જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૬-૬-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૬-૬-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

મનની વાત કહેવા અને બીજા ની વાત કરવામાં તમને પૂરી રુચિ રહેશે. યાત્રાની યોજના બની શકે છે. બીજાની મદદ કરવી જોશે. મનોરંજન ની તક મળી શકે છે. પરિવારના લોકો સાથે દલીલ થઈ શકે છે. કેટલાક લોકો થી તમારી મુશ્કેલી વધી શકે છે. પ્રિયતમને ભાવના સમજાવવાની તક આપવી  રોજિંદા કામથી ફાયદા થશે અને ધન લાભ પણ થશે. તમારી તબિયત નરમ રહશે. વિદ્યાર્થીઓ ને સારી સફળતા મળશે.

શુભ અંક :- 6

શુભ રંગ :- સફેદ

વૃષભ – બ, વ, ઉ(Taurus):

આજે ગોચર કુંડળીના સાતમાં ભાવમાં ચંદ્રમાં હોવાથી તમને ફાયદો થઈ શકે છે. પૈસા ના વિષયમાં કોઈ ની મદદ મળવાનો યોગ બની રહ્યો છે. ભૌતિક સુવિધા વધશે. ધન સંબંધિત કામ પૂરા થવાનો યોગ બની રહ્યો છે. ઓછું બોલવું તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ શકે છે. લવ લાઇફમાં કોઈ સારો બદલાવ થઈ શકે છે. માનસિક તણાવ અને માથાનો દુખાવો થઈ શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસની નવી યોજના પર વિચાર થઈ શકે છે.

શુભ અંક :– 4

શુભ રંગ :- કેસરી

મિથુન – ક, છ, ઘ(Gemini):

નવા આઈડિયા અને સારી ઓફર્સ આજે તમને મળી શકે છે. જે પણ કામ છે, તે સમય સાથે પૂરું કરવું. સારા લોકોની સાથે રહેવાથી ફાયદો થશે. જીવનસાથીની તબિયત થી જોડાયેલ ચિંતા રહેશે. ઓફિસના લોકો ની સાથે કોઈ પ્લાનિંગ થઈ શકે છે. જીવનસાથીથી સબંધ બગડવાની સંભાવના છે. કોઈ પારિવારિક કારણથી મુશ્કેલી થઈ શકે છે. મિત્રોથી મદદ મળી શકે છે. તબિયત માં ઉતાર-ચઢાવ રહેશે.

શુભ અંક :- 5

શુભ રંગ :- બ્લુ

કર્ક – દ, હ(Cancer):

કિસ્મત ની મદદ થી ખાસ કામ પુરા થઈ શકે છે. તમને અજાણ્યો સહયોગ મળી શકે છે. બીજા ની મદદ કરવી, બીજા થી મીઠું બોલવું. તમને તમારી જવાબદારી નો અનુભવ થશે અને તમે તેને સારી રીતે નિભાવશો. કેટલાક લોકો તમારો ગુપ્ત વિરોધ કરી શકે છે. એવી સ્થિતિને લઈને તમે સાવધાન રહેજો. તમારી લવ લાઇફ સામાન્ય રહેશે. દિવસ સારો રહેશે. પ્રિયતમ તમારી ભાવના સમજશે. ક્ષેત્રમાં સહયોગ ન મળે, તો ખુદને મહત્વપૂર્ણ કામ પૂરા કરવા માટે તૈયાર રાખજો.

શુભ અંક :- 9

શુભ રંગ :- ભૂરો

સિંહ – મ, ટ(Leo):

આજે પૈસા ના વિષયમાં તમને સફળતા મળી શકે છે. પોતાની રીતે આગળ વધવું, ખુદ પર ભરોસો રાખવો જોશે. મિત્રોથી મદદ મળી શકે છે. ચંદ્રમા ને કારણે માનસિક મુશ્કેલી વધી શકે છે. આજે તમારે મહેનત વધુ કરવી પડશે. તમારી જીદ પાર્ટનર પર ન થોપવી. તમારા માટે દિવસ સામાન્ય છે. સંબંધમાં કોઇ સમસ્યા છે, તો મોટા ની મદદ લઇ શકો છો. ઇજા થઇ શકે છે. વાહનથી સાવધાન રહેવું.

શુભ અંક :- 8

શુભ રંગ :– પીળો

કન્યા – પ, ઠ, ણ(virgo):

ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં ચંદ્રમાં હોવા થી, તમારી રાશિ માટે સ્થિતિ સારી રહેશે. માતા-પિતા કે કોઈ સંબંધી ની ચિંતા થઈ શકે છે. તમે શાંત અને ધીરજથી બીજાની મદદ કરશો. લોકો તમારી પાસે સલાહ લઈ શકે છે. જુના વિષય અને સમસ્યાથી મૂડ ખરાબ થઈ શકે છે. તમારા કેટલા ખોટા નિર્ણય તમને હેરાન કરી શકે છે. કેટલાક લોકોને અભ્યાસમાં મન નહીં લાગે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. આળશ અને થાક લાગી શકે છે.

શુભ અંક :- 1

શુભ રંગ :- લીલો

તુલા – ર,ત(libra):

આજે ધનલાભ નો યોગ બની રહ્યો છે. નવા બિઝનેસ પાર્ટનરશીપ માટે દિવસ સારો છે. કેટલાક લોકો મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે છે. સમજી-વિચારીને નિર્ણય લેવો. આજે તમારા વખાણ થશે. કોઈ કામ પર સરળતાથી કોન્સન્ટ્રેટ નહીં કરી શકો. ખુદ પર કંટ્રોલ કરવો. તમારા લક્ષ્યને લઈને ખૂબ મહેનત કરવી પડશે. પરિવાર ના સહયોગથી મુશ્કેલીઓનું સમાધાન મળી શકે છે. કેટલાક વિદ્યાર્થીને આશા થી ઓછું પરિણામ મળશે. પેટના રોગ થઈ શકે છે.

શુભ અંક :- 2

શુભ રંગ :- લાલ

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે ચંદ્રમાં તમારી રાશિમાં છે. તમારા માટે દિવસ સારો છે. ધનલાભનો યોગ છે. નવી ઓફર મળી શકે છે. લાંબા સમય થી અટકેલા કામ પૂરાં થઈ શકે છે. પ્રેમ સંબંધમાં મજબૂતાઈ આવી શકે છે. કેટલાક ખોટા નિર્ણય થવાની સંભાવના બની રહી છે. વાણી પર સંયમ રાખવો. વિદ્યાર્થી સારી મહેનત કરશે. કોઈ ખુશખબરી મળી શકે છે. તમારી તબિયત સામાન્ય રહેશે. કેટલાક વિષયમાં તમને દુશ્મન પર જીત મળી શકે છે.

શુભ અંક :- 3

શુભ રંગ :- ગુલાબી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

ગોચર કુંડળીમાં ચંદ્રમાં તમારી રાશિથી બારમી રાશિમાં રહેશે. તમે યોજના બનાવશો અને તેના પર કામ શરૂ કરશો. નવા વિચાર તમારા મનમાં આવી શકે છે. આત્મવિશ્વાસ અને સકારાત્મકતા બંને ખૂબ સારી સ્થિતિમાં છે. સાવધાન અને ગંભીર રહેવું. ધનુ રાશિ ના કેટલાક લોકો રોજગાર થી અસંતુષ્ટ હોઇ શકે છે. કિસ્મતનો સહયોગ નહીં મળે. બિઝનેસ અને કાર્યક્ષેત્ર માટે દિવસ ખાસ નહીં હોય. ખર્ચ વધી શકે છે. તબિયત ને લઇને સાવધાન રહેશો.

શુભ અંક :- 7

શુભ રંગ :- સોનેરી

મકર – ખ, જ(Capricorn):

ગોચર કુંડળીના લાભ ભાવમાં ચંદ્ર તમારા માટે શુભ રહેશે. કોઈ વ્યક્તિ તમારા માટે મદદગાર બની શકે છે. જરૂરતના સમયે પણ કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે. દિવસ યાદગાર રહેશે. કોઈ યોજના કે મુશ્કેલીનો સમાધાન મળી શકે છે. મકર રાશિના લોકો એ થોડો સંભાળીને રહેવું. તમારી વધુ ચતુરાઇથી નુકસાન થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે.

શુભ અંક :- 0

શુભ રંગ :– વાદળી

કુંભ – ગ, શ, સ(Aqarius):

આજે તમારી યોજના સફળ થઈ શકે છે. થોડી ધીરજ રાખો. તમારા કામ થી કામ રાખવું. નાની નાની વાત પર તમને ગુસ્સો આવી શકે છે. તમારા બોસ ની સામે યોગ્યતા સાબિત કરવાનો પ્રયત્ન કરી શકો છો. માનસિક તણાવ વધી શકે છે. લવ લાઈફમાં કિસ્મત સાથ નહીં મળી શકે. જુના રોગ થી મુક્તિ મળી શકે છે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકે છે. પૈસાથી જોડાયેલ કામ કરવા માટે સારો દિવસ છે.

શુભ અંક :- 8

શુભ રંગ :- મજેન્ટા

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

નોકરી બિઝનેસ અને કરિયરના વિષયને લઈને તમે ઉત્સાહિત રહી શકો છો. સકારાત્મક વિચાર તમારી જિંદગીમાં મોટું પરિવર્તન લાવી શકે છે. કુંડલી ભાગ્ય ભાવમાં ચંદ્ર હોવાથી તમને કિસ્મતનો સાથ મળશે અને કામ પૂરા થઈ શકે છે. તમારા કામને યોજના બનાવીને પૂરા કરી શકો છો. ખોટા સમય અને ખોટા સ્થાન પર તમારો ઉત્સાહ બતાવો તમારા માટે નુકશાનદાયક છે. કોમર્સ ફિલ્ડ ના વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડશે. આજે તમારી તબિયત સારી રહશે.

શુભ અંક :- 1

શુભ રંગ :- વાયોલેટ

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

આજે જે મિત્રો નો જન્મદિવસ છે તે બધા લોકો ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ભગવાન તમને તમારા સપના પુરા કરવા શક્તિ અર્પે. તમને આર્થિક લાભ થાય, કારોબાર માં આગળ વધો તેવા અમારા આશીર્વાદ. તમારું આ વર્ષ શુભ રહે તેવી અમારી શુભેચ્છાઓ. બધા સાથે મીઠી બોલી ઉપયોગ કરવી.