ફક્ત 25 પૈસા માટે કર્યો સુપરમાર્કેટ પર કેસ, કોર્ટનો નિર્ણય તમને ચોકાવી દેશે

ફક્ત 25 પૈસા માટે કર્યો સુપરમાર્કેટ પર કેસ, કોર્ટનો નિર્ણય તમને ચોકાવી દેશે

તમે એક વાત અનુભવી હશે કે જયારે તમે સુપર માર્કેટ માં જાઓ છો ત્યારે તમારી પાસે અમુક ચાર્જ વસુલવામાં આવે છે. જે ચાર્જ બિલકુલ આપણે ભરવાનો હોતો નથી. જો કોઈ નું બીલ 69.9 રૂપિયા હોય તો તેની પાસે પુરા 70 રૂપિયા વસુલવામાં આવે છે.આવું ફક્ત આપણા દેશ માં જ નહિ પણ સમગ્ર વિશ્વ માં થાય છે. હાલ જે વાત અમે કરી રહ્યા છે તે વાત ચીન ની છે. ત્યાં રહેતા એક વ્યક્તિ એ સુપર માર્કેટ માં જઈ અને  ખરીદી કરી અને ત્યાર બાદ તેને બીલ આપવામાં આવ્યું તેના બીલ માં 54.76 યુઆન હતા.

તેણે ત્યાં 55 યુઆન  આપ્યા અને ત્યાં થી જે માણસ બીલ બનાવ્યું હતું તે માણસ એ પેલા વ્યક્તિ ને 0.22 યુઆન આપ્યા અને .02 યુઆન રાઉન્ડ ઓફ કરી નાખ્યા. આ જોઈ ને પેલો માણસ ખુબ જ ગુસ્સે થયો તેને પોતાના પૈસા માગ્યા ભારત માં આ પૈસા ની કીમત 25 પૈસા જેવી થાય છે. આ વાત તો નાની હતી પણ તે માણસ તો ખુબ જ ગુસ્સે થયો.

તેણે આ સુપર માર્કેટ સ્ટોર વિરુદ્ધ કોર્ટ ના કેસ જ કરી નાખ્યો. કોર્ટ ની સામે જયારે આ વાત આવી ત્યારે એમનો જે નિર્ણય હતો જે ખુબ જ ચોકાવનારો હતો. કોર્ટ એ કહ્યું કે વાત 4 હજાર યુઆન ની હોય કે 0.4 યુઆન કે પછી 0.2 યુઆન  અમારી નજર માં બધા જ બરાબર જ છે સ્ટોર વાળા એ તે વ્યક્તિ ને આ પૈસા પાછા આપવા જ પડશે.

સાથે આ સુપર માર્કેટ સ્ટોર વાળા એ તે વ્યક્તિ જેણે કેશ કર્યો તો અને સામાન્ય જનતા સામે માફી પણ માગી. અને તેઓ એ સ્વીકાર્યું કે આવી ભૂલ તેઓ ફરીવાર નહિ કરે. આવું ઘણું બધું આપણા  દેશ માં પણ થઇ રહ્યું છે. જ્યાં 99 રૂપિયા નું રાઉન્ડ ઓફ કરી ને 100 કરી અને આપી દેવા માં આવે છે. અને આ રીતે ઘણા બધા કસ્ટમરો દ્વારા થોડા થોડા પૈસા  વસુલી અને કંપની મોટો પ્રોફિટ કરી લે છે. અને આ ટ્રીક ને તેઓ એક ઇન્કમ સોર્સ બનાવે છે. પણ ઓછી કીમત ના લીધે લોકો કઈ બોલતા નથી.