જાણો બંદૂક નું લાઇસન્સ મેળવવા માટે શુ પ્રોસેસ કરવી પડે અને કેટલા રૂપિયા લાગે.

જાણો બંદૂક નું લાઇસન્સ મેળવવા માટે શુ પ્રોસેસ કરવી પડે અને કેટલા રૂપિયા લાગે.

ભારતમાં ઘણી વસ્તુઓ નો ઉપયોગ કરવા માટે લાઇસન્સ મેળવવા અનિવાર્ય છે. જેમ ડ્રાઇવિંગ લાઇસન્સ, દવાઓ વહેચવા માટે અલગ લાઇસન્સ આ રીતે અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ લાઇસન્સ મેળવવા પડે છે. બંદુકનો ઉપયોગ કરવા માટે પણ લાઇસન્સ ની જરુર પડે છે

આજ કાલ અમુક નેતાઓ, ગાર્ડસ કે પછી અમુક સામાન્ય લોકો પોતાની સુરક્ષા માટે અથવા કોઈ નોકરી માટે બંદુક રાખતા હોય છે. અને જયારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરતા હોય છે. બંદૂક નું લાઇસન્સ મેળવવા માટે ખુબ જ અઘરી પ્રોસેસ કરવાની હોય છે. શરૂઆત માં જે વ્યક્તિ ને બંદુક જોઈતી હોય તેને એક ફોર્મ ભરવાનું હોય છે જેને ફોર્મ ‘A’ તરીકે ઓળખવામાં આવે છે.આ ફોર્મમાં વ્યક્તિએ ફોર્મમાં માગેલી બધુજ માહિતી પૂરી પાડવાની હોય છે.

આ ફોર્મ ‘A’ જે તે વ્યક્તિ એ પોલીશ કાર્યાલય માંથી મેળવવાનું હોય છે અથવા સ્ટેટ પોલીશની વેબ સાઈટ માંથી પણ તે આશાની થી મેળવી શકે છે. ફોર્મ ને અપ્લાય કરવા માટે તેમાં પાંચ રૂપિયાનું સ્ટેમ્પ મરાવવાનું હોય છે. ત્યારબાદ ફોર્મ ની તમામ વિગતો ને ભરી અને તે ફોર્મને DM, DP કમિશનર અથવા પોલીશ કમિશનર ના અતર્ગત આવતા કાર્યાલય માં સબમિટ કરાવવાનું રહેશે. ત્યાર બાદ તે પોલીશ અધિકારી તમને એક રસીદ આપશે અને તે રસીદ એ આધારે આપશે કે ભૂતકાળમાં તમારા વિરુદ્ધમાં કોઈ પોલીશ કાર્યવાહી ન થયેલી હોવી જોઈએ.

ત્યારબાદ પોલીશ કમિશનર તે વ્યક્તિની વિગતને લાઇસન્સ અધિકારી પાસે મોકલે છે.અને પછી લાઇસન્સ અધિકારી જે તે વ્યક્તિના જુના કોઈ કાનૂની રેકોર્ડ છે કે નહી એ પ્રમાણે આવેદન સ્વીકારી પણ શકે અને રીજેક્ટ પણ કરી શકે.રીજેક્ટ થાય ત્યારે એ વિષે નું કારણ પણ અધિકારીઓ ને પૂછી શકાય છે.

બંદૂક નું લાઇસન્સ માટે અમુક ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે જેવા કે ઓળખ પત્ર, ફિટનેસ પ્રૂફ , રાશન કાર્ડ, અને સાથે પાસપોર્ટ સાઈઝના બે ફોટાની પણ જરૂર પડે છે. પછી બે જામીન અને એમની પણ બધી ઇન્ફોર્મેશન આપવાની હોય છે. અને સાથે એ કારણ પણ જણાવવાનું હોય છે કે તમારે કયા કારણથી તમારી પાસે બંદુક રાખવી છે?

અલગ અલગ બંદુક પ્રમાણે અમુક ફી ભરવાની હોય છે. જે સરકાર દ્વારા નક્કી થયેલી હોય છે.એક ભારતીય માત્ર ત્રણ બંદુક માટે જ અપ્લાય કરી શકે છે. ભારતમાં નાગરિકો ને ફક્ત શોર્ટ ગણ, ડગન ગન અને  સ્પોટીંગ ગન માટે જ લાઇસન્સ મળે છે.ભારત નો કોઈ પણ નાગરિક આ ત્રણ બંદુક રાખી સકે છે અને ત્રણ લાઇસન્સ પણ રાખી શકે છે. ત્રણ થી વધુ લાઇસન્સ કે બંદુક કોઈ પાસે જોવા મળે તો એના વિરુદ્ધ કઠોર કાર્યવાહી થાય છે. અને એમનું લાઇસન્સ રદ થાય છે.

ડગન ગન મેળવવા માટે 100 રૂપિયા ભરવાના રહેશે.અને મજલ લોડીંગ  ગન માટે ફક્ત 10 રૂપિયા ભરવાના રહેશે અને એને રીન્યુ કરવા માટે ફક્ત 5 રૂપિયા જ ભરવાના હોય છે.

બંદુક લાઇસન્સ મેળવવા માટે નો કોઈ નિશ્ચિત સમય નક્કી નથી. આ એક સંવેદનશીલ કાર્ય છે . આમાં સરકાર ને ખુબ જ તપાસ અને જવાબદારી પ્રમાણે લાઇસન્સ આપવાનું હોય છે જેથી આ પ્રક્રિયા વધુ સમય લઇ લે છે. હા પણ આ પ્રક્રિયાનો કોઈ નિશ્ચિત સમય નથી.એક મહિનો પણ લાગી શકે છે. એનાથી ઓછો પણ લાગે અને વધુ પણ. અને આ લાઇસન્સ વાડી બંદુક સાથે તમે તમારા રાજ્યમાં ગમે ત્યાં જઈ  શકો છો.અને રાજ્ય બહાર તમારે લઇ જવી હોય તો એના અમુક નિયમો પ્રમાણે તમે લાઇસન્સ ની સીમા વધારી શકો છો અને પછી તમે આખા ભારતમાં ગમે ત્યાં બંદુક લઇ ને જઈ શકો છો,