૩૦ રૂપિયામાં બનતા આ કાર્ડ દ્વારા દરેક પ્રાઇવેટ હોસ્પિટલમાં થશે એકદમ મફત ઈલાજ, જાણો આ કાર્ડ વિષે

૩૦ રૂપિયામાં બનતા આ કાર્ડ દ્વારા દરેક પ્રાઇવેટ હોસ્પિટલમાં થશે એકદમ મફત ઈલાજ, જાણો આ કાર્ડ વિષે

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ માત્ર 30 રૂપિયામાં બની જતા આ કાર્ડ દ્વારા તમે પાંચ લાખ રૂપિયા સુધીનો હોસ્પિટલનો ઈલાજ મફત કરી શકો છો. આ કોઈ સામાન્ય કાર્ડ નહીં પણ તેનું નામ ગોલ્ડન કાર્ડ છે. જેને આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડવામાં આવ્યું છે. આ સ્કીમ માં જોડાયેલા દરેક વ્યક્તિએ આ કાર્ડ કઢાવવું ફરજિયાત છે. કાર્ડ બન્યા બાદ જ તમે ફ્રી મા ઇલાજ કરી શકો છો.

આ યોજના નરેન્દ્ર મોદી દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારતના લગભગ દસ કરોડ લોકોનો સમાવેશ થયો હતો. જેમાં પાંચ લાખ રૂપિયા સુધીનો હોસ્પિટલ નો ઉપચાર મફતમાં આપવામાં આવશે.

ક્યાં બનશે ગોલ્ડન કાર્ડ
મિત્રો આ કાર્ડ બે જગ્યા પરથી મળશે. હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર પર. સીએસસી ગામડાઓમાં સરળતાથી મળી જાય છે. પરંતુ CSC ના સીઇઓ ડી.સી. ત્યાગીદ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોમન સર્વિસ સેન્ટર પર ગોલ્ડન કાર બનાવવાની કામગીરી ટૂંક સમયમાં જ ચાલુ કરી દેવામાં આવશે. આ કાર્ડ બનાવવા માટે લાભાર્થીએ 30 રૂપિયા દેવાના રહેશે. જેથી કરીને કાર્ડને લેમિનેટ કરીને અપાશે.

આ યોજનામાં જોડાતો વ્યક્તિ સીએસસીમાં આવીને આયુષ્માન ભારતની લીસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. જે વ્યક્તિનું નામ આ લિસ્ટ માં હશે તેનું કાર્ડ બની જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો એક ઘરમાં પાંચ વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિના અલગ અલગ કાર્ડ બનશે. એવું નહીં થાય કે એક કાર્ડની અંદર આખા પરિવારનું કામ ચાલી જાય.

આ ઉપરાંત કાર્ડ હોસ્પિટલમાં પણ મફતમાં બનશે. અમુક લોકો એવા હોય છે કે જે બીમાર થાય ત્યારે જ હોસ્પિટલ જતા હોય છે. તો આ લોકો ત્યાંથી કાર્ડ મેળવી શકે છે. પરંતુ જો તમે બીમાર થાવ એ પહેલા જ કાર્ડ કઢાવવા ઈચ્છતા હોય તમારે કાર્ડ કઢાવવા માટે સીએસસી જવું પડશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અંતર્ગત હજારીબાગ જીલ્લા હોસ્પિટલમાં દેશનું પહેલું ગોલ્ડન કાર્ડ બનશે.

૧૩૦૦ થી વધુ બીમારીઓનો ઉપચાર
ભારત સરકારની આ યોજના અંતર્ગત કેન્સર, હ્રદયની બીમારી, કીડની, લીવર, ડાયાબીતીશ સાથે ૧૩૦૦ થી વધુ બીમારીઓનો ઉપચાર આયુષ્માન ભારતના અંતર્ગત કવર થશે. માત્ર સરકારી જ નહીં પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ આ યોજનાનો લાભ મેળવી શકાશે. જેની અંદર તપાસ, દવા, ઉપચાર, હોસ્પિટલાઈજેશન અને ત્યાર પછીનો ખર્ચ પણ કવર હશે. ઉપરાંત પહેલાથી આવેલી બીમારી પણ કવર થઇ જશે.