જાણો ઉંદર, ગરોળી અને વંદાને વગર માર્યે ઘરમાંથી કાઢવાનો કુદરતી ઉપાય, મીનીટોમાં મળશે છુટકારો

જાણો ઉંદર, ગરોળી અને વંદાને વગર માર્યે ઘરમાંથી કાઢવાનો કુદરતી ઉપાય, મીનીટોમાં મળશે છુટકારો

મિત્રો , મોટાભાગ ના ઘરો મા ઉંદરમામા હોવુ સામાન્ય હોય છે અને આ ઉંદર તમારા ઘર ની બધી જ વસ્તુઓ ને નુકશાન પહોચાડે છે. તે ઘર મા રહેલી બધી જ વસ્તુઓ જેમ કે , સોફા , કપડા તથા રસોઈઘર મા રહેલી બધી જ વસ્તુઓ કોતરી ને બગાડી નાખે છે અને આ વસ્તુઓ જો ભૂલ થી પણ આહાર મા લેવાઈ જાય તો શરીર ના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે. તો ચાલો , આ ઉંદર ને ઘર મા થી દૂર કરવા ના સચોટ ઉપાયો જાણીએ.

લાલ મરચા :

લાલ મરચા નો ઉપયોગ આહાર મા જ નહી પરંતુ , ઉંદર ને દૂર કરવા માટે પણ અસરકારક છે. ઉંદર ની જ્યા અવર-જવર હોય તે જગ્યાએ લાલ મરચા નો પાવડર નાખી દો. આ નુસ્ખો અજમાવતા જ ઉંદર નાસી પાસ થઈ જશે.

તેજપત્તા :

સામાન્ય રીતે આપણે તેજપત્તા નો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ , તે ઉંદર દૂર મોકલવા માટે પણ ઉપયોગી થશે.

ફુદીનો :

જો તમારા ઘર મા પણ ઉંદરમામા એ અફરા-તફરી મચાવી હોય અને તમે પણ આ મુશ્કેલી મા થી મુક્તિ મેળવવા માટે ફુદીના ના પર્ણો કે ફૂલો લઈ ને તેને વાટી ને તેને ઉંદર ની જ્યા અવર-જવર થતી હોય ત્યા રાખી દયો. આ ની સુવાસ થી ઉંદર તુરંત જ દૂર ભાગી જશે.

મનુષ્ય ના વાળ :

ઉંદર ને ઘર મા થી દૂર કરવા માટે નો સૌથી સહેલો ઉપાય છે માનવ ના વાળ. તમને આ જાણી ને આશ્ચર્ય થશે કે ઉંદર ને દૂર કરવા માટે નો શ્રેષ્ઠ ઉપાય છે. કારણ કે , માણસ ના વાળ થી ઉંદર ડરી ને ભાગી જાય છે. જો ઉંદર આ વાળ ગળી જાય તો તેનુ મૃત્યુ થઈ જાય છે.

ફિનાઈલ ની ગોળી :

ફિનાઈલ ની ગોળી ને એક કપડા મા બાંધી ને રાખવા મા આવે તો ઉંદર ઘર મા પ્રવેશી શકતો નથી.

આ ઉપરાંત ઘર ને હંમેશા સ્વચ્છ રાખો. જેથી , ઉંદર તમારા ઘર મા ક્યારેય ના પ્રવેશી શકે. તથા અન્ય જીવો ગરોળી , માખી , કીડી , માંકડ , મચ્છર , વંદા વગેરે ને દૂર કરવા માટે ના ઘરગથ્થુ નુસ્ખાઓ. ખાલી પડેલી કોલીન સ્પ્રે ની બોટલ મા સાબુ નુ પાણી ભરી તેનો છંટકાવ કરવા મા આવે તો ઘર મા રહેલા વંદા દૂર થઈ જાય છે. રાત્રી ના સમયે સૂવો તે પહેલા જ્યા વંદા નો ત્રાસ થતો હોય તે જગ્યાએ સાબુ ના પાણી ને સ્પ્રે કરી દેવુ.

મિત્રો , કોઈ ઘર એવુ નહી હોય કે જ્યા કીડીઓ નો ઉપદ્રવ ના થતો હોય. જો તમે તમારા ઘર ને કીડીઓ થી મુક્ત કરવા માંગતા હોય તો તે જયા થી નીકળતી હોય તે જગ્યા પર કડવુ ખીરુ મુકી દો. આ કડવા ખીરા ની ગંધ થી કીડીઓ નાસીપાસ થઈ જાય છે અને ફરી આવતી નથી. આ ઉપરાંત કીડીઓ ના ભોણ પાસે લવિંગ ફસાવી ને રાખી દેવુ. જેથી , કીડીઓ દૂર થઈ જાય.

કીડીઓ બાદ જો ઘર મા કોઈ જંતુ નો ત્રાસ હોય તો તે છે માખી અને મચ્છર. ઘર મા ફેલાયેલી માખીઓ ને દૂર કરવા માટે ઘર મા જ્યારે પોતુ લગાવવા મા આવે ત્યારે તેમા ૨-૩ લીંબુ નો રસ નીચોવી દઈ ને તે પાણી થી પોતુ કરવુ. જેથી લીંબુ ની સુગંધ થી માખીઓ નો ઉપદ્રવ ઘટી જાય છે.

આ સિવાય જો મચ્છર થી મુક્તિ મેળવવા માટે ઓરડા મા લીમડા ના તેલ નો દીવો કરવો તથા ઓલઆઉટ ની ખાલી પડેલી રીફિલ મા લીમડા નુ તેલ ભરી મશીન મા લગાવી મચ્છરો ને દૂર કરી શકાય છે. ઘર ને કોઈપણ ઈન્ફેક્શન થી દૂર રાખવા માટે આંબા ની સૂકી ડાળ , કપૂર અને હળદર ના પાવડર નુ મિશ્રણ કરી તેનો ધૂમાડો કરો. આ ધૂમાડા થી ઘર મા રહેલી બધી જ જીવાતો નો નાશ થાય છે.

ગરોળી ને દૂર કરવા માટે નીચે મુજબ ના ઉપાયો અજમાવો :

ઈંડા ના ફોતરા :

ગરોળી ને ઈંડા ના ફોતરા ની દુર્ગંધ થી ચીડ ચડે છે. જો ઘર ના બારણાઓ તથા બારીઓ પર ઈંડા ના ફોતરા મૂકવા મા આવે તો ગરોળી ઘર મા પ્રવેશતી નથી.

લસણ :

પહેલો ઉપાય ઘણા લોકો ના નીતિ-નિયમ વિરુધ્ધ હોઈ શકે. તેથી ના અજમાવી શકે. પરંતુ , તેની જગ્યાએ તમે જો લસણ ની કળીઓ નો ઉપયોગ કરો તો પણ ગરોળી ઘર મા થી નાસીપાસ થઈ જાય છે.

કોફી અને તમાકુ ની ગોળી :

કોફી અને તમાકુ ના પાવડર ની નાની-નાની ગોળીઓ બનાવી અને તેને ગરોળી જે જગ્યા એ આવતી-જતી હોય ત્યા મૂકવા મા આવે અને ગરોળી તેનુ સેવન કરે તો મૃત્યુ પામે. આ સરળ નુસ્ખાઓ દ્વારા તમે તમારા ઘર મા રહેલા વંદા , માખી , મચ્છર , ગરોળી અને ઉંદર વગેરે જેવા જીવજંતુઓ ને દૂર કરી શકો છો અને મુક્તિ મેળવી શકો છો.