આ સરળ ઘરેલું ઉપાયથી શરીર પરના મસ્સા ને કાયમી માટે કરો દુર, જાણો ઈલાજ

આ સરળ ઘરેલું ઉપાયથી શરીર પરના મસ્સા ને કાયમી માટે કરો દુર, જાણો ઈલાજ

મિત્રો , હાલ વ્યક્તિ પોતે પોતાનુ સૌંદર્ય વધુ ને વધુ આકર્ષક દેખાડવા માટે મથતો હોય છે અને જો તમારી સ્કીન પર ખીલ કે મસ્સા જેવી સમસ્યાઓ ઉદ્દભવે તો તમારા વ્યક્તિત્વ પર દાગ લાગી જાય છે. સામાન્ય રીતે મસ્સા ની સમસ્યા ૬૦ વર્ષ થી ઉપર ની વ્યક્તિઓ ને ઉદ્દભવતી હોય છે.

પરંતુ , વર્તમાન સમય મા યુવાઓ પણ આ સમસ્યા થી પીડાઈ છે. સામાન્ય રીતે મસ્સા ની સમસ્યા થી કોઈ દર્દ તો ના અનુભવે પરંતુ , તે દેખાવ મા ખૂબ જ ખરાબ લાગે છે. તેથી , જો તમે આ સમસ્યા મા થી મુક્તિ મેળવવા માંગતા હોવ તો હાલ તમને અમુક ઘરગથ્થુ નુસ્ખાઓ જણાવીશુ.

કેળા ની છાલ :

કેળા ની છાલ ને જો મસ્સા પર હળવા હાથે નિયમીત ઘસવા મા આવે તો તમે તેના થી મુક્તિ મેળવી શકો છો. આ પ્રક્રિયા અનુસરવા થી તે આપ મેળે જ ખરી જશે.

એસ્પીરીન :

એસ્પીરીન ની એક ગોળી મા થોડુ પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી ને આ પેસ્ટ ને મસ્સા પર લગાવવા મા આવે તો મસ્સા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જાય છે.

નેઈલપોલીશ :

જો આખા દિવસ મા મસ્સા પર ત્રણ વખત નેઈલપોલીશ લગાવી ને પાણી થી સાફ કરવા મા આવે તો તમે આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો.

ડુંગળી નો રસ :

ડુંગળી ને સમારી ને તેમા નમક ઉમેરી ને તેને મિક્સર મા ક્રશ કરી તેના રસ ને મસ્સા પર લગાવવા મા આવે તો ફક્ત એક વીક ના સમયગાળા મા મસ્સા મા થી મુક્તિ મેળવી શકાય છે.

લીંબુ નો રસ :

જો તમે મસ્સા ની સમસ્યા થી પીડાતા હોવ તો રૂ મા લીંબુ નો રસ નીચોવી તેને મસ્સા પર લગાવો અને થોડા સમય પછી તેને પાણી થી ચોખ્ખુ કરી લેવુ. નિરંતર ૨-૩ અઠવાડિયા સુધી આ નૂસ્ખો અજમાવવા થી તમને ફિલ થશે કે મસ્સા દૂર થઈ ચૂક્યા છે.

રેશમ ની દોરી થી બાંધવુ :

જો રેશમ ની દોરી ને મસ્સા મા બાંધી દઈ ને બે-ત્રણ સપ્તાહ સુધી બાંધી રાખવા મા આવે તો આ મસ્સા મા પ્રવર્તતો રક્ત નો પ્રવાહ રોકાઈ જશે અને તે નીકળી જશે.

લસણ :

લસણ મા એન્ટિબેક્ટેરિયલ ગુણતત્વ હોય છે. લસણ ને ક્રશ કરી ને તેની પેસ્ટ મસ્સા પર લગાવવા મા આવે અને ત્યારબાદ ચોખ્ખા પાણી થી સાફ કરી લેવા મા આવે તો મસ્સા દૂર થઈ જશે.