જુનાગઢ નજીક ગામ માં ફક્ત એક સાધુ માટે બનાવવામાં આવે છે વોટીંગ બુથ, જાણો ગામના એકમાત્ર મતદાતા વિષે

જુનાગઢ નજીક ગામ માં ફક્ત એક સાધુ માટે બનાવવામાં આવે છે વોટીંગ બુથ, જાણો ગામના એકમાત્ર મતદાતા વિષે

જુનાગઢ ના ગીર જંગલ માં બાણેજ નામ નું એક ગામ છે. આ ધાર્મિક જગ્યા એ ભરત દાસ નામ એ સાધુ રહે છે. તે સ્થળે લોકસભા ચુંટણી ની શરૂઆત થઇ ગઈ છે. આ મોકા ઉપર જુનાગઢ આજુ બાજુ એક નવી ખબર સામે આવી છે. તમને જાણી ને આશ્ચર્ય થશે જે જુનાગઢ માં એક એવ વોટીંગ બુથ છે. ત્યાં માત્ર એક જ મતદાતા છે. જુનાગઢ નજીક બાણેજ ગામ માં ભરત બાપુ નામ ના સાધુ રહે છે. જે એક જ વ્યક્તિ રહે તે એરિયા માં સ્પેશિયલ એમના માટે મત આપવા માટે વોટીંગ બુથ બનાવવા માં આવ્યું છે.

આ એક ભરતબાપુ માટે મતદાન કરવા માટે ખાસ સુવિધા આપવામાં આવે છે. ગીર જંગલ માં વાચો વચ બાળ ગંગા મહાદેવ ના મંદિર પાસે આ બાપુ નું આશ્રમ આવેલું છે. આ વિષે જુનાગઢ ના કલેકટર એ જણાવ્યું છે કે અમે અમારા એક ખાસ મતદાતા માટે આ બધી જ વ્યવસ્થા કરીએ છે. ગુજરાત ના વન વિભાગ દ્વારા  ગીર જંગલ ના બાણેજ વિસ્તાર માં ખાસ વોટીંગ બુથ બનાવવા માં આવે છે.

આ બુથ ગીર- ગઢઢાં ક્ષેત્ર નું છે. જે જંગલ કરતા 55 કિલોમીટર ની દુરી એ આવેલું છે. એમના મત ના પ્રશાશન માટે ખાસ એક વોટીગ પાર્ટી પણ બનાવવા માં આવી છે. બાણેજ નામનો આ વિસ્તાર જંગલ માં વચોવચ છે. આ કારણે અહી થી આવવા અને જવા પર ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે. કારણકે અહી બહુ બધા સિંહો રહે છે.

ભરતદાસ બાપુ અહી મહાદેવ ના મંદિર પાસે રહે છે. ઘણા વર્ષો થી ત્યાં તે એકલા જ રહે છે. જે મહાદેવ ના મંદિર પાસે આ સાધુ રહે છે તે શહેર થી 30 કિમી દુર છે. આ સાધુ મહારાજ એકજ એવા મતદાતા છે જેના મત મેળવવા માટે દર વખતે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે છે . અને આ સાધુ પોતાનો કીમતી વોટ આપી અને પોતાની ફરજ અદા કરે છે. દેશ ના એક નાગરિક તરીકે તે પોતાની ફરજ અદા કરે છે. અને વ્યવસ્થા પણ સારી થાય છે એમના માટે.