10 થી 15 મીનીટમાં ગોરો રંગ મેળવવા માટે ઘરે જ બનાવો આ ફેસપેક

10 થી 15 મીનીટમાં ગોરો રંગ મેળવવા માટે ઘરે જ બનાવો આ ફેસપેક

ગોરો રંગ દરેક ને ખુબ જ પસંદ આવે છે. તમે પણ ગોરી ત્વચા મેળવવા માગો છો. તો તેના માટે બહાર થી  તમારે કોઈ ક્રીમ કે દવા લેવાની જરૂર નથી.  આજે અમે તમને અમુક ફેસપેક વિષે જણાવીશું  જે તમે ઘરે જ બનાવી શકશો અને તેના દ્વારા તમને મોઢા માં રહેલા ધૂળ અને માટી થી છુટકારો મળશે. આવો જાણીએ અમુક ઘરેલું અસરકારક ફેસપેક વિષે.  આ માટે તમે ફુદીના નો ઉપયોગ કરી શકો છો. તેના પાન માંથી રસ કાઢો અને તેમાં લીંબુ ઉમેરી અને મોઢા પાર લગાઓ અને પછી દસ મિનીટ પછી તેને ધોઈલો. આવું કરવાથી ચહેરા માં ગ્લો આવશે.

આ શિવાય એક ચમચી મધ માં તેનાથી વધુ બદામ પાઉડર નાખો અને  થોડો લીંબુ નો રસ ઉમેરો. અને પછી આ પેસ્ટ ને મોઢા ઉપર લગાઓ. તેના દ્વારા મોઢા ઉપર મસાજ કરો. દસ મિનીટ રાખી અને ધોઈલો. આવું કરવાથી ચહેરામાં મસ્ત ગ્લો આવશે. આ શિવાય તમે ચણા ના લોટ નું પેક પણ બનાવી શકો છો. આ પેક માટે ચણા નો લોટ લો તેમાં લીંબુ નો રસ ઉમેરો અને તેમાં દૂધ પણ નાખો.હે એક પેસ્ટ તૈયાર કરો અને તેને મોઢા પર લગાઓ. અને પછી સુકાય જાય ત્યારે મોઢું ધોઈલો. આવું કરવાથી તમારા ચહેરા માં રહેલી ડેડ સ્કીન દુર થઇ જશે.

આ શિવાય મેથી પણ સ્કીન માટે ખુબ જ ફાયદા કારક સાબિત થશે. ચહેરા ના રંગ ને નિખારવા માટે અને મોઢા માં રહેલા ખીલ થી છુટકારો મેળવવા  માટે  મેથી ના પાન ની પેસ્ટ બનાવો અને તેન ચહેરા ઉપર લગાવો. આ પેસ્ટ લગાવી અને પછી તમારા ચહેરા ને સારી રીતે ધોઈ લો. આવું કરવાથી તમારી સ્કીન એકદમ સરસ થઇ જશે.

આ શિવાય મુળા ના પાન પણ ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ચહેરા માં રહેલા દાગ ધબ્બા ને દુર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે તેના પાન ની પેસ્ટ બનાવો. અને તેને ચહેરા ઉપર લગાઓ. પછી થોડી વાત બાદ તેને સારી રીતે ધોઈ લો. આવું કરવાથી તમારી સ્કીન સરસ થઇ જશે.