વાપી-વલસાડ વિસ્તારમાં બનતા ગોળની માંગ ચૂંટણીના સમયે અચાનક જ કેમ વધી જાય છે? જાણો એનું ચોંકાવનારું કારણ

વાપી-વલસાડ વિસ્તારમાં બનતા ગોળની માંગ ચૂંટણીના સમયે અચાનક જ કેમ વધી જાય છે? જાણો એનું ચોંકાવનારું કારણ

ચુટણી જેમ નજીક આવી એમ વાપી – વલસાડ બાજુ ના લોકો ખુશ થઇ ગયા છે. તમને કદાચ ખ્યાલ નહિ હોય આ ચુંટણી નો સમય એમના માટે ખુબ જ ખુશહાલી લઇ ને આવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ગોળ એક માત્ર એવી વસ્તુ છે કે જેની કિંમતને ચૂંટણી સાથે સીધું કનેક્શન છે. જેવી ચૂંટણીની જાહેરાત થાય એવો જ ગોળ નો ભાવ આસમાને પહોચી જાય છે.  તમને કારણ જાણવાની ઈચ્છા તો થતી હશે તો ચાલો જણાવી જ દઈએ

ગોળ નો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે થાય છે. આ દારૂ ના કારણે પુષ્કળ પ્રમાણ માં ગોળ વેચાય છે કારણકે ચુંટણી ના પ્રચાર માં મોટા પાયે દારૂ બને છે. અને તેના લીધે ગોળ ના ભાવ ખુબ જ વધી જાય છે. તેની ડીમાંડ પણ ખુબ જ વધી જાય છે. અત્યાર સુધી તેની કીમત બજાર માં  3500 હતી જે 100 કિલો ગોળ ની હતી. હવે આ કીમત વધી ને 5000 થઇ ગઈ છે. અને આનાથી પણ વધી શકે છે.

ચુંટણી ના પ્રચાર માટે અમુક રાજકીય પક્ષો ફ્રી માં દારૂ ની લ્હાણી કરે છે. આ કારણે પુષ્કળ દારૂ બનાવવા માં આવશે. અને જેમ દારૂ ની જરૂરિયાત વધશે એ ને પોછો વળવા માટે  ગોળ પણ પુષ્કળ બનાવવો પડશે. આ કારણે શેરડી પણ ખુબ જોશે. જેના કારણે શેરડી ના ભાવ પણ ખુબ જ વધી ગયા છે. જે ગોળ ની કીમત પ્રતિ ક્વિન્ટલ 400-500 હતી એ આજે 5000 થઇ ગઈ છે.

ચુંટણી નો આ સમય વાપી-વલસાડ બાજુ ના લોકો માટે સારા દિવસો સાબિત થાય છે. આ દિવસો માં તે ભરપુર કમાઈ શકે છે. અને આ સમયે ગોળ ની કીમત ફક્ત ગુજરાત માં જ નહિ પણ સમગ્ર દેશ માં આટલી વધી જાય છે. દારૂ દ્વારા મત લેવાની લાલચે ગોળ પણ ખુબ જ બનાવવા માં આવે છે. અને તેમાં સારી ક્વોલીટી નો ગોળ જ ઉપયોગ માં લેવામાં આવે છે. વાપી બાજુ નો ગોળ તેની સારી ક્વોલીટી માટે ખુબ જ ફેમસ છે. આ કારણે તેઓ માટે આ ખુબ જ સારી કમાવવા ની તક છે.