ઘરમાં ઉગાડો આ પાંચ છોડ, પછી જુવો તમારી પ્રગતિ મળશે સુખ સમૃદ્ધિ અને શાંતિ

ઘરમાં ઉગાડો આ પાંચ છોડ, પછી જુવો તમારી પ્રગતિ મળશે સુખ સમૃદ્ધિ અને શાંતિ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. જો આ દુનિયામાં વૃક્ષ ન હોત તો ધરતી ઉપર જીવવું અશક્ય હોત. કારણકે વૃક્ષમાંથી જ આપણને ઓક્સિજન મળે છે જેના થકી આપણું જીવન ટકી રહે છે. વૃક્ષ અને છોડ માંથી આપણને ખાવા માટે શાકભાજી અને ફળ પણ મળે છે. જો તમે તમારા ઘરમાં આ પાંચ વૃક્ષ માંથી કોઈ એક વૃક્ષ કે પછી છોડ ઉગાડશો તો તમારું જીવન ધન્ય બની જશે. જીવનમાં આવેલી દરેક સમસ્યામાંથી છુટકારો મળશે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. ચાલો જાણીએ આ અલગ-અલગ છોડ વિશે.

આ પાંચ વૃક્ષ તમને બનાવી શકે છે નસીબદાર

મની પ્લાન્ટ
તમે જોયું હશે કે મોટે ભાગે દરેક લોકોના ઘરમાં સુશોભન માટે મની પ્લાન્ટ લગાવેલ હોય છે. આ છોડ ના નામ ઉપરથી જ તેનું કામ પણ જાણી શકાય છે. તેમનું નામ મનીપ્લાન્ટ હોવાથી તે ધન સાથે સંબંધ ધરાવે છે. શાસ્ત્રો અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી સમૃદ્ધિમાં વધારો થતો હોય છે. આ છોડને તમારે અગ્નિ દિશામાં લગાવો જોઈએ. કારણકે આ દિશાને ગણેશજીની દિશા માનવામાં આવે છે. અને વિઘ્નહર્તા ગણેશ તમારા જીવનમાં આવી પડેલા દરેક વિઘ્નોને દૂર કરે છે.

કેળાનું ઝાડ
મિત્રો કેળા ના ઝાડ નો પણ આપણે શુભકાર્યમાં ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ. સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કેળા નું ઝાડ ઘરમાં હોવું ખુબ જ જરૂરી છે. ઘરની ચારે દિશામાં એક એક કેળાનુ વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને કેળા ના ઝાડ અને ઇશાન ખૂણામાં લગાવવું વધારે શુભ રહેશે કારણકે આ ખૂણાને બૃહસ્પતિ ની દિશા માનવામાં આવે છે. વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી આઝાદના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.

તુલસીનો છોડ
આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ ધર્મની અંદર તુલસીના પવિત્ર છોડનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીની સમાન પૂજવામાં આવે છે. એવું કોઈપણ ઘર નહીં હોય કે જ્યાં તુલસીનો છોડ ન હોય. ખાસ કરીને તુલસીના છોડને પૂર્વ કે પછી ઇશાન ખૂણામાં રાખવામાં આવે છે. સવારે અને સાંજે માતા તુલસીની પૂજા કરવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.

રજનીગંધા
મિત્રો છોડની યાદીમાં ચોથા નંબર ઉપર રજનીગંધા નો છોડ આવે છે. તમને જણાવી દઇએ કે રજનીગંધા ત્રણ પ્રકારની હોય છે. જેમાંથી એક સુગંધિત તેલ તથા અત્તર બનાવવામાં કામ લાગે છે. રજનીગંધા ની અંદર ખુબ વધારે માત્રામાં પૌષ્ટિક ગુણો મળે આવે છે. જેથી તમે ગંભીર બીમારીઓ માંથી મુક્તી મેળવી શકો છો. આ છોડને પણ ઘરમાં લગાવવો શુભ કહેવાય છે.

નારીયેળનું ઝાડ
તમને જણાવી દઈએ કે મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે નારિયેળનું ઝાડ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. આ શુભ વૃક્ષને દરેક ઘરમાં લગાવવું ખૂબ જરૂરી છે. આ વૃક્ષના કારણે ઘરની અંદર અને પરિવારના સભ્યોમાં શાંતિ બની રહે છે. જે ઘરની અંદર રાહુ અને કેતુ ના દોષ હોય તે ઘરના લોકોએ આ વૃક્ષને ખાસ લગાવવું જોઈએ.