મોટા ભાગના લોકો નથી જાણતા હિંદુ ઘર્મ માં ફેરા ના સમયે વધુ નું વર ની ડાબી બાજુ બેસવાનું સાચું કારણ  

મોટા ભાગના લોકો નથી જાણતા હિંદુ ઘર્મ માં ફેરા ના સમયે વધુ નું વર ની ડાબી બાજુ બેસવાનું સાચું કારણ  

હિંદુ ઘર્મ માં વિવાહ નું મહત્વ પૂર્ણ સ્થાન છે, આ ઘર્મ માં વિવાહ ના બધા રીવાજો નું અલગ જ મહત્વ છે. પછી તે મંગળસુત્ર અને સિંદુર હોય કે સાત ફેરા. હિંદુ ઘર્મ માં ફેરા વગર ના વિવાહ ને વિવાહ નથી માનવામાં આવતા. સાત ફેરા ને અહિયાં સાત જન્મ થી જોડી ને જોવામાં આવે છે. તમે જોયું હશે કે વિવાહ ની વિધિ શરુ થતા પહેલા વધુ, વર ની જમણી બાજુ બેસે છે પરંતુ ત્રીજા કે ચોથા ફેરા પછી વધુ, વર ની ડાબી બાજુ આવીને બેસે છે. તમે ક્યારેય એ વાત ઉપર ધ્યાન આપ્યું કે ફેરા ના સમયે કેમ વધુ હમેશા વર ની ડાબી બાજુ બેસે છે? જો નહિ તો ચાલો આજે અમે જણાવીશું આ પાછળ નું સાચું કારણ.

હિંદુ વિવાહ માં

સૌથી પહેલા વાત કરીએ હિંદુ વિવાહ ની, અહિયાં પણ દુલ્હન ને વરરાજા ની ડાબી બાજુ બેસાડવામાં આવે છે. અને આ પરંપરા આજીવન ચાલે છે. દરેક ધાર્મિક અનુષ્ઠાન માં પત્ની પતિ ની ડાબી બાજુ જ બેસે છે. વધુ વર ની ડાબી બાજુ બેસે છે, આટલા માટે પત્ની ને વામાંગી પણ કહેવામાં આવે છે.

જ્યોતિષ અનુસાર

આનું એક કારણ જ્યોતિષ શાસ્ત્ર એ જણાવે છે કે પત્ની નું સ્થાન પતિ ની ડાબી બાજુ જ હોય છે. કેમકે શરીર અને જ્યોતિષ, બંને વિજ્ઞાન માં પુરુષ ની ડાબી બાજુ અને સ્ત્રી ની જમણી બાજુ ને શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

હસ્તરેખા ના અનુસાર

હસ્તરેખા શાસ્ત્ર માં પણ મહિલાઓ નો ડાબો અને પુરુષ નો જમણો હાથ જ જોવામાં આવે છે. શરીર વિજ્ઞાન ના અનુસાર મનુષ્ય ના શરીર નો ડાબો ભાગ મસ્તિષ્ક ની રચનાત્મક અને જમણો ભાગ તેના કર્મ નું પ્રતિક છે.

અન્ય ધર્મ માં પણ છોકરી નું આ જ સ્થાન છે

જો તમને લાગી રહ્યું હોય કે માત્ર આપણા ધર્મ માં જ પરિણીત છોકરી નું તેના પતિ ની સાથે બેસવાનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે તો એવું બિલકુલ નથી. ખ્રિસ્તી ધર્મ ની રીતે થતા લગ્ન માં પણ છોકરી અને છોકરા નું સ્થાન, હિંદુ ધર્મ ની રીતે થતા લગ્ન ની જેમ જ હોય છે, અને ખ્રિસ્તી વિવાહ સમયે દુલ્હન આવીને પોતાના થનારા પતિ ની ડાબી બાજુ આવીને ઉભી રહી જાય છે. ખ્રિસ્તી ધર્મ ની અનુસાર છોકરા નું છોકરી ની જમણી બાજુ રહેવું તે છોકરી ની રક્ષા નું નિશાન છે અને છોકરા તાકાત નું પ્રતિક હોય છે.