અમાસ ના દિવસે કરો આ કામ, ખુલી જશે તમારી કિસ્મત.

અમાસ ના દિવસે કરો આ કામ, ખુલી જશે તમારી કિસ્મત.

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે અમાસ ના દિવસે લોકો ખુબજ દાન પુણ્ય કરતા હોય છે. શાસ્ત્રો માં જણાવ્યા પ્રમાણે આપણે જેટલું પણ દાન કરીએ તેનાથી કેટલાય ગણું થઈને આપણને એ પાછુ મળે છે. આજે અમે આ આર્ટીકલ ના માધ્યમ થી અમાસ ના દિવસે ધન પ્રાપ્તિના કેટલાક ઉપાયો વિશે જણાવીશું. શાસ્ત્રો માં જણાવ્યા મુજબ અમાસ ના દિવસે દાન કરવાથી ચંદ્ર અને સૂર્યના દોષો માંથી મુક્તિ મળે છે.

જો કોઈની આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી હોય તો અમાસ ના દિવસે એક નારીયેળ ને ફોડી ને તેમાં ખાંડ ભરવી. અને ત્યાર બાદ આ નારિયેળ ને કીડીઓ ના દર પાસે રાખવું. આ વસ્તુ કરતી વખતે એક વાત નું ખાસ ધ્યાન રાખવું, નારિયેળ રાખ્યા પછી પાછુ વળી ને ભૂલથી પણ ના જોવું. પાછુ ફરી ને જોવાથી અશુભ થઇ શકે છે. એવું માનવામાં આવે છે કે કીડીઓ ને દાણા ખવડાવવાથી ભવિષ્યમાં અચાનક ધન લાભ થઇ શકે છે.

અમાસના દિવસે પીપળાના વૃક્ષ ની પૂજા કરવી જોઈએ અને પીપળાને જનોઈ પહેરાવવી તેમજ પૂજાની અન્ય સામગ્રીઓ અર્પણ કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાન નો મંત્ર ઓમ નમો ભગવતે વાસુ દેવાય નો જાપ કરવો અને પ્રદક્ષિણા કરવી. તેમજ સ્ટીલ ના લોટામાં પાણી, દૂધ, કેળા અને સફેદ તલ તેમજ  જવ મિક્સ કરીને પીપળાના વૃક્ષ ના થડ માં અર્પણ કરવું.

અમાસ ના દિવસે કોઈ સારા પંડિત પાસે પોતાના ઘર માં શિવ પૂજા કરાવવી અને હવન પણ કરાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શિવજીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે.

અમાસની રાતે ૫ લાલ ફૂલ અને ૫ સળગતા દીવા વહેતી નદી માં તરતા મુકવા.

અમાસ ના દિવસે પોતાના પિતૃના નામ પર કોઈ ગાય, બ્રામણ અથવાતો ગરીબ જરૂરિયાત મંદ લોકો ને દાન કરવું.

અમાસ ના દિવસે ભગવાન વિષ્ણુ ના મંદિર પર પીળી ધજા ચડાવવી આવું કરવાથી ભગવાન વિષ્ણુ ની સાથે સાથે લક્ષ્મીજી ની કૃપા પણ બની રહે છે. અને તેથી ધન લાભ થાય છે.

અમાસ ના દિવસે ઘરના મંદિરમાં અને તુલસી ના ક્યારા પાસે સવાર સાંજ દીવો કરવાથી ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે. તેમજ અમાસના દિવસે ભૂલથી પણ તુલસીના પાન કે બીલીપત્ર ના તોડવા.

Leave a Reply

Your email address will not be published.