ઈન્ડિયાનો એક એવો ખતરનાક જાસુસ જેને પાકિસ્તાન આર્મી જોઈન કરીને બની ગયો મેજર, મેળવી લેતો પાકિસ્તાનની દરેક ખાનગી માહિતી

ઈન્ડિયાનો એક એવો ખતરનાક જાસુસ જેને પાકિસ્તાન આર્મી જોઈન કરીને બની ગયો મેજર, મેળવી લેતો પાકિસ્તાનની દરેક ખાનગી માહિતી

મિત્રો આજે આપણે એક એવા વીર ભારતીય જાસૂસની વાત કરવાની છે જેનું જીવન કોઈ એક્શન ફિલ્મના હીરોથી કમ નથી. તેના દ્વારા કરવામાં આવેલા કારનામાંઓ ફિલ્મો કરતા પણ વધારે રોમાંચક રહેલા. આ યોદ્ધા નું નામ છે રવિન્દર કૌશિકની કે જેને લોકો બ્લેક ટાઈગરના નામે પણ ઓળખે છે. આ યુવાન એક ભારતીય જાસૂસ તો હતા અને પાકિસ્તાન જાસૂસી કરવા માટે જ ગયા હતા. એટલું જ નહિ પરંતુ પાકિસ્તાની આર્મીમાં મેજર સુધીનું પદ પણ તેમણે મેળવી લીધું હતું.

આજે આપણે વાત કરીશું ઈન્ડિયા ના સૌથી મોટા જાસુસ રવિન્દર કૌશિકની સાથે બનેલી સત્ય ઘટના ની. તેની કહાની લખનઉના એક ઓડીટોરીયમથી શરૂ થઇ હતી. આ એ સમય ની વાત છે જ્યારે આ માણસે એક તેના પાડોશ માં આયોજિત પ્રતીયોગીતામાં ભાગ લીધો હતો. અને આ પ્રતિયોગીતા જોવા માટે દુર દુરથી લોકો આવ્યા હતા જેમાં ભારત ની રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ(RAW) કે જે એક સરકારી એજન્સી છે તેની ટીમ પણ એક મિશન માટે આવી હતી. એક પછી એક પ્રાતીયોગી પોતાનું હુનર દેખાડતા ગયા. પરંતુ રવિન્દરે પોતાના અભિનયથી લોકોને ચકિત કરી દીધા. બધા લોકો તેના અભિનય કૌશલને જોઇને ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.

આ પ્રતિયોગિતા માં રવિન્દરની અદાકારી RAW ના લોકોને ગમી ગઈ. જેથી આ ટીમે નિર્ણય લીધો કે તેઓ રવિન્દરને પોતાના ખાસ મિશનનો હિસ્સો બનાવવાની વાત કરશે. કારણ કે રવિન્દરમાં RAW માં જોડાવવા માટે જરૂરી બધીજ ખૂબી હતી. અને રવિન્દરે આ પ્રસ્તાવને હસતા હસતા સ્વીકાર કરી લીધો. તેઓ RAW માં જોડાયા અને મિશનની ટ્રેઈનીંગ માટે દેલ્હી ગયા. આ સમયે 1971 નું યુદ્ધ થયું હતું તેનો થોડો ટાઇમ થયો હતો એટલે ભારતને એવી આશંકા હતી કે પાકિસ્તાન ફરી પાછું દુ:સાહસ કરશે. તો તેના માટે તેણે રવિન્દરને તૈયાર કર્યો કે તે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનની ગોપનીય જાણકારી ભારતને પહોંચાડતા રહે.

તેમણે બે વર્ષ સુધી દુશ્મન દેશમાં કામ કરવાની બધીજ આકરી ટ્રેઈનીંગ આપવામાં આવી. પણ રવિન્દર માટે સૌથી મોટો પડકાર એ હતો કે તેમને મુસ્લિમ બનવાનું હતું. પરંતુ રવિન્દર એક ઉત્તમ કલાકાર હોવાથી તે સરળતાથી બધુ શીખી લીધું અને સાથે સાથે ઉર્દુ ભાષા પણ શીખી લીધી. કોઈ તેના પર શાક ના કરે તે માટે તેને ખતના પણ કર્યું, આમાં ઇસ્લામ ધર્મમાં એક રીવાજ છે જેમાં સામાન્ય રીતે નવજાત બાળકને શલ્યક્રિયા દ્વારા લીંગની ઉપરની ચામડી અલગ કરવામાં આવે છે. પણ કરાવવું પડ્યું અને થોડા સમય બાદ તેઓ સંપૂર્ણ રીતે મુસ્લિમ રંગમાં રંગાઈ ગયા.

હવે તે મિશમ માટે તૈયાર હતો. તે દેશ માટે કઈ કરું છૂટવા માંગતો હતો. મિશનની શરૂઆત થઇ ચૂકી હતી જેમાં તે ખુફિયા રીતે પાકિસ્તાન પહોંચ્યા. પાકિસ્તાન માં તેનું નામ રવિન્દર માંથી નબી અહેમદ શાકીર બની ગયુ હતું. પાકિસ્તાનમાં જતા જ તેમણે કરાંચીની એક યુનીવર્સીટીમાં વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તેમનો અભ્યાસ પૂર્ણ થયો ત્યાર બાદ તેમણે પાકિસ્તાની આર્મી માટે અરજી આપી. રવિન્દરની કાબિલિયતને પાકિસ્તાની સેના નજર અંદાજ ન કરી શકી અને તેને સેના માટે પસંદ કરવામાં આવ્યા.

તેને આર્મી માં ભરતી મળી ગઈ. અને તે પાકિસ્તાની આર્મીમાં કામ કરવા લાગ્યા. તેને આ સમય દરમિયાન ઘણી બધી ગુપ્ત જાણકારીઓ ભારતને મોકલી, જેમાં પાકિસ્તા ને ભણક પણ ન લાગી. સમય જતાં રવિન્દર પાકિસ્તાની આર્મીમાં મેજર પણ બની ગયા. રવિન્દરની દરેક માહિતીના કારણે નાપાક ઈરાદાઓ અસફળ રહ્યા. તેમના મિશન દરમિયાન રવિન્દરને એક પાકિસ્તાની છોકરી અમાનત સાથે પ્રેમ પણ થઇ ગયો અને તેમણે અમાનત સાથે લગ્ન પણ કરી લીધા. તેમની જિંદગી હવે સામાન્ય બની ગઈ હતી.

આ રીતે રવિન્દર ભારત માટે કામ કરવા લાગ્યો. સમય જતાં તેના લગ્ન થયા અને તે એક બાળકના પિતા પણ બન્યો. એક સમયે ભારતથી તેમને એક સંદેશ મળે છે કે તેઓ રવિન્દરની મદદ કરવા માટે હજુ એક સાથી મોકલવા માંગે છે. આ સાંભળીને રવિન્દરે ના પાડી પરંતુ બીજો જાસુસ ભારતથી પાકિસ્તાન આવ્યો. તે પાકિસ્તાન પહોંચવામાં તો સફળ રહ્યો પરંતુ કમનસીબે તે પકડાઈ ગયો. જ્યારે તેની ઉપર ખુબ યાતનાઓ કરવામાં આવી ત્યારે તે સહન ન કરી શક્યો અને તેણે મિશન જણાવી દીધું અને તેની સાથે તેણે રવિન્દર કૌશિકની ઓળખને પણ ઉજાગર કરી દીધી.

૧૯૮૩ ની એ અકાળ રાત્રિ કે જ્યારે આખા પાકિસ્તાન ને ખબર પડી કે રવિન્દર એક ભારતીય જાસૂસ છે. આ સમયે રવિન્દર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા અને તેણે ભારત પાસે મદદ પણ માંગી હતી. પણ આ સમયે ભારત સરકારે તેમને મદદ કરવાની બિલકુલ ના પાડી દીધી જેથી કરીને પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ રવિન્દર પકડી લીધા અને શિયાલકોર્ટની જેલમાં નાખી દીધા. આ જેલ માં તેમની સાથે ખૂબ શોષણ થયું અને તેમણે ઘણી બધી યાતનાઓ આપવામાં આવી. હવે રવિન્દર નું શરીર જર્જરિત થઇ ગયું હતું. પણ તેનો ભારત માતા પ્રત્યે નો પ્રેમ ઓછો ન થયો.

પાકિસ્તાની લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા કે તે રવિન્દર પાસેથી માહિતી કઢાવે પણ તે એક પણ જાણકારી ન મેળવી શક્યા. રવિન્દર પર ઘણા આરોપો લાગ્યા અને મુકદમા પણ ચાલ્યા અને અંતે વર્ષ ૧૯૮૫ માં પાકિસ્તાન સરકારે હાર માનીને તેમને ફાંસીની સજા સંભળાવી. પણ બાદમાં સુપ્રીમ કોર્ટના ઓડર થી ફાંસીની સજા ઉમરકેદમાં બદલાઈ ગઈ જેથી ૧૬ વર્ષ સુધી રવિન્દર પાકિસ્તાનની કાલ કોઠરીમાં જ કેદ રહ્યા. અને ત્યાં જેલમાં જ એક દિવસ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો અને સંસારને અલવિદા કરી ગયા.

તમને જાણીને અફસોસ થશે કે તેમના મૃત્યુ બાદ ભારત સરકારે તેનો મૃત દેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે હતા. અને આ બનાવ બાદ ઇન્દિરા ગાંધીની સરકારે રવિન્દર સાથે જોડાયેલા બધા જ રેકોર્ડ નષ્ટ કરી દીધા અને RAW ને પણ ચેતવણી આપી દીધી કે તે આ બાબતમાં ચુપ રહે. મિત્રો તમને જણાવી દઈએ કે રવિન્દરના પિતા ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતા અને રીટાયર થયા બાદ તેઓ ટેક્સ ટાઈલ મિલમાં કામ કરતા હતા. જ્યારે રવિન્દર જેલમાં હતા ત્યારે તે તેમના ફૅમિલી ને પત્રો પણ લખતા. જેમાં તે પોતાના પર થતી યાતનાઓ વિશે પણ લખતા. દોસ્તો સલામ છે ભારત ના રવિન્દર જેવા વીર સપૂત ને. જેણે ભારત દેશ માટે પોતાની હસતી ખેલતી જિંદગીને બર્બાદ કરી દીધી અને શહીદ થઇ ગયા.