દરેક ભારતીય નાગરિકના છે આ ૮ અધિકાર, જે જાણીએ તમે પોલીસ થી નહીં પણ પોલીસ તમારાથી ડરશે

દરેક ભારતીય નાગરિકના છે આ ૮ અધિકાર, જે જાણીએ તમે પોલીસ થી નહીં પણ પોલીસ તમારાથી ડરશે

મિત્રો ભારતની અંદર દરેક વ્યક્તિને પોતાનો અધિકાર ખબર હોવો જરૂરી છે. જો તમને તમારો અધિકાર નહીં ખબર હોય તો તમારો ફાયદો કોઈપણ લોકો લઇ શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે કોઈ વખત પોલીસ તમારી ધરપકડ કરીને ચાર-પાંચ દિવસ જેલમાં પુરી રાખે છે. તે શા માટે તમને આટલા દિવસ જેલમાં પૂરી રાખી છે તમને ખબર છે? તેનું કારણ તમે પોતે જ છો. કારણકે તમે તમારા અધિકાર જાણતા નથી. જો તમે તમારા અધિકારો અને હક વિશે જાણતા હોય તો કોઈ તમને હાથ પણ ન લગાડી શકે.

જ્યારે પોલીસ કોઈ વ્યક્તિ ની કે પછી તમારી ધરપકડ કરે છે ત્યારે તમારો પહેલો અધિકાર એ જાણવાનું છે કે એ શા માટે તમારી ધરપકડ કરે છે. તમને પૂરો હક છે કે તમે જાણી શકો છો કે તમે શું ગુનો કર્યો છે. આ માટે તમારે પ્રથમ તમારા જાતને પૂછવું જોઇએ કે મેં કોઈ ગુનો કર્યો છે કે નહીં? જો તમે ગુનો કર્યો નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. ગુનો કર્યો હોય તો તમારો અધિકાર બની છે કે તમે પોલીસ પાસેથી માહિતી મેળવી શકો કે શા માટે મારી ધરપકડ કરવામાં આવે છે. અને એ પોલીસની જવાબદારી છે કે એ તમને જણાવે શા માટે એ તમારી ધરપકડ કરી રહી છે. ઘણી વખત જો કોઈ વ્યક્તિ એ ગંભીર ગુનો કર્યો હોય તો કોઈપણ જાણ વગર પણ પોલીસ વગર વોરંટે તમારી ધરપકડ કરી શકે છે. ખૂન કે પછી રેપના કેસમાં આવું મોટાભાગે બનતું હોય છે.

અને આવા ગુનામા કોઈપણ વ્યક્તિની ધરપકડ કોઈ સ્થળ પર જ કરી લેવામા આવતી હોય છે. અને આ સ્થળ ઉપર પોલીસ એરેસ્ટ મેમો બનાવે છે. માટે તમને ખબર છે કે એરેસ્ટ મેમો શું છે? આ એક કાગળ છે જેના ઉપર ધરપકડ કરનારનું નામ, ધડપકડ વાળી વ્યક્તિનું નામ, ધરપકડનું સ્થળ, તારીખ સમય, અને કોના દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે, તડકો કરનારની સહી અને પોલીસવાળાનો હોદો લખવામાં આવે છે. આ માટે પોલીસે ધરપકડ સમયે પોતાને યુનિફોર્મ માં રહેવું જરૂરી છે. પરંતુ આ ઇન્ડિયા છે નહીં ગમે તો ચાલે.

ધરપકડ સમયે પોલીસ સ્થળ પર જ મેમો બનાવતી હોય છે. મેમુ ન બને તો કોઈ વાંધો નથી પણ પોલીસને મારવાનો કોઈ અધિકાર હોતો નથી. આ માટે તમે તેની સામે દરરોજ કરશો તો તે સમજી જશે કે તમે કાયદાના જાણકાર છો. અને તે તમારા પર બીજું કોઈ કાર્યવાહી કરશે નહીં. તમે તેની સામે દલીલ કરી શકો કે મને કયા કેસમાં પકડવામાં આવ્યો છે અને શા માટે મારો મેમો બનાવો છો. જો તમે તમારા હકો જાણતા નહીં હોય તો તે લોકો જેલમાં લઈ જઈને પણ તમને મારશે. પ્રેમ જો તમે પૂરી માહિતી મેળવી શક્યા હોય તો તે તમારા પર કોઈ હાથ નહીં ઉગામે. બધા લોકો તમારા જ્ઞાન નથી ડરશે. અને તે કોઈ ખોટી વસ્તુ પણ તમારા પણ નહીં કરે કારણકે તેની નોકરી જવાનો પણ સવાલ ઊભો થઈ શકે છે.

જો બીજા અધિકારની વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ પોલીસ સ્ટેશનની અંદર તમારી પૂછપરછ કરતા હોય ત્યારે તમે માગણી કરી શકો છો કે મારે પહેલા મારા વકીલ ને મળવું છે. આ માટે ૪૧ સીઆરપીસી હેઠળ તમને તમારા વકીલને મળવા દેવા. અને પોલીસથી પણ એ જવાબદારી હોય છે કે બાર કલાકની અંદર તમારી ધરપકડની જાણ તમારા પરિવારને કરવી. પોલીસવાળા ફેમિલી મેમ્બર્સ અને કયા પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી આપશે. આ સમયે ફેમિલી મેમ્બર્સે પણ એક્ટિવ રહેવું જોઈએ કે હવે શું કરવું. આ માટે તમે દલીલ કરી શકો છો કે પહેલા મારે મારા વકીલ ને મળવું છે ત્યારબાદ જ આગળ વાત કરીશ. તો પ્લીઝ મને મારા વકીલે મુલાકાત કરાવો. આમ કરવાથી વકીલની મુલાકાત કરવાની જવાબદારી પોલીસની બની જશે. અને જો પોલીસ આવું નહીં કરે તો પોતે પોતાના ગુનામાં ફસાઈ જશે.

અને એક નિયમ એવો પણ છે કે જ્યારે તમારી ધરપકડ કરવામાં આવી હોય ત્યાર બાદ ૨૪ કલાકની અંદર પોલીસવાળાએ તમને કોર્ટની અંદર રજૂ કરવાના હોય છે. પરંતુ અત્યારે પોલીસવાળા ૨૪ કલાક ના બદલે ત્રણ થી ચાર દિવસ તમને જેલમાં રાખે છે. આ માટે તમારા સગા સંબંધી એ એસ.પી પાસે જઈને રજૂઆત કરવાની રહેશે કે મારા પ્રેમની કે મેમ્બર્સ નહીં કોર્ટમાં રજુ કરો. અને સુપ્રીમ કોર્ટમાં પણ વોટર છે કે ધરપકડ કરી એનો મતલબ એવો નથી કે તે વ્યક્તિ ગુનેગાર છે. ધરપકડ કરવા માટે પણ પોલીસ પાસે કોઈ ચોક્કસ રીઝન હોવું જરૂરી છે.

એક નિયમ એવો પણ છે કે જ્યારે તમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તમારો મેડિકલ રિપોર્ટ હોવો જરૂરી છે. આથી દરેક વ્યક્તિએ સૌપ્રથમ મેડિકલ રિપોર્ટ જરૂર કરાવો. જે તમે કોર્ટમાં દાવો કરી શકો કે આ લોકોએ મારો મેડિકલ રિપોર્ટ જોઈને પણ મારા પર જુલમ કર્યો છે અને મારા પર હાથ ઉગામ્યો છે. જો તમારા શરીર પર ઇજાના નિશાન જોવા મળે તો કોર્ટ પણ પોલીસ ઉપર અમુક પગલાં ભરી શકે છે. આદિ પોલીસ પાસે એવો કોઈ અધિકાર નથી કે એ તમારા પર મારઝૂડ કરી શકે.

જો કોઇ મહિલા વ્યક્તિની ધરપકડ કરવાની હોય તો એ જરૂરી છે કે તેની ધરપકડ મહિલા પોલીસ સાથે જ કરવામાં આવે. અને તેની ધરપકડ સૂર્યાસ્ત સમય પહેલા કરવાની જરૂરી બને છે. જો કોઈ એવો કેસ હોય કે જેમાં સૂર્યાસ્ત બાદ ધરપકડ કરવી શક્ય હોય તો આ માટે સૌપ્રથમ પોલીસે મેજિસ્ટ્રેટ પાસેથી પરમિશન લેવાની હોય છે. અને આ દરેક ધરપકડમાં પોલીસવાળાએ પોતાના યુનિફોર્મ માં હોવું જરૂરી છે. પરંતુ અમુક સમયે ગુનેગાર ભાગી જવાની શક્યતા હોવાથી પરમિશન મળેલ હોય તો પોલીસ બિન યુનિફોર્મમાં પણ ધરપકડ કરી શકે છે. નાના બાળકની ધરપકડ સાદા ડ્રેસમાં કરી શકાય છે અને કોટનો કહેવું છે કે બાળક સાથે શાંતિથી વર્તન કરવું નહીં તો બાળક ડરી જશે.