આ રીતે બનાવશો ઢોસા તો બનશે એકદમ કરકરા અને પાતળા આ રહી તેની વિગતવાર ટીપ્સ

આ રીતે બનાવશો ઢોસા તો બનશે એકદમ કરકરા અને પાતળા આ રહી તેની વિગતવાર ટીપ્સ

મિત્રો જ્યારે ડોસા ની વાત આવે છે ત્યારે મોંમાં પાણી આવવા લાગે છે. બહુ ઓછા લોકો એવા હશે કે જેને ઢોસા પસંદ નહિ હોય. ઢોસા એ સાઉથ ઈન્ડિયન ડિશ છે. જેમાં પેપર, પનીર, ઓન્યન, મૈસુર, મસાલા જેવા અલગ અલગ પ્રકારના ઢોસા ઉપલબ્ધ છે. ઢોસા માં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. હાલ વેકેશનનો સમય ચાલતો હોવાથી બાળકો માટે ઢોસા બનાવવા માટે આજે અમે તમારી સાથે એક સરળ રેસિપી શેર કરીશું. આ ઉપરાંત તેને કેવી રીતે કડક અને પાતળા બનાવવા તેની ટિપ્સ પણ આપીશું.

જરૂરી સામગ્રી : ઢોંસા માટે મિશ્રણ તૈયાર કરવા માટે

 • ૩ કપ ચોખા
 • ૧ કપ અડદની દાળ
 • એક નાની ચમચી મેથી દાણા
 • ૩/૪ નાની ચમચી બેકિંગ સોડા
 • સ્વાદ મુજબ કે એક નાની ચમચી મીઠું
 • ઢોંસા શેકવા માટે તેલ

ઢોંસા માટે મસાલો તૈયાર કરવા માટે :

 • ૪૦૦ ગ્રામ બટેટા
 • એક નાની વાટકી વટાણા
 • ૨ ટેબલ સ્પેન તેલ
 • ૧ નાની ચમચી રાઈ
 • ૧/૪ નાની ચમચી હળદર
 • ૧ નાની ચમચી ધાણા
 • ૨-૩ લીલા મરચા
 • દોઢ ઇંચ લાંબા ટુકડા આદુ
 • સ્વાદ મુજબ મીઠું
 • એકના ચોથા ભાગની નાની ચમચી આમચૂર પાવડર
 • એકના ચોથા ભાગની નાની ચમચીથી ઓછા લાલ મરચા

બનાવવાની રીત :
સૌપ્રથમ અડદની દાળ તથા મેથીને સાફ કરી ને ચાર કલાક કે પછી આખી રાત માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ અલગ રીતે ચોખાને સાફ કરી અને ગ્લાસમાં આખી રાત માટે પલાળી રાખો. દાળમાંથી પાણી કાઢીને મેથી અને દાળને ઝીણી વાટી લો તેની અંદર ચોખા નું પાણી કાઢીને ચોખા નાખી દો. બધાને સારી રીતે મિક્સ કરી લો. તેની અંદર નમક અને બેકિંગ સોડા ઉમેરો. તેને તમારે ૧૪-૧૫ કલાક માટે કોઈ ગરમ જગ્યા ઉપર રાખવાનું રહેશે. આથો આવીને બનાવેલું મિશ્રણ પહેલાની અપેક્ષાએ ફૂલીને બમણું થઇ જાય છે. આ મિશ્રણ ઢોંસા બનાવવા માટે તૈયાર છે.

ઢોંસા માટે મસાલો તૈયાર કરવો :

મસાલો બનાવવા માટે બટાકા ને બાફી ને છીણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેની અંદર રાઈ હળદર અને ધાણા પાવડર નાખવો. ત્યારબાદ તેની અંદર લીલા મરચા અને આદુ નાંખી ને એક મિનિટ સુધી શેકવું. ત્યારબાદ તેની અંદર વટાણાના દાણા તથા બે ટેબલસ્પૂન પાણી નાખીને મિક્સ કરો. ત્યાં સુધી વટાણા નરમ ના થાય ત્યાં સુધી ચડવા દો.

ત્યારબાદ તેની અંદર બટેટુ, આમચૂર પાવડર, લાલ મરચા પાઉડર તથા નમક મિક્સ કરીને બે-ત્રણ મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેની અંદર લીલા ધાણા મિક્સ કરી દો તમારો મસાલો તૈયાર થઈ ગયો છે. જો તમે ડુંગળી ખાતા હોય તો તેની અંદર તમારે ડુંગળી પણ નાખી શકો છો. આ માટે તમારે ડુંગળી આદુ અને લીલા મરચાં નાખીને આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો, બીજી બધી વસ્તુઓ ઉપરની રીતે ભેળવીને મસાલો બનાવી લો.

ઢોંસા બનાવો
સૌપ્રથમ આ મિશ્રણને ચમચાની મદદથી હલાવવાનો રહેશે, ત્યારબાદ એક નોન સ્ટિક તવાને ગેસ ઉપર મૂકો. જ્યારે તવો સારી રીતે ગરમ થઇ જાય ત્યારબાદ એક ભીના કપડા ની મદદથી તેને લૂછી લો. હવે તવા ઉપર થોડુ તેલ લગાવવું. ત્યારબાદ મિશ્રણમાંથી એક મોટી ચમચી ભરીને તવા ઉપર નાખીને ગોળ ગોળ ફેરવતા રહો. ત્યારબાદ ઢોસાની ચારેબાજુ થોડું તેલ નાખો.

જ્યારે ઉપરનું પડ બ્રાઉન રંગનું દેખાય ત્યારે સમજી લેવું કે નીચે પણ બ્રાઉન થઈ ગયું હશે. ત્યારબાદ તેના ઉપર બે ચમચી બટેટા નો મસાલો નાખીને ફેલાવી દો. ત્યારબાદ તો સાંઈ કિનારીને બંને બાજુ વાળી દો. ઢોસા ને તવા ઉપરથી ઉતારીને પ્લેટમાં મૂકો. તવામાં ઢોંસાને ફેલાવતી વખતે ઠંડો હોવાથી ઢોસો સારી રીતે ફેલાવી શકાય છે.

સાવચેતીઓ અને થોડી ટીપ્સ

એક ઢોસા બની ગયા બાદ બીજો ઢોસો બનાવતી વખતે સૌપ્રથમ પલાળેલા કપડા વડે તવાને પૂછી લેવું, જેથી કરીને તવા સાફ થઈ જાય અને ઠંડો પણ થઈ જાય.

નવો ઢોસો બનાવતા વખતે એક વાતનું ધ્યાન રહે કે તવો વધુ ગરમ ન થવો જોઈએ, નહીં તો બીજી વખત નાખેલું ખીરું ફેલાશે નહીં અને ઢોસો કરકરો બનશે નહીં.

એક વખત ઢોંસો સારી રીતે ફેલાઇ ગયા બાદ તાપ વધારી દેવો જોઈએ. જેથી કરીને ઢોસો એકદમ કરકરો બની જાય.

ઢોસા ને ત્યાં સુધી શેકો કે જ્યારે તેની નીચેની સપાટી બ્રાઉન થવા લાગે.