જો કાનનું કાણું  થઇ ગયું હોય મોટું તો અજમાવો આ આસાન અને ઘરેલું ઉપાયો.

જો કાનનું કાણું  થઇ ગયું હોય મોટું તો અજમાવો આ આસાન અને ઘરેલું ઉપાયો.

દોસ્તો, આજકાલ ફેશન ના નામ પર છોકરીઓ શું-શું કરતી હોય છે, પોતાની ખુબસુરતી ને વધારવા માટે કાન માં મોટા-મોટા લટકણ વાળી અને વજનદાર બુટ્ટી પહેરતી હોય છે. જેનાથી કાનનું કાણું જલ્દી મોટું થઇ જાય છે. અને તેના લીધે તે પોતાની મનપસંદ કાનની બુટ્ટી નથી પહેરી શકતી.

આ તો થઇ છોકરીઓ ની વાત પણ ફેશનની દુનિયામાં છોકરાઓ પણ પાછળ નથી તેઓ પણ પોતાના કાન માં કઈક ને કઈક પહેરતા જ હોય છે. જેનાથી તેમના કાન નું કાણું મોટું થઇ જાય છે. આજ-કાલ છોકરાઓ ના કાન માં પણ આવું જોવા મળે છે.

આજે આ લેખ માં એવો ઉપાય જણાવીશું જેની મદદ થી કાનના છેદ ને આસાનીથી ઓછુ કરી શકાય છે.

 

તો ચાલો જોઈએ કાનના છેદ ને ઓછુ કરવાના ઘરેલું ઉપાયો

 

ધ્યાન માં રાખવાની વસ્તુઓ

ઉપાય જણાવતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે તે માટે કેટલીક વાતો નું ધ્યાન રાખવું જોઈએ, જયારે તમે કોઈના લગ્ન માં કે પાર્ટી માં જાઓ છો તો ત્યારે મોટા જુમકા વાળી બુટ્ટી પહેરી શકો છો પરંતુ હા તે માટે તમારે જુમકા ને સહારો આપવો પડશે અને જયારે તમે મોટી બુટ્ટી પહેરો છો તો તેને ખુબ જ લાંબા સમય સુધી ના પહેરવી તે ઉપરાંત જો તમારે મોટી બુટ્ટી પહેરવી જ હોય તો એ વાત નું ધ્યાન રાખવું કે તેનો વજન સાવ ઓછો હોય.

 

ઉપાયો

જયારે કાનનું કાણું મોટું થઇ ગયું હોય ત્યારે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોક્ટર ટેપ નો ઉપયોગ કરવો. સૌ પ્રથમ ડોક્ટર ટેપ ને કાન પર લગાવો અને એટલી વ્યવસ્થિત રીતે લગાવો કે તે વારંવાર નીકળી ના જાય. અને હવે કાનના કાણા માં ટુથ પેસ્ટ ભરી દો અને બહાર થી સાફ કરીને આખી રાત એમજ રહેવા દો. અને સવારે તેને પાણી થી ધોઈ લો. એક વાત નું ધ્યાન રાખવું કે ટુથ પેસ્ટ થી ચામડી સુકી થઇ જાય છે એટલે કાન પર કોઈ લોશન લગાવી લેવું, આવું કરવાથી થોડાક જ દિવસ માં તમારા કાન નું કાણું નાનું થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published.