અહી છોકરીઓ છે સુંદર અને કરોડપતિ પરંતુ લગ્ન માટે નથી મળતા છોકરાઓ, કુંવારી જ થઈ જાય છે વૃદ્ધ

અહી છોકરીઓ છે સુંદર અને કરોડપતિ પરંતુ લગ્ન માટે નથી મળતા છોકરાઓ, કુંવારી જ થઈ જાય છે વૃદ્ધ

મિત્રો , હાલ વિશ્વ મા ઘણા વિચિત્ર કિસ્સાઓ બની રહ્યા છે. હાલ જમાનો જેટલો આધુનિક બની રહ્યો છે તેમ તેની સાથે-સાથે ઘેરબેઠા આપણે ઈન્ટરનેટ નો ઉપયોગ કરી ને ઘણી નવી-નવી માહિતી તથા વાસ્તવિકતાઓ વિશે જાણીએ છીએ. હાલ એક ચર્ચા મા રહેલા કિસ્સા ની વિસ્તૃત મા ચર્ચા કરીએ. શુ તમને ખ્યાલ છે કે આપણા વિશ્વ મા એક એવી જગ્યા પણ છે જ્યા યુવતીઓ ને લગ્ન માટે નથી મળતા યુવકો. આ યુવતીઓ પરણવા માટે તડપી રહી છે.

એક એવો ગ્રામ્ય વિસ્તાર જ્યા યુવકો ની સાપેક્ષે યુવતીઓ ની સંખ્યા વધુ છે. આ જગ્યા એ યુવતીઓ રહે છે કુંવારી. આ ગ્રામ્ય વિસ્તાર ની યુવતીઓ ને પરણવા માટે નથી મળતો કોઈ યુવક. વિશ્વ મા સીરીયા ઉપરાંત અન્ય એક જગ્યા છે કે જ્યા યુવતીઓ ને લગ્ન માટે યુવકો નથી મળતા. આ જગ્યા છે બ્રાઝિલ નુ એક ગામ નોઈવા. આ ગ્રામ્ય વિસ્તાર ૨૦-૩૦ વર્ષ ની વય ધરાવતી યુવતીઓ થી ભરપૂર છે.

આ ગ્રામ્ય વિસ્તાર મા ૬૦૦ સ્ત્રીઓ ની વસ્તી છે. તેમા થી ૩૦૦ થી વધુ સ્ત્રીઓ ને લગ્ન માટે યુવક નથી મળતો. અહિ ની યુવતીઓ અપાર સૌંદર્ય ધરાવતી હોય છે. પરંતુ , આ ગ્રામ્ય વિસ્તાર અપરણીત યુવક શોધવો અસંભવ છે. અહિ ની યુવતીઓ એવી ઈચ્છા ધરાવે છે કે લગ્ન બાદ તેનો પતિ તેની સાથે આ ગામ મા વસે. જેથી તે આ ગ્રામ્ય વિસ્તાર છોડવા માંગતી નથી.

અહી સ્ત્રીઓ ખેતી તથા તે ઉપરાંત અન્ય કાર્યો પણ કરે છે તથા અહી સ્ત્રીઓ ના બનાવેલા નીતિ-નિયમો પુરુષો એ માનવા પડે છે. હાલ આ ગામ ને ૧૦૦ વર્ષ થી પણ વધુ સમય થયો છે. પરંતુ , આ ગ્રામ્ય વિસ્તાર ની સ્ત્રીઓ અન્ય કોઈ સાથે સંબંધ જોડયો નથી. આ ગ્રામ્ય વિસ્તાર ની મોટાભાગ ની સ્ત્રી ની વય ૨૦-૩૦ વચ્ચે ની છે તથા મોટાભાગ ની સ્ત્રીઓ અપરણિત છે. અહી ની સ્ત્રીઓ લગ્ન તો કરવા માંગે છે પરંતુ , આ ગામ ને છોડી ને જવા નથી માંગતી.

આ ગામ ની યુવતીઓ એવુ ઈચ્છે છે લગ્ન બાદ છોકરો અહી આ ગામ મા આવી ને વસવાટ કરે અને તેમના નીતિ-નિયમો ને અનુસરે. મોટાભાગ ના પુરુષો ૧૮ વર્ષ ની વય બાદ શહેરો મા કાર્ય કરવા માટે જાય છે. આ ગ્રામ્ય વિસ્તાર મા સૌપ્રથમ માઈલા સેનોમીરા એ સ્ત્રી સશક્તિકરણ નો પાયો નાખ્યો હતો. ૧૮૫૧ મા તેમણે ઘર નો ત્યાગ કર્યો હતો અને ત્યારબાદ તેમણે આ ગામ ને પોતાના નીનિ-નિયમ અનુસાર વસાવ્યુ.