આ ૫ કહેવતો અનુસાર ઘરમાં કરો આ ફેરફાર, તમારા ઘરમાં વાસ્તુદોષ કે દુર્ભાગ્ય ક્યારેય પ્રવેશ કરશે નહિ

આ ૫ કહેવતો અનુસાર ઘરમાં કરો આ ફેરફાર, તમારા ઘરમાં વાસ્તુદોષ કે દુર્ભાગ્ય ક્યારેય પ્રવેશ કરશે નહિ

મિત્રો , આપણા દેશ મા ઋષિમુનિઓ દ્વારા રચિત એટલા સમૃધ્ધ શાસ્ત્રો છે કે જેમા મનુષ્ય ની સર્વ સમસ્યાઓ નો ઉકેલ દર્શાવવા મા આવ્યો છે. હાલ તમને એવી પાંચ કહેવતો વિશે જણાવવા જઈ રહ્યો છુ કે જે વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલી છે. આ પાંચ કહેવતો જો તમે સમજી જશો તો તમારે ક્યારેય પણ વાસ્તુદોષ ઉદ્દભવશે નહી. આપણા પૂર્વજો દ્વારા વાસ્તુશાસ્ત્ર ના મહત્વ ને સમજી ને આ પાંચ કહેવતો ઉચ્ચારવા મા આવી છે.

આ કહેવતો ઘર ની ચીજવસ્તુઓ તથા ઘર ની આજુબાજુ સ્થિત વૃક્ષો અને વસ્તુઓ પર આધારીત છે. આ કહેવતો જે એક્વાર સમજી લે છે તેમના જીવન મા વાસ્તુદોષ ક્યારેય પણ નડતો નથી તથા સુખ અને સમૃધ્ધિ તેમના દ્વારે આવે છે. મિત્રો , ઘણી વાર એવુ બનતુ હોય છે કે કોઈ કાર્ય સહન ના થતુ હોય તથા આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તેનુ કારણ વાસ્તુદોષ હોઈ શકે. આ માટે આ વાસ્તુદોષ નુ નિવારણ કરવુ અનિવાર્ય છે. તો ચાલો આ પાંચ કહેવતો વિશે વિસ્તૃત મા જાણીએ.

પ્રથમ કહેવત છે, “ જા કે પુરબ પીપલ હોવે , સૌ લક્ષ્મી પર લક્ષ્મી ખોવે ” આ નો અર્થ એવો થાય છે કે જે ઘર ની પૂર્વ દિશા મા પીપળા નુ વૃક્ષ હોય તે ઘર મા સ્થિત સદસ્યો ને ભારે ધનહાનિ થાય છે તથા ઘર મા ધન ટકતુ નથી. આથી ક્યારેય પણ ઘર ની પૂર્વ દિશા મા પીપળો ના હોવો જોઈએ.

બીજી કહેવત એ છે કે, “ જે હી મુંડે પર અશોકવૃક્ષ , વાસા સુખ રાહત ઉર ભવત શ્વાસા ” આનો અર્થ એવો થાય છે કે જે ધરા પર આસોપાલવ નુ વૃક્ષ હોય છે તે ઘર સુખ અને સમૃધ્ધિ આવે છે તથા ઘર નુ વાતાવરણ ખુશનુમા હોય છે. આ ઉપરાંત આસોપાલવ ના વૃક્ષ ઘર મા ક્યારેય પણ વાસ્તુદોષ ઉત્પન્ન થવા દેતા નથી.

ત્રીજી કહેવત એ છે કે, “ સિંહ મુખી જો રહેને જાવે તન ધન આપન સકલ ગવાવે ” આનો અર્થ એવો થાય છે કે જે ઘર આગળ થી પહોળાઈ ધરાવતુ હોય તથા પાછળ થી સાંકળુ હોય એટલે કે જે ઘર સિંહ મુખી હોય તે ઘર ના સદસ્યો અવારનવાર બિમાર પડતા રહેતા હોય છે. જેથી , તે સતત દવાખાના મા રહેતા હોય છે અને દવાઓ પાછળ અઢળક નાણા ખર્ચતા હોય છે. માટે ક્યારેય પણ સિંહ મુખી ઘર ના લેવુ જોઈએ.

ચોથી કહેવત એ છે કે, “ છોટે દરવાજે મોટી ચૌલ , વાહો આ તો આફત ઔર ” આનો અર્થ એવો થાય છે કે જે ઘર નો મુખ્ય દ્વાર સાંકળો હોય તે ઘર મા ચોરી-લુંટફાટ થવા ની શક્યતાઓ વધી જાય છે. તો બીજી બાજુ જે ઘર નો મુખ્ય દ્વાર વધુ પડતો પહોળો હોય તે ઘર મા પણ સમસ્યાઓ ઉદ્દભવે છે. માટે ઘર નો મુખ્ય દ્વાર ના તો વધુ પડતો સાંકળો કે ના તો વધુ પડતો પહોળો હોવો જોઈએ. પરંતુ , મધ્યમ કદ નો હોવો જોઈએ.

પાચમી કહેવત એ છે કે, “ ગજ જેહી હારે જુંડ ઉઠાવે , સકલ સગુન અસબાત જતાવે , જો પહેલે ઘર દેવ ખીચાવે ઉહી ઘર કો બંહિ દેવ રખાવે ” આ નો અર્થ એવો થાય છે કે જે ઘર મા વાસ્તુ દેવ ને સૌપ્રથમ ભોગ ચડાવવા મા આવે છે અને તે પછી ઘર ના સદસ્યો આહાર ગ્રહણ કરે છે. તે ઘર મા હંમેશા સુખ-શાંતિ બનેલી રહે છે તથા લોકો તેના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. તો મિત્રો આ પાંચ કહેવતો ને અનુસરી ને જીવન વ્યતીત કરશો તો ઘર મા ક્યારેય પણ વાસ્તુદોષ ની સમસ્યા નહી સર્જાય તથા તમને અઢળક ધન ની પ્રાપ્તિ થશે અને તમારુ જીવન સફળ બનશે.