જુનાગઢ પાસે આવેલ નાના ગામના આ ખેડૂત કોઠીંબાની ખેતી કરી ને કમાઈ છે લાખો રૂપિયા

જુનાગઢ પાસે આવેલ નાના ગામના આ ખેડૂત કોઠીંબાની ખેતી કરી ને કમાઈ છે લાખો રૂપિયા

મિત્રો , આપણો દેશ એ ખેતીપ્રધાન દેશ છે. અહી મોટાભાગ ના લોકો ખેતી કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે અને હાલ તો આ ખેડૂતો પોતાની ઉપજ ઈન્ટરનેશનલ માર્કેટ મા મોકલતા થઈ ગયા છે. હાલ આવા જ એક કિસ્સા વિશે ચર્ચા કરીશુ. આ કીસ્સો છે જુનાગઢ ગુજરાત ના મેંદરડા તાલુકા ના આંબલા ગ્રામ્ય વિસ્તાર નો કે જ્યા ના એક ખેડૂત હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરીયા લુપ્ત થતી વનસ્પતિઓ , પક્ષીઓ નુ રહેઠાણ તથા આધુનિક ચૂલ્લા બનાવી પ્રદૂષણમુક્ત વાતાવરણ નુ નિર્માણ કરે છે.

પરંપરાગત ખેતપેદાશો નુ ઉર્જા તરીકે ઉપયોગ કરી પુનઃપ્રાપ્ય ઉર્જા ના વપરાશ માટે ફાયરપ્રૂફ શીટ મા થી હળવા ચૂલ્લાઓ બનાવી પર્યાવરણ નુ જતન કરે છે. તેમણે ૧૦ વર્ષ સુધી હીરા ઘસવા નુ કાર્ય કર્યુ હતુ. તેમને પક્ષીઓ સાથે ખૂબ જ લાગણી છે. વર્ષા ની ઋતુ મા ૪ માસ સુધી પક્ષીઓ ચણ ચણવા આવે છે જે પાછળ હરસુખભાઈ દર વર્ષે ૧ લાખ જેવો ખર્ચ કરે છે.

લુપ્ત થતી પક્ષીઓ ની પ્રજાતી માટે હરસુખભાઈ દ્વારા વિશેષ માળાઓ નુ નિર્માણ કરવા મા આવ્યુ છે. આ ઉપરાંત જૂજ દેખાતા તુંબડા ના વેલા ની તે પોતાના ખેતર મા વાવણી કરે છે. સાધુ-સંતો તુંબડા નો પાત્ર તરીકે ઉપયોગ કરે છે. જ્યારે આ તુંબડા નો ઉપયોગ હરસુખભાઈ ચકલી ના માળા બનાવવા માટે કરે છે. કેશોદ મા ગોકુળ ના ચૂલ્લા તથા તાવડી થી શહેર મા ઓળખ ઊભી કરનાર હરસુખભાઈ ડોબરીયા છે.

હરસુખભાઈ પક્ષીઓ માટે તુંબડા અને માણસો માટે કોઠીંબા ખેતર મા ઉગાડે છે. તે કડવા કોઠિંબા ની કાચરી-કાતરી બનાવે છે. આ ઉપરાંત તે કોઠિંબા તથા તુંબડી ના બીજ નુ વિનામૂલ્યે વિતરણ પણ કરે છે. તેમણે ખેતર ની ફરતે વાડ મા વિઘરવેલ ના રોપ પણ વાવેલા છે.

આ ખેતી મા પત્નિ રમાબેન, પુત્ર આકાશ તથા પુત્રવધુ ચંદ્રીકાબેન પણ સહાયતા કરે છે અને વિશ્વ ના ૧૮ દેશો મા કોઠિંબા ની કાચરી-કાતરી નો ટેસ્ટ પૂરો પાડે છે. આ ઉપરાંત તેમણે અનેક ખેડૂત મિત્રો ને કોઠિંબા નુ બિયારણ આપી ને પડતર જમીન મા ખેતી કરતા કર્યા છે. કડવા લાગતા આ કોઠિંબા ડાયાબિટીસ તથા પાચનશક્તિ માટે શ્રેષ્ઠ છે. પ્રારંભિક સમય મા લોકો આ ખેતી વિશે મજાક ઉડાવતા કે આવી ખેતી કોણ કરે ? કારણ કે કોઠિંબા એ ગમે ત્યા ઊગી નીકળે છે.

સૌરાષ્ટ્ર ના લોકો કોઠિંબા ને સૂકવી ને નમક મા રાખી પછી સુકાઈ ગયા બાદ તેને શેકી ને ખાવા મા ઉપયોગ કરતા. આનો ઉપયોગ પાપડ ની સાપેક્ષ મા કરી શકાય છે. ૧૮ દેશો સહિત મુંબઈ , સુરત, અમદાવાદ , વડોદરા , રાજકોટ જેવા મોટા-મોટા શહેરો મા કાતરી નુ વેચાણ થાય છે. હરસુખભાઈ હાલ વર્ષે એક લાખ કોઠિંબા ની સૂકવણી કરે છે. ૨૫ કિલો કોઠિંબા મા થી ૨.૫ કિલો કાતરી તૈયાર થાય. જે ૪૦૦-૫૦૦ ના ભાવે બજાર મા વહેચાય છે.

સ્થાનિક મા કાતરી નુ વેચાણ ૪૫ ટકા જેવુ તથા વિદેશ મા ૫૫ ટકા જેટલુ થાય છે. વર્ષ મા તેઓ ૪-૫ કરોડ ની કાતરી નુ વેચાણ કરે છે. કોઈપણ જાત ની દવા તથા ખાતર વિના ૧ વિઘા મા ૪૦૦-૫૦૦ મણ કોઠિંબા નુ ઉત્પાદન થાય છે. કોઠિંબા હળવા કેસરી રંગ ના થાય છે.

તેને ઉતારી બે ફાડા કરી ૨૦ કીલો કોઠિંબા મા ૫૦૦ ગ્રામ નમક ઉમેરી ને ૧ દિવસ ભરી ૨૦ દિવસ સુધી સૂકવણી કરવી. આ સિવાય હરસુખભાઈ ઈકો ફ્રેન્ડલી ચૂલ્લા તથા તાવડી નુ પણ નિર્માણ કરે છે. જે સ્થાનિક લેવલે ગોકુલ ના ચૂલ્લા તરીકે ખ્યાતિ પામ્યા છે. આ કાર્ય બદલ હરસુખભાઈ ને અનેક વાર સન્માનિત કરવા મા આવ્યા છે.