ઘર માંથી કાઢી નાખો આ દરેક નકામી વસ્તુઓ, કિસ્મત ચમકી જશે

ઘર માંથી કાઢી નાખો આ દરેક નકામી વસ્તુઓ, કિસ્મત ચમકી જશે

વાસ્તુશાસ્ત્ર એ ખુબ જ પ્રચલિત શાસ્ત્ર છે. તેના મુજબ જો ઘર ની ગોઠવણ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. આ શાસ્ત્ર માં અમુક એવી વાતો પણ કહી છે કે અમુક વસ્તુ ને ઘર ની બહાર રાખવાથી તમારી કિસ્મત બદલી જાય છે. આ વસ્તુઓ ઘર ના નકારાત્મક ઉર્જાનું ઉત્પાદન કરે છે જેના લીધે ઘર માં કંકાસ થાય અને ગરીબીનો સામનો પણ કરવો પડે છે. તો આવો જણાવી દઈએ તમને આ વસ્તુઓ વિષે જે ઘર ની બહાર રાખી દેવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને તમે સુખ અને શાંતિ નો અનુભવ કરી શકો છો.

તમારા ઘરમાં રહેલી દેવી દેવતાની ખંડિત મૂર્તિઓ તેમજ જૂના ફોટાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી નાંખો. કારણ કે આવી મૂર્તિ પૂજાતી નથી હોતી તેથી જો તે એમ જ પડી રહે તો તેના લીધે નકારાત્મક ઉર્જા તમારા ઘર માં રહે છે અને તમારા ઘર માં ઝગડાઓ અને કંકાસ થાય છે. સ્ત્રીઓ જૂન ફાટેલા કપડાંના પોટલા રાખી મૂકે છે જે સારી બાબત નથી. આવા જૂના કપડાં ને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે આ દરેક  કપડા ને બહાર નાખી દેવા જોઈએ અને કોઇને ઉપયોગી થાય તેવી રીતે આ કપડાનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરમાં કોઈ પણ બિનજરૂરી તૂટેલી,ફાટેલી કે બિનજરૂરી વસ્તુ ન રાખવી. તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઉભો થાય છે અને લક્ષ્મી દેવી તમારાથી નારાજ થઇ જાય છે. અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે.ઉપરાંત ઘરમાં તાજમહેલ, ડૂબતી નાવ કે જહાજ, જંગલી જાનવરોના ચિત્ર તેમજ કાંટા હોય તેવા ફૂલછોડ ન રાખવા. તેનાથી મગજ પર નકારાત્મક પ્રભાવ પડે છે અને આવા ચિત્રોને કારણે જીવનમાં થનારી સારી  ઘટના પર પણ અસર પડે છે.

તૂટેલો કબાટ ઘરમાં રાખવાથી તમારા ઘર માં ઘન નું નુકશાન થાય છે. અને ઘર માં કરોળિયા ના જારા હોય તો તરત જ સાફ કરી દેવા જોઈએ આના કારણે પણ નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે ઘર માં. આ ઉપરાંત તૂટેલા વાસણ પણ ન રાખવા જોઈએ ઘર માં . અન લીધે પણ નકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે ઘર માં.