અહી વાંચો “કિન્નર” વિષેના દરેક ગાઢ રહસ્યો, તેના જન્મથી લઈને લગ્ન, મૃત્યુ અને મળેલા વિશિષ્ટ વરદાન વિષે

અહી વાંચો “કિન્નર” વિષેના દરેક ગાઢ રહસ્યો, તેના જન્મથી લઈને લગ્ન, મૃત્યુ અને મળેલા વિશિષ્ટ વરદાન વિષે

મિત્રો , આપણા સમાજ મા મુખ્યત્વે બે જાતિઓ વસવાટ કરે છે પુરુષ અને સ્ત્રી. પરંતુ , આ ઉપરાંત પણ એક જાતિ આપણા સમાજ મા અસ્તિત્વ ધરાવે છે. પરંતુ , તેની અવગણના કરવા મા આવે છે. આ જાતિ છે કિન્નર. તમને આ જાતિ ના લોકો વિશે અનેક મૂંઝવણો મન મા સમાયેલી હશે. પરંતુ , આજે તમારી આ દરેક મૂંઝવણ નુ સમાધાન કરવા નો પ્રયત્ન કરશુ.

સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થતો હશે કે કોઈપણ સ્ત્રી ના ગર્ભ મા ઉછરતુ બાળક કિન્નર કેવી રીતે બને છે ? શા માટે આ ગર્ભ ઉછરતા બાળક મા સ્ત્રી અને પુરુષ બંને ના ગુણો આવે છે ? જો આપણે સાયન્ટિફિક દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો ગર્ભ ધરાવતી સ્ત્રી ના શરૂઆત ના ત્રણ માસ ખુબ જ નાજુક હોય છે.

માટે જો ગર્ભ કર્યા થી ત્રણ માસ ના સમયગાળા સુધી જો કોઈ સ્ત્રી કોઈપણ મેડિસીન ના હેવી ડોઝ તથા ભૂલ થી કોઈ અન્ય મેડિસીન નુ સેવન કરી લે તો શરીર મા હોર્મોનલ સમસ્યા નુ સર્જન થાય છે અને તે સ્ત્રી સાથે આકસ્મિક રીતે આ જાતિ ના બાળક નો જન્મ થવા ની શક્યતાઓ વધી જાય છે. માટે ગર્ભાવસ્થા ના શરૂઆત ના ત્રણ માસ દરમિયાન સ્ત્રીઓ એ પોતાના શરીર ની ખાસ કાળજી લેવી.

આ હતુ સાયન્ટિફિક કારણ હવે જાણીએ શાસ્ત્રો મા આ વિશે શુ કહેવાયુ છે ?

જો આધ્યાત્મ ના દ્રષ્ટિકોણ થી આ બાબત પર ચર્ચા કરીએ તો આ વિશે નો ઉલ્લેખ ગરુડ પુરાણ મા કરવા મા આવ્યો છે. આ શાસ્ત્ર મા જણાવાયુ છે કે કયા કર્મો ના ફળરૂપ તમને કિન્નર નો અવતાર પ્રાપ્ત થાય છે ? જે પુરુષ બળાત્કાર જેવો ગુનો કરે છે તેમને આવનાર જન્મ કિન્નર નો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો ચોરી, લુંટફાટ , બળાત્કાર , ખૂન જેવા ગુનાઓ આચરે છે. તેવા લોકો ને આવતો જમ કિન્નર નો પ્રાપ્ત થાય છે.

હવે આ ઉપરાંત ની અન્ય બાબતો વિશે ની ચર્ચા કરીએ. જ્યારે પણ કોઈ બાળક કિન્નર જન્મે છે ત્યારે કિન્નર સમાજ દ્વારા આ બાળક નુ ભરણપોષણ કરવા મા આવે છે અને જેમ – જેમ તે મોટુ થતુ જાય છે. તેમ – તેમ તેને કિન્નરો સાથે જોડાયેલી પ્રથાઓ મા જોડવા મા આવે છે.

આપણે સૌ એ નિહાળ્યુ હશે તથા અનુભવ્યુ પણ હશે કે મોટાભાગે શુભ પ્રસંગો પર આ કિન્નર સમાજ ના લોકો આવતા હોય છે અને હર્ષોલ્લાસ થી નાચવા માંડતા હોય છે અને શુકન રૂપે પૈસા ની માંગણી કરતા હોય છે. આ પ્રથા પાછળ એક રોચક વાર્તા છૂપાયેલી છે. જેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણ મા થી પ્રાપ્ત થાય છે.

જ્યારે શ્રી રામ વન મા વસવાટ કરવા જઈ રહ્યા હતા. ત્યારે સમગ્ર અયોધ્યા ની પ્રજા તથા કિન્નરો શ્રી રામ ની પાછળ ચાલવા માંડયા. ત્યારે પ્રભુ શ્રી રામ બધા ને અયોધ્યા પરત જવા નુ જણાવે છે. આ પછી જ્યારે ૧૪ વર્ષ નો વનવાસ પૂર્ણ કરી ને શ્રી રામ જ્યારે અયોધ્યા પરત ફરે છે ત્યારે અયોધ્યા ની ભાગોળે કિન્નરો તેમની રાહે ૧૪ વર્ષ થી તે જ જગ્યાએ ઉભેલા હતા.

તેમની આ અતુટ શ્રધ્ધા અને ભક્તિ જોઈ ને પ્રભુ શ્રી રામે તેમને આશિર્વાદ આપ્યા કે તેમના મુખ મા થી નિકળેલા આશિર્વાદ ક્યારેય પણ ખાલી નહી જાય. તેમને જે પણ માન-સન્માન તથા આદર આપશે. તેમનુ કયારેય બૂરુ નહી થાય. મિત્રો ,પ્રાચિન કાળ થી દરેક મનુષ્ય કોઈ ને કોઈ વ્યક્તિ ને પોતાના ગુરૂ તરીકે પૂજતો હોય છે. તેવી જ રીતે આ લોકો ને પણ ગુરૂ હોય છે અને તે ગુરૂ ને એ પણ ખ્યાલ હોય છે કે કયા કિન્નર નુ મૃત્યુ ક્યારે નિપજશે ?

આ કિન્નર લોકો ના મૃત્ય ની માહિતી મેળવતા પૂર્વે તેમના વૈવાહિક જીવન અંગે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તમારા મન મા એ મૂંઝવણ જરૂર ઉદ્દભવી હશે કે શુ કિન્નર ના પણ લગ્ન થતા હશે ? તો તેનો ઉત્તર છે હા. કિન્નરો ના લગ્ન દેવ એરાવન સાથે થાય છે. આ પ્રથા પાછળ પણ એક રોચક કથા છુપાયેલી છે. જેનો સીધો સંબંધ મહાભારત સાથે છે.

મહાભારત મા એવો ઉલ્લેખ કરાયો છે કે પ્રભુ શ્રી કૃષ્ણ એ એક દિવસ માટે સ્ત્રી નો અવતાર ધારણ કરી ને એરાવન સાથે વિવાહ કર્યા હતા. માટે ત્યાર થી કિન્નરો પણ એરાવન સાથે વૈવાહિક સંબંધોએ જોડાય છે. તેની વિસ્તૃત વાર્તા આ પ્રમાણે છે. એક વખત અર્જુને દ્રોપદી સાથે વૈવાહિક સંબંધે જોડાયા બાદ ની શરત નુ ઉલ્લંઘન કર્યુ હતુ.

જેના લીધે તેને ૧ વર્ષ માટે ઈન્દ્રપ્રસ્થ મા થી હંકારી કાઢવા મા આવ્યો હતો. માટે અર્જુન દક્ષિણ ભારત મા ચાલ્યો ગયો હતો. જ્યા તેમની મુલાકાત એક નાગ સાથે થઈ. આ નાગ કન્યા પહેલી જ નજર મા અર્જુન ને પોતાનુ હ્રદય આપી બેઠી અને અર્જુન ને પણ તે નાગ કન્યા સાથે પ્રેમ થઈ ગયો. બંને વૈવાહિક સંબંધે જોડાયા અને તેમનો એક પુત્ર પણ જનમ્યો અને આ પુત્ર એટલે એરાવન દેવ.

જ્યારે એરાવન દેવ યુવા અવસ્થા મા આવ્યા એટલે પોતાના પિતા ની શોધ મા નિકળી પડયા અને તે સમયગાળા દરમિયાન મહાભારત નુ યુધ્ધ ચાલી રહ્યુ હતુ. ત્યારે પાંડવો ને પોતાના વિજય માટે માતા મહાકાળી ને એક રાજકુંવર ની બલિ આપવા ની હતી. ત્યારે કોઈ પણ રાજકુંવર પોતાના પ્રાણ નો ત્યાગ કરવા સજ્જ ના હત. ત્યારે એરાવન દેવ પોતાની બલિ આપવા માટે સજ્જ થયા. પરંતુ , તેણે શરત મૂકી કે તે કુંવારા બલી નહી ચડે.

તેથી એક સમસ્યા સર્જાણી. કારણ કે એરાવન દેવ ને કોઈ પોતાની કન્યા લગ્ન કરવા માટે હા ના પાડે. કારણ કે લગ્ન ના બિજા દિવસે તે બલી ચડવા ના હતા. તેથી , શ્રીકૃષ્ણ એ એક સ્ત્રી નો અવતાર ધારણ કરી ને એરાવન દેવ સાથે વિવાહ કર્યા અને લગ્ન ના બીજા દિવસે એરાવન દેવ ની બલી ચડાવવા મા આવી અને કિન્નરો ના સામાન્ય જીવન નો પ્રારંભ થયો.

હવે આવીએ કિન્નરો ના મૃત્યુ અંગે ની ચર્ચા પર તો મિત્રો , કિન્નરો ને પોતાના જીવન મા ઘણા સંઘર્ષો નો સામનો કરવો પડે છે તે વિશે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ , તેમના મૃત્યુ બાદ તેમની અંતિમવિધી પણ ખૂબ જ પીડાદાયક હોય છે. કિન્નરો ની એવી માન્યતા છે કે જો કોઈ મનુષ્ય કિન્નર ની અંતિમયાત્રા જોઈ લે તો તે આવતાભવ મા કિન્નર નો જન્મ લે છે. આ માટે કિન્નર ની અંતિમયાત્રા મોટા ભાગે રાત્રી ના અંધકાર મા નીકળે છે.

અગ્નિ સંસ્કાર પૂર્વે કિન્નર ના કેશ ખેંચવા મા આવે છે તથા બૂટ અને ચપ્પલ થી તેને મારવા મા આવે છે. જેથી હવે પછી ના જન્મ મા તેને કિન્નર નો અવતાર ફરી ના મળે. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ બધા જ કિન્નરો પ્રભુ ને પ્રાથના કરે છે અને વિનંતી કરે છે કે આવતા ભવે અમને કિન્નર નો અવતર આપી ને અમારુ જીવન બરબાદ ના કરતા. કિન્નર ના મૃત્યુ નો ઉત્સવ ઉજવે છે કે તે આ કિન્નરરૂપી નર્ક ભરેલા જીવન મા થી મુક્ત થયો. તો ચાલો મિત્રો આ હતા કિન્નરો ના જીવન સાથે સંકળાયેલા અમુક રહસ્યો.