હવે ઘરે જ બનાવો બધાની ફેવરીટ ભાખરવડી, જાણીલો રીત

હવે ઘરે જ બનાવો બધાની ફેવરીટ ભાખરવડી, જાણીલો રીત

આપણે ગુજરાતીઓ ફરસાણ ના ખુબ જ મોટા શોખીન છે. જાત જાત ના ફરસાણ બજાર માં મળતા હોય છે. અને જે  વેરાઈટી ફરસાણ ની ગુજરાત માં જોવા મળે છે તે બીજે ક્યાય જોવા મળતી નથી. આજે આપણે ભાખર વડી ઘરે કેવી રીતે બનાવી શકાય એ વિષે વાત કરીશું. ભાખર વડી દરેક ને ખુબ જ ભાવતી હોય છે. અને બાળકો ની પણ પ્રિય હોય છે. તો ચાલો જાણી લઈએ ભાખર વડી બનાવવાની રીત વિષે. જે દરેક ને ખુબ જ ભાવશે.

સામગ્રી :

 • ૧૦૦ ગ્રામ ચણાનો લોટ
 • ૧૦૦ ગ્રામ મેંદો
 • ૫૦ ગ્રામ તેલ
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
 • ૧/૨ નાની ચમચી અજમો
 • તેલ તળવા માટે

મસાલા માટેની સામગ્રી :

 • ૧  સ્પૂન તલ
 • ૧  સ્પૂન નાળિયેરનું છીણ
 • ૧/૨  સ્પૂન ખસખસ
 • ૧/૨ નાની ચમચી આદુની પેસ્ટ
 • ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
 • ૧ નાની ચમચી જીરાનો પાઉડર
 • ૧ નાની ચમચી ધાણા નો પાઉડર
 •  મીઠું સ્વાદાનુસાર
 • ૨ નાની ચમચી પીસેલી ખાંડ
 •  થોડોક લીંબુનો રસ

લોટ બાંધવાની રીત:-

 • મેંદા ના લોટને અને ચણાના લોટને એક વાસણમાં ચારણીથી ચાળી લેવો.
 • અને ત્યારબાદ તેમાં, મીઠું, હળદર, અજમો અને તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરો
 • અને ત્યારબાદ જરૂરી પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધો.
 • લોટ બંધાઈ ગયા બાદ, તેને એક કપડાથી અડધી કલાક માટે ઢાંકી રાખવો.

મસાલો બનવવાની રીત:-

 • સૌ પહેલા કડાહીમાં થોડુંક તેલ ગરમ કરી, તેમા મરચા, લસણ અને આદુનું પેસ્ટ નાખો,
 • બે મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. તેમા કોપરું, ખસખસ, તલ, મીઠું અને ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો.
 • પાંચ મિનિટ પછી ઉતારી તેને ઠંડુ કરો.

 • બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો.
 • આ રોટલી પર મસાલાની એક પરત બનાવો. હવે આનો ગોળ રોલ બનાવતા જાવ
 • અને થોડું થોડું દબાવતા જાવ.  હવે તેના સરસ એક સરખા કાપા પાડીલો.
 • અને આ એક્ સરખા કરેલા કટકા ને તેલ માં નાખી અને તળીલો.
 • ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો,ધીમા ગેસ એ તળી લેવું.
 • તો તૈયાર છે બધાની ફેવરીટ સ્વાદિષ્ટ ભાખરવડી.