જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૨૨-૫-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૨૨-૫-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

સ્થિતિ ધીરે-ધીરે તમારા નિયંત્રણમાં થશે. ભાઈ બહેન અને સાથે કામ કરતા કેટલાક લોકો તમારી મદદ કરી શકે છે. આજ તમારો આત્મવિશ્વાસ વધેલો રહશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિથી મુલાકાત કે વાતચીત થઈ શકે છે. કારોબાર માટે યાત્રા થવાનો યોગ બની રહ્યો છે. કેટલાક લોકો તમારાથી દુઃખી થઇ શકે છે. દિલ-દિમાગમાં કોઈપણ પ્રકાર થી ટેન્શન રહેશે. નોકરીમાં કેટલીક જવાબદારી એવી મળશે, જે તમને બોજ લાગી શકે છે. દિવસ તમારા ફેવરમાં રહેશે. પ્રિયતમ થી પ્રેમ રહેશે. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનત કરવી પડશે.

શુભ અંક :- 2

શુભ રંગ :- સોનેરી

વૃષભ – બ, વ, ઉ(Taurus):

ઓફિસમાં દરેક કામ ઝીણવટથી પૂરું કરવાનો પ્રયત્ન કરવો. કામકાજમાં જે પણ અડચણ આવશે, તેનાથી કંઈક શીખવા મળશે. હરવા ફરવામાં અને મનોરંજનમાં સમય વીતશે. બીજાની મદદ કરવાથી પીછેહઠ ન કરવી, જરૂરત હોય તો, તમારા હિત નો ત્યાગ કરીને મદદ કરવી. તમારા શોખ પર નિયંત્રણ રાખવું. લવ પાર્ટનર થી ગિફ્ટ મળી શકે છે. બિઝનેસ માટે દિવસ ખાસ નથી, પરંતુ તમારે સાવધાન રહેવું જોઈએ. કોઈ કામ માટે મહેનત કરતું રહેવું. વિદ્યાર્થીને સફળતા માટે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. તબિયતનું પૂરું ધ્યાન રાખવું.

શુભ અંક :- 7

શુભ રંગ :- કેસરી

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે તમને પાર્ટનરનો સહયોગ મળી શકે છે અને ફાયદો પણ થઈ શકે છે. બુધ્ધિ અને ચતુરાઈથી તમે દુશ્મન ને હરાવી શકો છો. કપડાનો બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. સમજી-વિચારીને કોઈ વાત કહેવી. પત્ની ની કોઈ વાત તમને ગુસ્સો આપી શકે છે, પરંતુ તમારા સંબંધ જલ્દી સારા થઈ શકે છે. બિઝનેસમાં વિરોધી તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે. માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થી માટે દિવસ સારો છે. સફળતા મળી શકે છે.

શુભ અંક :- 1

શુભ રંગ :- જાંબલી

કર્ક – દ, હ(Cancer):

આજે તમે મુશ્કેલીથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશો અને સફળ થઈ શકો છો. પૈસા કમાવા માટે નવી રીત તમને મગજમાં આવી શકે છે. નવી યોજના બની શકે છે. જુના કામથી તેમને મદદ મળી શકે છે. કેટલાક લોકોનો મૂડ ખરાબ થઈ શકે છે. કારોબારમાં વ્યસ્તતા રહેશે. તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે. તમારી મનની સ્થિતિ ની અસર બીજા પર ન પડવા દેવી. વિવાહિત જીવનમાં મંગલ પ્રસંગ આવી શકે છે. જરૂરતથી વધુ કામ થી તમને માથાનો દુખાવો થઈ શકે છે.

શુભ અંક :– 0

શુભ રંગ :- મજેન્ટા

સિંહ – મ, ટ(Leo):

કામકાજમાં સમસ્યા ધીરે-ધીરે ઓછી થઈ જશે. કચેરીના વિષયમાં સફળતા મળશે. પરિવારથી સહયોગ મળશે. પ્લાનીંગથી કામ થશે અને સક્સેસ મળશે. ધીરજથી કરેલો વિચાર તમને ખૂબ ફાયદાકારક રહેશે. થોડું કન્ફ્યુઝન રહે. કામકાજ માં મન નહીં લાગે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી તમને અને તમારી વાતોને મહત્વ નહીં આપે. અચાનક તમારા રોકાયેલા પૈસા પાછા આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. પિતાની તબિયત નું ધ્યાન રાખવું.

 શુભ અંક :- 9

શુભ રંગ :– લાલ

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે ખુદને સાબિત કરવાની ઘણી તક તમને મળી શકે છે. તમે રચનાત્મક અને સકારાત્મક રહેશો. ગોચર કુંડળીના ચોથા ભાવમાં ચંદ્ર હોવાથી મુશ્કેલી રહેશે. સંતાનથી સંબંધમાં સુધાર રહેશે. આજે તમેં લોકોની મદદ કરશો. વિવાહિત જીવનમાં તણાવ થઈ શકે છે. વર્ક પ્લેસ પર સમસ્યા રહેશે. વિદ્યાર્થી ઓને અભ્યાસમાં ઓછું મન લાગશે. કોઈ વાત નું ટેંશન રહશે.

શુભ અંક :- 5

શુભ રંગ :- લીલો

તુલા – ર,ત(libra):

ખુદને શાંત રાખવાનો પ્રયત્ન કરવો અને સફળતા મળી શકે છે. તમે તમારો પક્ષ સારી રીતે રાખી શકશો. બિઝનેસ સાથે જોડાયેલ યાત્રા થઈ શકે છે. કામકાજ વધુ રહેશે, પરંતુ તેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળી જશે. વિચારેલા મોટાભાગના કામ પૂરા ન થવાથી ચિંતિત રહેશો. ભાઈ અને મિત્રોથી મદદ ન મળવાના કારણે મુશ્કેલી થઈ શકે છે. મનમાં બેચેની રહેશે. પારિવારિક વિષયમાં તમારી ગૂંચવણ વધી શકે છે. લવ પ્રપોઝલ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.

શુભ અંક :- 8

શુભ રંગ :- સફેદ

વૃશ્ચિક – ન,ય(scorpio):

પરિવારના વિષયમાં જવાબદારી નિભાવતા રહેશો. બિઝનેસમાં જરૂરી કામ ની યોજના બનશે. મીઠું બોલીને કામ પૂરાં કરાવી લેશો. આજે તમે તમારા નીચે કામ કરતા લોકો ને કંઈક નવું શીખડાવવા નો પ્રયત્ન કરશો. પ્રેમ સંબંધ માં મજબૂતી જણાશે. કામકાજની ગતિ ધીમી રહેશે. બીજાની સલાહ પર ભરોસો ન કરવો. તમારી તરફથી પ્રિયતમ ખુશ રહેશે, પરંતુ પ્રિયતમ તમને જાણે અજાણે હર્ટ કરી શકે છે. બિઝનેસમાં ધનહાનિનો યોગ બની રહ્યો છે. નવા એગ્રીમેન્ટ ન કરવા. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. તબિયતને લઈને બેદરકારી ન કરવી.

શુભ અંક :- 6

શુભ રંગ :- કેસરી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

પૈસાથી જોડાયેલ કેટલાક વિષય તમારી સામે આવી શકે છે. સમજી વિચારીને ખરીદી કરવી. રાજનીતિક વિષયમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં કંઈક નવું કરવાની તક મળશે. તમારો આત્મવિશ્વાસ પહેલાથી વધી શકે છે. કરિયરથી જોડાયેલ મોટા નિર્ણય કરવા માટે દિવસ ઠીક ન કહી શકાય. કંઈક ને કંઈક કન્ફ્યુઝન રહેશે. મનમાં ડર અને ચિંતા રહેશે. પ્રિયતમની વાત સારી લાગશે. વિવાહ જીવન સારુ રહેશે. માનસિક શાંતિ અને તણાવથી મુક્તિ રહેશે.

શુભ અંક :- 3

શુભ રંગ :- ભૂરો

મકર – ખ, જ(Capricorn):

ઉત્સાહ રહેશે. નવી યોજના અને વિચાર તમારા મનમાં રહેશે. બિઝનેસમાં ગતિ આવી શકશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. ગ્રહની અશુભ સ્થિતિ ને કારણે મોટાભાગના વિષયમાં મોડું થઇ શકે છે. આજે તમે ખુદ પર કંટ્રોલ નહીં કરી શકો. ફાલતુ ખર્ચ વધી શકે છે. અધિકારી અને નીચલા વર્ગના લોકો સાથે મહત્વપૂર્ણ વાતચીત થવાનો યોગ બની રહ્યો છે. લવ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે. તમે તમારા મનની વાત નહીં કહી શકો. પ્રેમી અને જીવનસાથીની સાથે ગંભીર વિષય પર વાત ન કરવી. બિઝનેસમાં તમારે સંભાળીને રહેવું. વિદ્યાર્થી માટે દિવસ સામાન્ય રહેશે.

શુભ અંક :- 9

શુભ રંગ :- બ્લુ

કુંભ – ગ, શ, સ(Aqarius):

ધીરજથી કામ કરવું. દરેક સ્થિતિ પર નવી રીતે વિચાર કરો તમને સફળતા મળી શકે છે. ફાયદાનો યોગ બની રહ્યો છે. અચાનક યાત્રાને ફાયદા થવાના યોગ બની રહ્યો છે. ઘર પરિવાર ના વિષયમાં સમય આપવો. મનોબળ નબળું પડી શકે છે. વિવાહ યોગ્ય લોકોને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. મનમાં સુરક્ષાની ભાવના આવી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ ભાવનાત્મક રીતે હેરાન કરી શકે છે. બિઝનેસ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રોફેશન સફળતા મળશે.

શુભ અંક :- 3

શુભ રંગ :- આસમાની

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે લેવાયેલા નિર્ણય તમને આવનારા દિવસોમાં ફાયદો થશે. વિશ્વાસપાત્ર મિત્રોની મદદ કે સલાહ તમને ખુબ કામ આવશે. બીજાની મદદ કરવાની તક મળશે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિચારમાં સકારાત્મક રાખવી. આજે તમારે સાવધાની થી કામ પૂરા કરવા જોઈએ. લવર ની સાથે ગંભીર વિષય પર વાતચીત થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. તબિયતને લઈને ચિંતા રહેશે. નવી વ્યક્તિ મુલાકાત થવાના યોગ બની રહ્યો છે.

 શુભ અંક :- 4

શુભ રંગ :- વાદળી

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

આજે જે મિત્રો નો જન્મદિવસ છે તે બધા મિત્રો ને પહેલા તો જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ભગવાન તમને તમારા જીવન માં આગળ વધવા શક્તિ આપે. તમેં તમારા સ્વપ્ન પુરા કરો અને જીવન માં પ્રગતિ કરો તેવા અમારા આશીર્વાદ. જાણો તમારું આ વર્ષ કેવું રહેશે. આ વર્ષ તમારા જીવન માં કેટલાક સારા પરિવર્તન લાવશે. જે તમને થોડા મુશ્કેલ લાગશે પરંતુ તમારા જીવન માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. સંતાન તમારું અનુકરણ કરશે. જીવનસાથી ને તમારા પર ગર્વ થઈ શકે છે. માતા પિતાની તબિયત ની કાળજી લેવી. તમારી તબિયત માટે પણ સમય પર ચેકઅપ કરાવતું રહેવું.