જાણો એલોવેરા હર્બલ શેમ્પુ બનાવવાની વિધિ

જાણો એલોવેરા હર્બલ શેમ્પુ બનાવવાની વિધિ

આજ કાલ હવે લોકો આધુનિક વસ્તુ મૂકી અને હર્બલ વસ્તુઓ તરફ વળ્યા છે. આજ કાલ કુદરતી વસ્તુઓના વપરાસ માં લોકો વધુ જોર આપી રહ્યા છે. આ માટે આજ કાલ કુદરતી સાબુ, ક્રીમ,  ફેસવોશ વગેર ના વપરાસ ને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. આ સાથે લોકો કુદરતી હર્બલ શેમ્પુ પણ વધુ વાપરવા તરફ વળ્યા છે.  અને જો તમે ચાહો તો આ હર્બલ શેમ્પુ ઘરે પણ બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે એલોવેરા હર્બલ શેમ્પુ ઘરે કઈ રીતે બનાવી શકાય.

એલોવેરા શેમ્પુ બનાવવા માટે તમારે એક ચમચી એલોવેરા જેલ  અથવા અડધો કપ એલોવેરા માંથી નીકળેલુ જે પદાર્થ છે તે. અને બે ચમચી કોઈ પણ સામાન્ય શેમ્પુ જોશે. હવે આ એલોવેરા જેલ અને શેમ્પુ ને પાણી માં ભેળવો અને એક કલાક માટે રાખી દો. એક કપ પાણી માં ભેળવી અને એક કલાક સુધી રહેવા દો. હવે તૈયાર થયેલું જે મિશ્રણ છે તેને તમે એલોવેરા શેમ્પું તરીકે વાપરી શકો છો.

હવે જે રીતે તમે બીજા શેમ્પુ દ્વારા માથું ધોવો છો તે રીતે આની મદદ દ્વારા પણ વાળ ધોઈ શકો છો. આવું કરવાથી તમારા વાળ ખુબ જ સુંદર અને મુલાયમ બની જશે. અને એક અલગ જ સાઈન વાળ માંથી મારશે.  આ શિવાય તમે આ મિશ્રણ નું શેમ્પુ ના બદલે કંડીશનર ની રીતે પણ ઉપયોગ માં લઇ શકો છો. આ મિશ્રણ એક ખુબ જ સારું કંડીશનર પણ સાબિત થાય છે. કંડીશનર થી વાળ સરસ મુલાયમ અને ચમકદાર બની જાય છે.

આ માટે સૌથી પહેલા તમારે વાળ ને ધોવાના રહેશે. પછી વાળ માં આ એલોવેરા નું મિશ્રણ લગાવો. સરસ વાળ ના જળ મૂળ માં પણ લગાવો અને વાળ માં દરેક સાંઇડ બરાબર રીતે લગાવી દો. અને પછી જે રીતે બીજા કંડીશનર નો ઉપયોગ કરો છો તે રીતે આ કંડીશનર ને થોડી વાર માટે વાળ માં રહેવા દો પછી ધોઈ લો. આવું કરવાથી વાળ માં અલગ જ સાઈન આવશે. અને વાળ રફ પણ નહિ બને. તો તમે પણ અચૂક ઘરે બનાવો આ શેમ્પુ.