જ્યારે કોઈ તમારા વીષે ખરાબ બોલે કે ખરાબ વિચારે ત્યારે કરો માત્ર આટલું, પછી જુઓ કમાલ

જ્યારે કોઈ તમારા વીષે ખરાબ બોલે કે ખરાબ વિચારે ત્યારે કરો માત્ર આટલું, પછી જુઓ કમાલ

મિત્રો જે લોકો બીજાની વાતો સાંભળીને પોતાના મન ઉપર લઈ લે છે તે લોકો હંમેશા નાખુશ દેખાતા હોય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેના વિશે લોકો ખરાબ વિચારે છે. ઘણા તો એવું પણ કહેતા હોય છે કે કોઈ મારું સારું જોઈ નથી શકતા. જ્યારે અમુક લોકો એવું કહે છે કે કોઈ લોકો મારી પ્રશંસા પણ નથી કરતા. આજકાલ લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે આવા જાતજાતના સવાલો કરતા હોય છે. તે પોતાના વિચારો કરતા બીજાના વિચારો પર વધારે ચાલતા હોય છે.

બીજા લોકો મારા વિશે શું વિચારે છે તું આવું બોલીશ તો તે શું કરશે. આવા અનેક પ્રકારના વિચારો ઘણા માણસોની અંદર આવતા હોય છે. પરંતુ એક વાત યાદ રાખો કે દરેક લોકો તમારી પ્રશંસા કરી શકે એવું શક્ય નથી. આ દુનિયામાં ઘણા પ્રકારના માણસો રહે છે, જેમાં અમુક તમારી પ્રશંસા કરશે જ્યારે બાકીના તમારી ઈર્ષા પણ કરશે. તમે ગમે તેટલું સારું કાર્ય કર્યું હોય તેમ છતાં અમુક લોકો તમારી ઈર્ષા જ કરતા હોય છે. આવું ફક્ત તમારી સાથે જ નહીં પરંતુ ઘણા મહાપુરુષો સાથે પણ બની ચૂક્યો છે. કારણ કે દુનિયાના દરેક લોકોના વિચાર અલગ અલગ હોય છે.

એક વખત એક ખેડૂત ખેતીનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. તેને રસ્તામાં જોયું કે અમુક લોકો તેની વાતો કરી રહ્યા છે. અંધારું હોવાના કારણે તેને વિચાર આવ્યો કે હું ઝાડ પાછળ સંતાઈને મારી વાતો સાંભળી લઉં.બની શકે કે આ લોકો મારી કંઈક પ્રશંસા પણ કરતા હોય. જ્યારે તે ઝાડની પાછળથી સાંભળ્યું તો તે બધા તેની ઈર્ષા કરી રહ્યા હતા. એક માણસે કહ્યું કે આ ખેડૂતો બહુ જ ઘમંડી છે અને બીજાએ કહ્યું કે આ એટલો હોશિયાર પણ નથી અને તે આવી રીતે તે ખેડૂતનું નામ લઇ અને તેની ખરાબ વાતો કરી રહ્યા હતા.

આ સાંભળીને ખેડૂત દુઃખી થયો. તેને મનમાં વિચાર આવ્યો કે મેં તો ક્યારેય કોઈ પણ માણસ નું ખરાબ પણ નથી વિચાર્યું. હું ક્યારેય કોઈને કંઈ નથી કહેતો અને કોઈ સાથે ઝઘડો તો પણ નથી. હંમેશા બીજાને મદદ કરવા માનું છું. આ વાતનું તેને એટલું બધું ખોટું લાગી ગયું કે તે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચાર માણસોને વાતો કરતા જુએ તો તેને એમ જ લાગે કે આ મારી જ વાતો કરતા હશે. તે ખૂબ જ દુઃખી થઈ ગયો.

એક દિવસ કંટાળીને તેણે તેના મિત્રને વાત કરી કે આખું ગામ તેની ખરાબ વાતો કરે છે. મારે હવે શું કરવું મને આત્મહત્યા કરવાનું મન થઈ રહ્યું છે. તેના મિત્રે કહ્યું કે ગામની બાજુમાં એક મહાત્મા બેઠા છે જ્યારે દરેક સમસ્યાનો ઉકેલ જણાવે છે તો એની પાસે જ અને તારો પ્રસ્તાવ મહાત્મા સમક્ષ રજૂ કર. તે મહાત્મા જોડે ગયો ત્યારે રાતનો સમય થઈ ગયો હતો તો મહાત્માએ કીધું કે અત્યારે રાતનો સમય છે. અત્યારે તો આરામ કર અને હું આ સમસ્યાનું સમાધાન તને કાલે બતાવીશ. ખેડૂત મહાત્માની ઝૂંપડીમાં સુઈ ગયો પણ તેને તેની બાજુમાં રહેલા તળાવમાંથી દેડકાનો અવાજ આવવા લાગ્યો અને તે અવાજ એટલો બધો જોરથી આવતો હતો કે તેને ઊંઘ ન આવી.

તેણે કંટાળીને મહાત્મા ને પૂછ્યું કે તમે આટલા બધા અવાજમાં કઈ રીતે સુઈ શકો છો. અત્યારે હજારો દેડકાનો અવાજ એક સાથે આવી રહ્યા છે. મહાત્માએ ઉત્તર આપ્યો કે આમાં હું કંઈ પણ ન કરી શકું. નદીમાં દેડકાઓ અવાજ કરે તેમાં હું શું કરી શકું. તે ખેડૂતે કહ્યું કે તમે ચિંતા ના કરો હું કાલે ગામમાંથી અમુક માણસોને લઈને આવીશ અને આ બધા જ દેડકાઓની નદીમાંથી બહાર નીકાળી દઈશ.

બીજા દિવસે તે ગામમાં ગયો અને ગામમાંથી અમુક લોકોને લઈને પેલી નદી કિનારે પહોંચી ગયો. ત્યાં જઈને તેણે નદીમાં રહેલા દેડકા બહાર કાઢ્યા. પરંતુ અહી ફક્ત 20 થી 25 દેડકાઓ નીકળ્યા. તેને વિચાર આવ્યો કે મહાત્મા એ તો કહ્યું હતું કે અહીં હજારો દેડકાઓ છે. અને આ બધા દેડકા નો અવાજ રાતે આવતો હોય છે. તેણે જઈને આ બધી જ વાત મહાત્માજીને કહી ત્યારે મહાત્માજીએ કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ પણ આ જ વાતમાં છુપાયેલો છે. તે વ્યક્તિ બોલ્યો કે હું કંઈ સમજ્યો નહીં.

મહાત્માજીએ સમજાવતા સમજાવતા કહ્યું કે જ્યારે અમુક લોકો આપણી ખરાબ વાતો કરતા હોય છે કે પછી ઈશારો કરતા હોય છે ત્યારે આપણે એવો જ વિચાર આવે છે કે આ બધી જ વાતો આપણા વિશે હશે. જો જીવનમાં ખુશ રહેવું હોય તો આ થોડાક માણસો ની વાતો ને નજર અંદાજ કરવું જોઈએ, તેવા માણસો ને ભૂલી જવું જોઈએ કેમ કે અમુક માણસો એવા હોય જ છે જે તમારી ખોટી વાતો કરશે જ ભલે તમે ગમે તેટલું સારું કરો.

દોસ્ત આ સત્યનો જે માણસ સ્વીકાર કરી લે છે તે જીવનમાં ક્યારે પણ દુઃખી થતો નથી. અને જે માણસ એમ વિચારીને બેસી જાય છે કે સમાજ મારા વિશે શું વિચાર તો હશે, હું સમાજમાં કેવો દેખાઉં છું, હું ક્યારેય આગળ વધી શકીશ નહીં. આવા માણસો પોતાના જીવનમાં દુખી રહેતા હોય છે. તેથી જે માણસ જીવનમાં તમને હિંમત અને વિશ્વાસ અપાવે છે તેવા માણસોની જ વાત સાંભળવી જોઈએ. જો તમે પોઝીટીવ વિચાર શો તો બધું જ પોઝિટિવ થશે. પરંતુ નેગેટીવ વાતોને તમારી અંદર સમાવી લઇને જીવનમાં ક્યારેય આગળ વધી શકાતું નથી.