર્થ એ છે કે તમારા ઘર માં નકારાત્મક શક્તિઓ એ વાસ કરી લીધો છે. પરંતુ તમારે આનાથી ડરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે તમે માત્ર પાણી ના એક ગ્લાસ થી તમારા ઘર ને તેનાથી મુક્ત કરી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે..

નકારાત્મક શક્તિઓ ને ઘર માંથી બહાર કાઢવા માટે સૌથી પહેલા તમારે નેગેટીવ એનર્જી ની શોધ કરવી પડશે, ઘર માં કઈ જગ્યા પર નેગેટીવ એનર્જી રહેલી છે તેની માહિતી મેળવવી પડશે. ત્યાર બાદ એક સાફ પારદર્શી કાચ નો ગ્લાસ લો. તેમાં તમે એક તૃતીયાંશ ભાગ જેટલું સિંધવ નમક નાખી દો. બાકી વધેલા ભાગ ને પાણી થી ભરી લો.

હવે ગ્લાસ ને ઘર ના તે સ્થાન ઉપર રાખી દો. જે જગ્યા એ તમને સૌથી વધારે નકારાત્મક શક્તિઓ નો અનુભવ થતો હોય. આ ગ્લાસ ને પુરા ૨૪ કલાક માટે તે જ જગ્યા ઉપર મૂકી રાખો. એક વાત નું ધ્યાન રાખો કે ૨૪ કલાક સુધી કોઈ પણ આ ગ્લાસ ને હલાવો કે હાથ ન લગાવે.

૨૪ કલાક પુરા થયા બાદ તે પાણી ને જુઓ કે તે પાણી સાફ છે કે નહિ. સાથે જ જો પાણી માં કોઈ પણ પ્રકારના બુડબુડા નથી તો તેનો મતલબ એ થાય છે કે તમારા ઘર માં કોઈ પણ પ્રકાર ની નકારાત્મક શક્તિ નથી.

તેમજ જો પાણી માં બુડબુડા છે અથવા તો પાણી નો રંગ બદલાઈ ગયો છે તો તેનો અર્થ એ થાય છે કે તમારા ઘર માં નકારાત્મક શક્તિઓ રહેલી છે. એવા માં ડરો નહિ અને તે પાણી ને ટોયલેટ માં નાખીને ફ્લશ કરી દો.