એક સમયે સાબુ વેચનાર આ ગુજરાતી આજે કર્યું ૫૭ હજાર કરોડનું દાન

એક સમયે સાબુ વેચનાર આ ગુજરાતી આજે કર્યું ૫૭ હજાર કરોડનું દાન

મિત્રો દેશની ત્રીજા નંબરની સૌથી મોટી આઇટ કંપની એટલે wipro, જેના ચેરમેન અજીમ પ્રેમજી છે. જેને હાલમાં જ પોતાના ૫૨,૭૫૦ કરોડ રૂપિયાના શેર અજીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન કરી દીધા હતા. મળતા સમાચાર મુજબ અજીમ પ્રેમજી ૧૮.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે દેશના બીજા નંબરના સૌથી ધનાઢ્ય માણસ છે. આ માણસ એક સમયે સાબુ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો જે આજે કરોડો રૂપિયાનો માલિક છે. તેમ છતાં તે ડાઉન ટુ અર્થ રહેવાનું પસંદ કરે છે.

અત્યાર સુધી આપ્યું ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું દાન
જ્યારે તેમણે આ દાન કર્યું ત્યારબાદ અજીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે એક નિવેદન આપ્યું હતું કે અત્યાર સુધીમાં અજીમ પ્રેમજીએ પરોપકાર અને પરમાર્થે કુલ ૧.૪૫ લાખ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે અજીમ પ્રેમજી વિપ્રોના કુલ ૬૭ ટકા શેર નું દાન કરી ચૂક્યા છે.

ઈન્ડિયન હિસ્ટ્રીના સૌથી મોટા દાનવીર બની ચૂક્યા છે અજીમ પ્રેમજી
હાલમાં મળેલા એક નિવેદન પ્રમાણે શેરમાં થી થતી આવક ને ફાઉન્ડેશનના માધ્યમથી સારા કામો માટે ખર્ચ કરવામાં આવશે. આ ડોનેશન બાદ વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી ભારતીય ઈતિહાસના સૌથી મોટા દાનવીર પણ બની ગયા છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છએ. આ અમુક ખાસ ક્ષેત્રોમાં કામ કરતી એનજીઓને પણ સપોર્ટ કરે છે.

શિક્ષણને મજબૂત બનાવવાની દિશમાં કામ કરે છે ફાઉન્ડેશન
અજીમ પ્રેમજી નું ફાઉન્ડેશન સ્કૂલ શિક્ષણ પ્રણાલીને સુધારવા નું કાર્ય કરે છે જે કાર્ય જિલ્લા અને રાજ્યસ્તરે સંસ્થાઓના નેટવર્ક દ્વારા પૂરું કરવામાં આવે છે. ઉપરાંત આ ફાઉન્ડેશને બેંગ્લોર ની અંદર અજીમ પ્રેમજી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે. જેનો હેતુ શિક્ષણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રો માટે માણસો તૈયાર કરવાનો છે. ફાઉન્ડેશને કહ્યું કે, તેનાથી શિક્ષણથી પરોપકાર ક્ષેત્રોમાં વિસ્તાર કરવામાં મદદ મળશે.

અઝીમ પ્રેમજી નુ જીવન છે સાદગીભર્યું
તમને જણાવી દઈએ કે આ માણસ આટલી મોટી કંપનીનો માલિક હોવા છતાં તે હમેશા કાર, કપડા કે પછી ઘડિયાળ જેવી દરેક વસ્તુઓ ભારતીય બનાવટની પહેરે છે. ઉપરાંત તે વિમાનમાં મુસાફરી કરવા માટે ઇકોનોમી ક્લાસની ટિકિટ લે છે. તમને થતું હશે કે આટલા મોટા કંપનીના માલિક હોવાથી તેની પાસે મોંઘી ગાડી હશે. પરંતુ અજીમ પ્રેમજી ફોર્ડની એસકોર્ટ કાર ચલાવે છે,

નવ વર્ષ આ કાર ચલાવ્યા બાદ અઝીમ પ્રેમજીએ ટોયોટાની કોરોલા કાર ખરીદી હતી. ઓફિસે પહોંચવા માટે ઉપયોગમાં લેવાતી ટોયોટા કાર જૂની થતા તેઓએ પોતાના જ કર્મચારી પાસેથી જૂની મર્સિડીઝ ઈ-ક્લાસ ખરીદી હતી. અન્ય શહેરની મુલાકાત દરમિયાન તેઓ ફાઇવ સ્ટાર હોટલના બદલે પોતાના કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રોકાવાનું પસંદ કરે છે. તેઓ આવા જવામાટે બસ રીક્ષા કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે.