માં-બાપનું બાળકો ને સમય ન આપવું જ બની રહ્યું છે બાળકોના અગ્રેસનનું કારણ

માં-બાપનું બાળકો ને સમય ન આપવું જ બની રહ્યું છે બાળકોના અગ્રેસનનું કારણ

આજ કાલ ના જીવન માં લોકો એટલા વ્યસ્ત થઇ રહ્યા છે કે તેને એટલી પણ ખબર હોતી નથી કે તેનો પરિવાર સહીસલામત છે કે નહિ. તે લોકો ને એટલી પણ ખબર હોતી નથી કે તેના પરિવાર ને તેની જરૂર છે, તે વાત ની પણ તેને ખબર પડતી નથી. તે લોકો ને કોઈ પણ વાત નો ફરક પડતો નથી. ખાસ કરી ને આવી વસ્તુ નાના બાળકો સાથે થતી હોય છે. આજકાલ ના માતા પિતા પોતાની નીઝી જીંદગી માં અને ઓફીસ ની જીદગી માં એટલા મશગુલ થઇ ગયા છે કે તે લોકો પોતાના છોકરાઓ ને પણ સમય આપી શક્તિ નથી. જે ખુબજ મોટી સમસ્યા થઇ રહી છે.

નાના છોકરાઓ ને સમય ના દેવો તે જરાય સારું નથી. એમાં એવું છે કે જે છોકરાઓ ને પોતાના માતા પિતા સાથે સમય વિતાવવા મળતો નથી તે બાળકો ની અંદર ખુબજ ગુસ્સો અને અગ્રેસન ભરાય જાય છે. આ અગ્રેસન બાળકો ની જીંદગી બગાડી નાખે છે. આ અગ્રેસન ના કારણે નાના છોકરાઓ ખરાબ રસ્તે ચાલ્યા જાય છે અને કેટલીક વાર તો તે લોકો આપણે ખુબજ મોટી મુશ્કેલી માં  નાખી દે છે.

આ બાળકો બીજાને નુકસાન પોહ્ચાડવાની કોસિસ પણ કરે છે.  જો માતા પિતા તેના બાળકો ઉપર ધ્યાન દેય છે તો પણ તેને સમજી સકતા નથી. જેના કારણે કેટલાક બાળકો ખરાબ રસ્તે ચડી જાય છે કે પછી આત્મહત્યા કરી લે છે. કેટલીક વાર તો તે લોકો પોતાને એટલી હદે નુકસાન પોહ્ચાડે છે કે ત્યાર પછી તેનું સરખું થવું ખુબજ અશક્ય બની જાય છે.

નાના બાળકો ને અગ્રેસન થી બચાવવા માટે તેની સાથે ક્યારેય પણ કોમ્યુનિકેશન ગેપ ના રાખો. બાળકો નું હમેશા ધ્યાન રાખો કારણ કે તે લોકો ખોટી સંગતે પણ જઈ  શકે છે. તમારા બાળકો ની સંગત કોની સાથે છે તેનું હમેશા ધ્યાન રાખો. બાળકો ને વધારે કાર્ટૂન જોવા દો નહિ. બાળકો ના સામે હમેશા હિંસા કરો. જ્યાં પણ અહિંસા થતી હોય ત્યાં થી તમારા બાળકો ને દુર લઇ જાવ.