આ ૧ વસ્તુ ઉમેરો દીવાના તેલમાં અને મચ્છરને ભગાડો ઘરની બહાર, જાણો આ સરળ ઘરેલું ઉપાય

આ ૧ વસ્તુ ઉમેરો દીવાના તેલમાં અને મચ્છરને ભગાડો ઘરની બહાર, જાણો આ સરળ ઘરેલું ઉપાય

મિત્રો, ઉનાળા ની ઋતુ શરુ થાય છે ત્યારે પરસેવા ની સમસ્યા ઉદ્ભવે કે ન ઉદ્ભવે પણ મચ્છર નો ત્રાસ અવશ્ય શરુ થઇ જાય છે. આપણ ને સૌ ને ખ્યાલ છે કે મચ્છર નો ત્રાસ આપણા સૌ ની ઊંઘ હરામ કરી નાખે છે. એક સામાન્ય એવું મચ્છર એક ૬ ફૂટ ના માણસ નુ જીવન ત્રસ્ત કરી નાખે છે. લોકો આ મચ્છર ને દુર ભગાડવા માટે મોર્ટીન અને હિત જેવા જંતુનાશકો વાપરતા હોય છે પણ આ જંતુનાશક એટલા નુકશાનદાયી હોય છે કે જે આપણા શરીર ના સ્વાસ્થ્ય ને અસ્તવ્યસ્ત કરી નાખે.

હાલ તમને એક એવા નુસખા વિશે જણાવીશું કે જે ફક્ત પાંચ મિનીટ મા જ તમારા ઘર માંથી આ મચ્છરો ને દુર ભગાડી દેશે અને તે આપણા સ્વાસ્થ્ય ને હાની પહોચાડતુ અટકાવશે. આ મચ્છર ના ત્રાસ ને દુર કરવા માટે સૌપ્રથમ એક માટી નુ નાનું વાટકા જેવું પાત્ર લેવું. જો ઘર મા આવું માટી નુ પાત્ર ઉપલબ્ધ ન હોય તો માર્કેટ માંથી તમે સરળતા થી મેળવી શકો છો.

હવે આ મચ્છર ના ત્રાસ ને દુર કરવા માટે સરસવ નુ ઓઈલ લો. આ સરસવ નુ ઓઈલ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. સરસવ નુ ઓઈલ જો આપણા ઘર મા બળતું હોય તો લક્ષ્મી જી નો આપણા ઘર મા વાસ થાય છે. સરસવ નુ ફક્ત બે થી ત્રણ ચમચી જેટલું ઓઈલ લેવું. ત્યારબાદ તેમાં એક ચમચી લીમડા નુ ઓઈલ ઉમેરવુ. ત્યારબાદ તેમાં થોડુ કપૂર નો ભુક્કો કરી ને ઉમેરવું અને આ મિશ્રણ ને વ્યવસ્થિત રીતે હલાવવું. આ મિશ્રણ મા બે થી ત્રણ લવિંગ પણ આ તેલ મા ઉમેરી દેવા.

ત્યારબાદ આ મિશ્રણ મા એક રૂ ની વાટ બનાવી ને ઉમેરવી અને તે વાટ નો એક છેડો વાટકા ના કાંઠા પર રાખી દેવું અને ત્યારબાદ દીપક ની જેમ પ્રજવલિત કરી દેવું. આ મિશ્રણ ને સળગાવ્યા ના ફક્ત પાંચ મીન્નીત ની અંદર જ તમે નિહાળી શકશો કે ઘર ના મચ્છરો દુર થઇ જશે અને ૧૦ મિનીટ બાદ તમારા ઘર મા એકપણ મચ્છર જોવા નહી મળે. આ મિશ્રણ માંથી નીકળતો ધુમાડો એકદમ પ્રાકૃતિક છે જેના થી કોઇપણ જાત ની શરીર ના સ્વાસ્થ્ય ને હાની પોહચતી નથી.