અરબોનો માલિક છે આ એક્ટર, સંતાન હોવા છતાં પણ બધી સંપતિ દાન કરવાનો કરી ચુક્યો છે સંકલ્પ

અરબોનો માલિક છે આ એક્ટર, સંતાન હોવા છતાં પણ બધી સંપતિ દાન કરવાનો કરી ચુક્યો છે સંકલ્પ

દુનિયા માં ઘણા લોકો એવા છે જેનું હૃદય દરિયા જેવડું છે. જમાના માં જ્યાં કેટલાક લોકો પોતાના ઓની સંભાળ પણ નથી રાખતા, ત્યાં જ કેટલાક લોકો એવા પણ છે, જે પોતાના થી વધારે બીજા અને મજબુર લોકો ની સંભાળ રાખે છે. તો ચાલો આજે અમે તમને એક એવા જ અભિનેતા વિષે જણાવીએ, જે પોતાની બધી જ સંપતિ દાન કરવાનો સંકલ્પ લઇ ચુક્યો છે. આ અભિનેતા નું નામ છે, જેકી ચાન.

પોતાની શાનદાર એક્ટિંગ માટે મશહુર જેકી ચાન એ પોતાના કરિયર માં ઘણી એવી ફિલ્મો આપી છે, જેને દુનિયાભર ના લોકો ને ખુબ જ પસંદ કરી છે. જેકી ચાન એક સફળ અને દમદાર એક્ટર ની સાથે સાથે એક શાનદાર માણસ પણ છે. તેમણે પોતાની જીંદગી માં ફિલ્મો ની સિવાય ઘણા એવા કામ કાર્ય કર્યા છે. જેની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે.

ફિલ્મ ઈંડસ્ટ્રી માં જ્યાં મોટા મોટા સિતારાઓ હમેશા સમાજ ની સામે પોતાની સારી ઈમેજ બનાવવાના જુગાડ માં રહે છે, ત્યાં જ જેકી ચાન જેવા સ્ટાર ખુલ્લે આમ પોતાની ભૂલો વિષે ખુલીને વાત કરે છે. આ સમય સમયાંતરે માનવતા ની ભલાઈ ના કાર્યો માટે ચેરીટી ઈવેન્ટ્સ ના માધ્યમ થી જરૂરીયાત મંદ લોકો માટે ધન એકઠું કરે છે.

જેકી ચાનએ અંદાજે ૮ વર્ષ ની ઉમર થી જ પોતાના એક્ટિંગ કરિયર ની શરૂઆત કરી હતી. એક્ટિંગ માં સફળતા મેળવ્યા બાદ તેમણે વર્ષ ૧૯૮૨ માં જોન લીન સાથે લગ્ન કર્યા. જેનાથી  તેમને ૨ બાળક જયસી ચાન (પુત્ર) અને એટા એનજી (પુત્રી) છે.

જેકી ચાન પાસે અંદાજે ૩૫૦ મિલિયન ડોલર ની સંપતિ છે, જે ભારતીય મુદ્રા ના હિસાબ થી અંદાજે ૨૪ અરબ રૂપિયા થી વધારે થાય છે. તમને જાણીને હેરાની થશે કે જેકી ચાન એ સંકલ્પ લીધો છે, કે તે [પોતાની બધી સંપતિ દાન ના કાર્યો માં લગાવી દેશે. જેકી ચાન નું માનવું છે કે પોતાની કમાણી બાળકો ને આપવા કરતા સારું છે ચેરીટી માં આપી દે.  તેમનું કહેવું છે કે જો તેના બાળકો કમાવી શકે છે, તો તેમને જાતે પોતાના માટે પૈસા કમાવવા જોઈએ. જો તે ન કમાઈ શકે, તો પછી તે તેમના પૈસા જ બરબાદ કરશે.